ઇન્ટરનેટ પર તબ્બુ, તાપસી પન્નુ કે અનુષ્કા શર્માને સર્ચ કરવું ભારે પડી શકે છે, મૈકેફી જાહેર કર્યું એલર્ટ
ઇન્ટરનેટ પર તબ્બુ, તાપસી પન્નુ કે અનુષ્કા શર્માને સર્ચ કરવું ભારે પડી શકે છે, મૈકેફી જાહેર કર્યું એલર્ટ
તાપસી પન્નુ
Mcafee Most Dangerous Celebrity list 2020-મૈકેફીએ સૌથી ખતરનાક હસ્તીઓની 2020ની આંતરાષ્ટ્રીય સૂચીમાં ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલા સ્થાને છે જ્યારે બીજા સ્થાને છે અભિનેત્રી તબ્બૂ.
એન્ટીવાયરસ બનાવતી સાઇબર સુરક્ષાથી જોડાયેલી કંપની મૈકેફી (Mcafee) દ્વારા મંગળવારે એક સૂચિ જાહેર કરવામાં આવી છે. જેમાં બોલિવૂડ અભિનેત્રી તબ્બૂ, તાપસી પન્નુ, અનુષ્કા શર્મા અને સોનાક્ષી સિંહ તે ટોપ 10 લોકોમાં સામેલ છે જેમને ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી વાયરસના સંપર્કમાં આવવાની સંભાવના સૌથી વધુ છે. મૈકેફીએ સૌથી ખતરનાક હસ્તીઓની 2020ની (Mcafee Most Dangerous Celebrity list 2020) આંતરાષ્ટ્રીય સૂચિ જાહેર કરી છે.
જેમાં ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલા સ્થાન પર છે જ્યારે બીજા સ્થાન પર બોલિવૂડ અભિનેત્રી તબ્બૂનું નામ છએ. તબ્બૂ હાલમાં જ અ સૂટેબલ બ્યોઝ આધારીત મીરા નાયરની સીઝનમાં નજરે પડી હતી. જ્યારે ત્રીજા સ્થાને થપ્પડ ફિલ્મની અભિનેત્રી તાપસી પન્નુનું નામ છે.
મૈકેફી ઇન્ડિયાના ઉપાધ્યક્ષ અભિયાંત્રિકી અને મેનેજર વેંકટ કુષ્ણાપુર કહ્યું કે ગ્રાહક મફત મનોરંજન અને સુવિધા માટે સુરક્ષાથી સમજૂતી કરે છે. આમ કરીને તે પોતાના ડિઝિટલ જીવનને જોખમમાં મૂકે છે. ગ્રાહકોને સતર્ક રહેવાની જરૂરિયાત છે.
મૈકેફીની સૌથી ખતરનાક સેલેબ્રિટીની 2020ની લિસ્ટમાં ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલા નંબર છે. બીજા નંબરે અભિનેત્રી તબ્બુ છે. ત્રીજા નંબરે તાપસી પન્નુ છે અને ચોથા નંબરે અભિનેત્રી અને નિર્માતા અનુષ્કા શર્મા છે. અને પાંચના નંબરે સોનાક્ષી સિંહા છે.
આ સિવાય છઠ્ઠા નંબરે ગાયક અરમાન મલિક, સાતમાં નંબરે અભિનેત્રી સારા અલી ખાન, આઠમાં નંબરે અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, નવમા નંબરે શાહરૂખ ખાન અને 10માં નંબરે ગાયક અરિજીત સિંહ પણ છે. રમત જગતની દુનિયામાં રોનાલ્ડોને છોડીને મૈકેફીની આ સૂચીમાં 14માં નંબર સુધી ખાલી મનોરંજન અને ગ્લેમર દુનિયાના લોકોથી લિસ્ટ નામ ભરેલું પડ્યું છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર