Home /News /tech /

10 હજારમાં ઘરે લઈ આવો 73 હજાર રૂપિયાનો નવો Galaxy S9 પ્લસ!

10 હજારમાં ઘરે લઈ આવો 73 હજાર રૂપિયાનો નવો Galaxy S9 પ્લસ!

    સેમસંગે પોતાના સૌથી દમદાર ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી S9 અને S9 પ્લસ ભારતમાં રજૂ કરી દીધો છે. ગેલેક્સી એસ9 ફોનના 256GB વેરિએન્ટની કિંમત 57,900 અને S9 પ્લસના 256GB વેરિએન્ટની કિંમત 72,900 રૂપિયા છે. પરંતુ તમે આ બંને સ્માર્ટફોન માત્ર 10 હજાર રૂપિયામાં ઘરે લઈ જઈ શકો છો. આની સાથે જ સાઉથ કોરિયન કંપની સેમસંગે એરટેલ સાથે હાથ મિલાવ્યો છે.

    ગ્રાહકને માત્ર 9,900 રૂપિયા ડાઉનપેમેન્ટના રૂપમાં ભરવા પડશે.

    એરટેલ યૂઝર્સ 9,900 ડાઉન પેમેન્ટ આપીને બંને સ્માર્ટફોન ખરીદી શકે છે. તે ઉપરાંત કસ્ટમર્સને ડેટા પ્લાન અને બીજા કોલિંગ બેનિફિટ પણ મળશે. કસ્ટમર્સને ડાઉન પેમેન્ટ આપ્યા બાદ 24 મહિના સુધી 24,99 રૂપિયાના હપ્તા આપવાના રહેશે. આ ઓફર્સ માત્ર એરટેલ ગ્રાહકો માટે જ છે.

    આવો જાણીએ દમદાર સ્માર્ટફોનના ફિચર્સ

    સેમસંગ ગેલેક્સી S9 એન્ડ્રોઈડ 8.0 ઓરિયો (Knox3.1) પર રન કરે છે. આ સ્માર્ટફોનમાં 5.8 ઈંચની ક્વોડ HD+કવર્ડ સુપર Amoled સ્ક્રિન છે. જ્યારે સેમસંગ ગેલેક્સી S9+માં 6.2 ઈંચની ક્વોડ HD+ કર્વ્ડ સુપર Amoled સ્ક્રિન છે.

    આ સ્માર્ટફોનમાં એક નવો મલ્ટી ફ્રેમ નોયજ રિડક્શન ફિચર છે, જે પાછલા ગેલેક્સી સિરીઝના ફોન કરતાં 30% સુધી નોઈસ ઓછું કરે છે.

    સેમસંગ ગેલેક્સી S9માં 12MP સુપર સ્પીડ ડ્યુલ પિક્સેલ કેમેરા છે. કેમેરામાં ઓટોફોક્સ સેન્સર અને OIS છે. સેમસંગ ગેલેક્સી S9+ એડિશનલ 12MP રિયર ટેલિફોટો કેમેરા છે. જ્યારે ફ્રન્ટમાં 8MP સેન્સર છે. આ સ્માર્ટફોન ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 845પ્રોસેસર પર રન કરે છે. સેમસંગે જણાવ્યું કે, આ સ્માર્ટફોનમાં એક નવો મલ્ટી ફ્રેમ નોઈઝ રિડક્શન ફિચર છે, જે પાછલા ગેલેક્સી સિરીઝ કરતાં 30% સુધી નોઈસ ઓછું કરે છે.

    ઈમોઝીની વાત કરીએ તો સેમસંગે પોતાના બંને સ્માર્ટફોનમાં AR Emoji રજૂ કરી છે, જે IphoneXના ઈમોઝી જેવી જ લાગે છે. આમાં 3000mAhની બેટરી આપવામાં આવી છે. તે ઉપરાંત આમાં રહેલ Bixby હવે લાઈવ ટ્રાન્સલેશનથી લઈને કેલરી વિશે પણ જણાવશે. તે માટે યૂઝર્સને માત્ર Bixby Vision ઓપ્શન પર જવાનું રહેશે.

    ગેલેક્સી S9ના 256GB વેરિએન્ટની કિંમત 35,900 રૂપિયા છે, બીજી તરફ બીજા સ્માર્ટફોન ગેલેક્સી એસ9 પ્લસની વાત કરીએ તો આમાં 64GB વેરિએન્ટની કિંમત 64,900 રૂપિયા અને આના 256GB વેરિએન્ટની કિંમત 72,000 રૂપિયા રાખવામાં આવી છે. જણાવી દઈએ કે, આની મેમોરીને 400GB સુધી વધારી શકાય છે. 16 માર્ચથી આ ફોન બજારમાં મિડ નાઈટ બ્લેક, કોરન બ્લૂ, લીલેક પર્પલ, ટાઈટેનિયમ ગ્રે કલરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Galaxy s9, Technology news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन