ખબર છે પોતાના પાર્ટનરનો ફેસબુક પાસવર્ડ? સર્વેમાં થયો જોરદાર ખુલાસો

News18 Gujarati
Updated: February 7, 2018, 1:01 PM IST
ખબર છે પોતાના પાર્ટનરનો ફેસબુક પાસવર્ડ? સર્વેમાં થયો જોરદાર ખુલાસો
News18 Gujarati
Updated: February 7, 2018, 1:01 PM IST
કહેવામાં આવે છે કે પાર્ટનર સાથે બધી વાતો શેર નથી કરી શકાતી. એકબીજાને પર્સનલ સ્પેસ આપવામાં આવે છે જેનાથી કોઈપણ એકબીજાના થોડા ઘણાં મામલામાં ઈન્ટરફેર ન કરે. આ લિસ્ટમાં કેટલાક લોકોના પાસવર્ડ પણ આવી જાય છે. કેટલાક લોકો પોતાના પાસવર્ડ પાર્ટનર સાથે શેર નથી કરતા. એક સર્વે પ્રમાણે 84 ટકા ભારતીયો પોતાના પાર્ટનર સાથે પાસવર્ડ શેર કરે છે.

જો કે 89 ટકા ભારતીયોનું માનવું છે કે સંબંધમાં અંગતતા જરૂરી છે, પરંતુ 84 ટકા લોકો પોતાના સાથી સાથે પોતાનો પાસવર્ડ અને પીન નંબર શેર કરે છે. મૈકેફે દ્વારા કરાયેલ એક અભ્યાસમાં આ જાણકારી મળી રહી છે. અભ્યાસ પ્રમાણે 77 ટકા ભારતીયોનું માનવું છે કે ટેક્નોલોજીનો પ્રયોગ તેમના સંબંધનો ભાગ છે. જ્યારે 67 ટકાનું માનવું છે કે તેમના કરતાં તેમનો પાર્ટનર વધારે ઈન્ટરનેટ સાથે જોડાયેલ ડિવાઈસોમાં રૂચી લે છે.

મૈકેફીના પ્રબંધ નિદેશક અને ઉપાધ્યક્ષ (એન્જીનીયરીંગ) વેંકટ કૃષ્ણાપુરે એક નિવેદનમાં કહ્યું કે, 'આજની લાઈફસ્ટાઈલમાં દૈનિક ગતિવીધિઓ અને ગ્રાહકો સાથે સંપર્ક ટેક્નોલોજી અને એપ્સના માધ્યમથી થાય છે. આપણે જરૂરથી વધારે જાણકારીઓ શેર કરીએ તો સતર્ક રહેવું જોઈએ.'

આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ચાર ભારતીયમાંથી ત્રણ (75 ટકા)ને પોતાના સાથીનું ધ્યાન મેળવવા માટે તેમની ડિવાઈસની શીખવી પડી. મોટાભાગના વયસ્કોએ કહ્યું કે આવું ઘણીવાર થયું છે.
First published: February 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...