ફેસબુક મેસેન્જરમાં આવ્યા 3 નવા ફીચર્સ, ક્વિક રીપ્લાય સાથે કરી શકાશે પેમેન્ટ

ફેસબુક મેસેન્જરમાં આવ્યા 3 નવા ફીચર્સ, ક્વિક રીપ્લાય સાથે કરી શકાશે પેમેન્ટ
ફેસબુક મેસેન્જરના નવા ફીચર્સમાં QR કોડ સાથે પેમેન્ટ, ક્વિક રીપ્લાય બાર અને નવી ચેટ થીમ્સ સામેલ છે

ફેસબુક મેસેન્જરના નવા ફીચર્સમાં QR કોડ સાથે પેમેન્ટ, ક્વિક રીપ્લાય બાર અને નવી ચેટ થીમ્સ સામેલ છે

  • Share this:
નવી દિલ્હી. સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકે (Facebook) તેના મેસેન્જર (Messanger)માં 3 નવા ફીચર્સ ઉમેર્યા છે. આ ફીચર્સમાં QR કોડ સાથે પેમેન્ટ (QR Code Payment), ક્વિક રીપ્લાય બાર (Quick Reply Bar) અને નવી ચેટ થીમ્સ (Chat Themes) સામેલ છે. આ નવા ફિચર્સ આવ્યા પછી યુઝરને ફેસબુક મેસેન્જર (Facebook Messanger) પર વધુ સુવિધાઓ મળશે. આ ઉપરાંત તાજેતરની વાર્ષિક ડેવલપર મીટિંગમાં ફેસબુકે કહ્યું હતું કે કંપની ટૂંક સમયમાં ફેસબુક વિડીયો કોલ્સમાં AR-બેસ્ડ ફિલ્ટર્સનો સમાવેશ કરશે. આ નવું ફીચર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં આપવામાં આવશે. તો ચાલો તમને આ ત્રણ સુવિધાઓ વિશે વિગતવાર જણાવીએ.

QR કોડ અને પેમેન્ટ લિંકતમને જણાવી દઈએ કે અમેરિકામાં ફેસબુક મેસેન્જર દ્વારા પેમેન્ટ સુવિધા પહેલેથી જ ચાલુ કરી દેવાઈ છે. આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર્સ તેમના મેસેંજરથી ક્યૂઆર કોડ સ્કેન કરીને અન્ય વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ માટે યુઝરને ફેસબુક અથવા કોઈ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં, અથવા ચુકવણી કરતી વખતે કોઈ કોન્ટેક્ટ એડ કરવો પડશે નહીં. તેનો ઉપયોગ કરવા માટે યુઝરે પોતાનો ક્યૂઆર કોડ બીજા વ્યક્તિને મેસેન્જર સેટિંગ્સમાં ફેસબુક પે દ્વારા મોકલવો પડશે, જ્યાંથી પૈસા મોકલી શકાય છે અથવા લઈ શકાય છે.

આ પણ વાંચો, પાકિસ્તાનમાં રસ્તા પર ફરી-ફરીને આઇસ્ક્રીમ વેચી રહ્યા છે ‘ટ્રમ્પ’, વાયરલ વીડિયોએ અમેરિકામાં મચાવ્યો હોબાળો

ક્વિક રીપ્લાય બાર

મેસેન્જરના આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર્સ ઝડપથી તેમની ચેટ્સમાં મોકલેલા ફોટા અથવા વિડીયોનો જવાબ આપી શકે છે. આ માટે યુઝર્સે તે ફોટા અથવા વિડીયો પર ટેપ કરવું પડશે જ્યાં ક્વિક રિસ્પોન્સ વિન્ડો ખુલશે.

આ પણ જુઓ, ...જ્યારે ક્રિકેટર રોહિત શર્મા હોટલની રૂમમાં જ ભૂલી ગયો હતો Wedding Ring! જાણો બાદમાં શું થયું

નવી ચેટ થીમ

ફેસબુકે મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ પર નવી ચેટ થીમ્સ ઉમેરી છે. આ નવી થીમ્સમાં OLIVIA'S ન્યુ આલ્બમ, સાવર, વર્લ્ડ ઓશિયન ડેઝ અને F9 ચેટ થીમ શામેલ છે. આ થીમ્સનો ઉપયોગ કરવા માટે યુઝર્સે ચેટ સેટિંગ્સ પર જવું પડશે અને મનગમતી થીમ પર ટેપ કરવું પડશે.
Published by:News18 Gujarati
First published:June 12, 2021, 12:51 IST

ટૉપ ન્યૂઝ