Home /News /tech /

Svitch એ CSR 762 ઇલેક્ટ્રિક બાઇક કરી લૉન્ચ, રૂ. 40 હજારની મળશે સબસિડી

Svitch એ CSR 762 ઇલેક્ટ્રિક બાઇક કરી લૉન્ચ, રૂ. 40 હજારની મળશે સબસિડી

Svitch CSR 762

Svitch એ રૂ. 40 હજારની સબસિડી (subsidy) સાથે CSR 762 ઇલેક્ટ્રિક બાઇક લૉન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે એક વાર ચાર્જ કર્યા બાદ આ ઈલેક્ટ્રિક મોટરસાઈકલ (Electric bike) 110Km સુધી દોડી શકશે. તેની ટોપ સ્પીડ પણ 120Km/h છે.

    ઈલેક્ટ્રિક બાઇક (Electric bike) નિર્માતા કંપની Svitch MotoCorp આખરે ભારતીય બજારમાં પ્રવેશી છે. કંપનીએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ CSR 762 લોન્ચ કરી છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.65 લાખ છે. બાઇક પર 40 હજાર રૂપિયાની સબસિડી (subsidy) પણ મળે છે. કંપની 2022માં CSR 762 પ્રોજેક્ટમાં રૂ. 100 કરોડનું રોકાણ પણ કરશે. CSR 762 ની ડિઝાઈન ગુજરાતના સિંહોની જેમ કરવામાં આવી છે. અગાઉ, આ બાઇક જુલાઇ-ઓગસ્ટ 2022 સુધીમાં લોન્ચ થવાની ધારણા હતી.

    સિંગલ ચાર્જ પર 110Km રેન્જ
    સ્વિચ CSR 762 ઇલેક્ટ્રિક મોટરસાઇકલ શક્તિશાળી રેન્જ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે એક વાર ચાર્જ કર્યા બાદ આ ઈલેક્ટ્રિક મોટરસાઈકલ 110Km સુધી દોડી શકશે. તેની ટોપ સ્પીડ પણ 120Km/h છે. આ મોટરસાઇકલ 10kW અને 56Nm પીક ટોર્ક બનાવે છે. તેમાં 3.7 kWh લિથિયમ-આયન બેટરી મળે છે જેને સ્વેપ કરી શકાય છે. આમાં ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ CCS (કમ્બાઈન્ડ ચાર્જિંગ સિસ્ટમ) બેટરી ચાર્જરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઇકની ડિઝાઇન પાવરફુલ સ્પોર્ટ્સ બાઇક જેવી લાગે છે.

    કૂલિંગ સિસ્ટમ ઉપલબ્ધ થશે
    CSR 762માં ત્રણ સ્ટાન્ડર્ડ રાઇડિંગ મોડ્સ છે. જેમાં સ્પોર્ટ્સ, રિવર્સ અને પાર્કિંગ મોડ્સ છે. મોટરસાઇકલને 5-ઇંચ TFT કલર ડિસ્પ્લે અને 'થર્મોસિફોન' કૂલિંગ સિસ્ટમ જેવી વિશેષતાઓ સાથે સેન્ટ્રલ ડ્રાઇવ સિસ્ટમ સાથે શક્તિશાળી 3 kW PMS (પરમેનન્ટ મેગ્નેટ સિંક્રોનસ) મોટર મળે છે. આ ઓવરહિટીંગ ઘટાડવામાં મદદ કરે છે. તમને CSR 762 માં વૈભવી, શૈલી અને સ્થિરતાનો અનુભવ મળશે.

    આ પણ વાંચો - Ola અને Atherને ટક્કર આપવા આવી રહી છે Yamaha Neo ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો વિગતો

    કંપની દેશભરમાં ડીલરશીપ ખોલશે
    બાઇકની લૉન્ચ ઇવેન્ટમાં, સ્વિચ મોટોકોર્પના રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે, “અમે CSR762 લૉન્ચ કરતાં અત્યંત ખુશ છીએ. આ બાઇકને બે વર્ષના વિકાસ અને અનેક પ્રોટોટાઇપ બાદ લોન્ચ કરવામાં આવી છે. તેની ડિઝાઇન અને ફીચર્સ ખાસ ભારતીય ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યા છે. અમે હવે ભારતમાં અમારા ડીલરશીપ નેટવર્કને વધુ મજબૂત કરવા પણ વિચારી રહ્યા છીએ. અમે દેશભરમાં 15 થી વધુ ઇલેક્ટ્રિક બાઇક ડીલરશિપ શોરૂમ સાથે જોડાણ કર્યું છે.”
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Auto, Electric scooter, Electric vehicle policy

    આગામી સમાચાર