એક પણ રુપિયો આપ્યાં વગર ઘરે લઇ આવો આ સ્કૂટી, આ છે ઓફર

News18 Gujarati
Updated: July 15, 2019, 11:47 AM IST
એક પણ રુપિયો આપ્યાં વગર ઘરે લઇ આવો આ સ્કૂટી, આ છે ઓફર
કંપની બર્ગમેન સ્ટ્રીટ અને એક્સેસ 125 પર 100 ટકા ફાઇનાન્સની સુવિધા પણ આપે છે.

સુઝુકીએ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે તેમના બે સ્કૂટર Suzuki Burgman Street અને Access 125 પર શાનદાર ઓફર્સ લઇને આવી છે. કંપની આ મોનસૂન સિઝનમાં Love the rain offer હેઠળ આ સ્કૂટ્સ પર મોટી ઓફર આપે છે

  • Share this:
આ મોનસૂન સિઝનમાં સ્કૂટર્સ પર અનેક આકર્ષક ઑફર્સ ચાલી રહી છે. જો તમે પણ કોઈ સ્કૂટર લેવા માંગો છો, તો આ તમારા માટે એક યોગ્ય સમય છે. સુઝુકીએ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે તેમના બે સ્કૂટર સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ અને એક્સેસ 125 પર દમદાર ઑફર્સ રજૂ કરી છે. કંપની આ મોનસૂન સિઝનમાં 'લવ ધ વરસાદ ઓફર' હેઠળ આ સ્કૂટ્સ પર મોટી ઓફર આપી રહી છે.

આ છે ઑફર્સ

આ ઓફર હેઠળ સરકારી કર્મચારીઓને 2000 રૂપિયાની છૂટ મળી રહી છે. સાથે જ તમે એક પણ પૈસા આપ્યા વગર તમારા ઘર સ્કૂટી લઇ જઇ શકો છો. તેનો અર્થ એ છે કે કંપની બર્ગમેન સ્ટ્રીટ અને એક્સેસ 125 પર 100 ટકા ફાઇનાન્સની સુવિધા પણ આપે છે. ફાયનાન્સ માટે તમારે વધુ મુશ્કેલી ન થાય તેના માટે પર ઓન ધ સ્પૉટ એપ્રૂવલની સુવિધા આપવામાં આવી રહી છે. ઉપરાંત જો તમે પેમેન્ટ માટે પેટીએમનો ઉપયોગ કરો છો તો તમે 8,500 રૂપિયા સુધી બચત કરી શકો છો. આ ઓફર સિલેક્ટર અને લિમિટેડ સ્ટોક માટે જ છે. જો તમે આ ઓફરનો લાભ ઉઠાવવા માંગો છો તમારી પાસે 31 જુલાઇ 2019 સુધીનો જ સમય છે.

suzuki great offers

બર્ગમેન સ્ટ્રીટની કિંમતની વાત કરીએ તો આ 125 સીસી, 4 સ્ટ્રોક એર કૂલ્ડ એન્જિનવાળા સ્કૂટરની કિંમત 69,208 રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) છે. ઍક્સેસ 125ના ચાર વેરિયન્ટ છે, જેની અલગ -અલગ કિંમત છે.

આ પણ વાંચો : 1000 રુપિયામાં બૂક કરો દેશની પહેલી ઇલેક્ટ્રિક બાઇક, તમારા અવાજથી થશે શરુ

તેમાં ડ્રમ બ્રેક વેરિયેન્ટની કિંમત 55,977 રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી), ડિસ્ક બ્રેક વેરિયન્ટની કિંમત 58,350 રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી), ડ્રમ બ્રેક વેરિયન્ટ સીબીએસની કિંમત 57,219 રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) અને ડિસ્ક બ્રેક વેરિયન્ટ વિ સબીએસની કિંમત 60,188 રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) છે.
First published: July 15, 2019
વધુ વાંચો
अगली ख़बर