YouTube દ્વારા લોન્ચ કરાયું સુપર થેન્ક્સ ફીચર, ક્રિએટર્સ આવી રીતે કમાઈ શકશે પૈસા

YouTube દ્વારા લોન્ચ કરાયું સુપર થેન્ક્સ ફીચર, ક્રિએટર્સ આવી રીતે કમાઈ શકશે પૈસા
YouTube Super Thanks Feature : સુપર થેન્ક્સ ફીચર 68 દેશોમાં ક્રિએટર્સ અને યૂઝર્સ માટે ડેસ્કટોપ અને મોબાઈલ ડિવાઇસમાં ઉપલબ્ધ છે

YouTube Super Thanks Feature : સુપર થેન્ક્સ ફીચર 68 દેશોમાં ક્રિએટર્સ અને યૂઝર્સ માટે ડેસ્કટોપ અને મોબાઈલ ડિવાઇસમાં ઉપલબ્ધ છે

  • Share this:
નવી દિલ્હી : યુટ્યુબ (YouTube) દ્વારા વીડિયો ક્રિએટર્સ (Super Thanks)ને ફાયદો થઈ શકે તે માટે સુપર થેન્ક્સ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા ફિચરના માધ્યમથી યૂઝર્સ પોતાની મનગમતી યુટ્યુબ ચેનલને ટીપ આપી શકશે.

ઉલ્લેખનીય છે કે, યુટ્યુબ 2017થી સુપર ચેટ અને 2019થી સુપર સ્ટીકર્સ જેવી સુવિધાઓ આપે છે. સુપર ચેટ એ એક હાઈલાઇટ કરેલો મેસેજ હોય છે, જે ક્રિએટરનું ધ્યાન આકર્ષિત કરવા અન્ય યૂઝર્સથી અલગ દેખાય છે. જ્યારે સુપર સ્ટીકર્સના માધ્યમથી યૂઝર્સ લાઇવ સ્ટ્રીમ્સ અને પ્રીમિયર દરમિયાન ક્રિએટર્સ પાસેથી સ્ટીકરો ખરીદી શકે છે. હવે વધુ એક સુવિધા સુપર થેન્ક્સનો પણ સમાવેશ થઈ ગયો છે.



કઈ રીતે કામ કરશે સુપર થેન્ક્સ?

યુટ્યુબના યૂઝર્સ કોઈ ક્રિએટર - ચેનલ પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરવા કે સમર્થન આપવા માટે સુપર થેન્ક્સ ખરીદી શકશે. તેઓને એનિમેટેડ GIF જોવા મળશે. તેમજ એક અલાયદી કલરફુલ કોમેન્ટનો વિકલ્પ પણ આવા યૂઝરને આપવામાં આવશે. ક્રિએટર તેનો જવાબ સરળતાથી આપી શકે છે. સુપર થેન્ક્સ અત્યારે 2 અને 50 અમેરિકન ડોલરમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો - ‘જો રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના કોચ બનવા ઇચ્છે તો રવિ શાસ્ત્રીને મળશે જોરદાર ટક્કર’

68 દેશોમાં ઉપલબ્ધ છે ફીચર

સુપર થેન્ક્સ ફીચર 68 દેશોમાં ક્રિએટર્સ અને યૂઝર્સ માટે ડેસ્કટોપ અને મોબાઈલ ડિવાઇસમાં ઉપલબ્ધ છે. ક્રિએટર્સ કેટલાક નિર્દેશોનું પાલન કર્યા બાદ અર્લી એક્સેસ છે કે નહીં તે તપાસી શકે છે. જો અત્યારે તેઓને આ સુવિધા ન મળતી હોય તો યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ હેઠળ ચાલુ વર્ષના અંત સુધીમાં આ સુવિધા મળવા લાગશે.

ક્રિએટર્સ પાસે પૈસા કમાવવાનો વધુ એક વિકલ્પ

યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર નિલ મોહને કહ્યું હતું કે, ક્રિએટર્સ પોતાની આવકમાં વિવિધતા લાવી શકે તે માટે અમે યુટ્યુબમાં નવી પદ્ધતિની તલાશમાં જ રહીએ છીએ. જેથી હું સુપર થેન્ક્સના લોન્ચિંગને લઈ ઉત્સાહિત છું. આ સુવિધાથી ક્રિએટર્સને પૈસા કમાવવાની વધુ એક તક મળી છે. તેમજ યૂઝર્સ સાથે તેમનો સંબંધ વધુ મજબૂત થશે.
Published by:News18 Gujarati
First published:July 22, 2021, 17:13 IST

ટૉપ ન્યૂઝ