Super Flash Sunday sale: Redmiથી Realme સુધી આ પાંચ સ્માર્ટફોનને ખરીદો ઓછી કિંમતમાં

ગ્રાહકો આ સેલમાં Redmi K20 Pro, Redmi K20, Realme X, Realme 3i અને Redmi 7A ને ડિસ્કાઉન્ટમાં ખરીદી શકશે.

News18 Gujarati
Updated: July 28, 2019, 10:12 AM IST
Super Flash Sunday sale: Redmiથી Realme સુધી આ પાંચ સ્માર્ટફોનને ખરીદો ઓછી કિંમતમાં
ગ્રાહકો આ સેલમાં Redmi K20 Pro, Redmi K20, Realme X, Realme 3i અને Redmi 7A ને ડિસ્કાઉન્ટમાં ખરીદી શકશે.
News18 Gujarati
Updated: July 28, 2019, 10:12 AM IST
ફ્લિપકાર્ટ પર આજે સુપર ફ્લેશ સન્ડે સેલ મૂકવામાં આવ્યો છે. આ સેલમાં તાજેતરમાં લોન્ચ કરવામાં આવેવા 5 ઇંચના ઘાંસૂ ફોન ખરીદી શકાય છે. આ એક ફ્લેશ સેલની શરુઆત આજે બપોરે 12 વાગ્યે શરૂ થશે. ગ્રાહકો રેડમી કે 20 પ્રો, રેડમી કે 20, રિઅલમી એક્સ, રિઅલમી 3 આઇ અને રેડમી 7 એ ને ડિસ્કાઉન્ટ પર ખરીદી શકશે. ચાલો જાણીએ શું છે આ ઓફર.

K20 Series

આ સેલમાં રેડમી કે 20 અને રેડમી કે 20 પ્રો ખરીદવાની તક આપવામાં આવી રહી છે. રેડમી કે 20 ના 6 જીબી + 64 જીબી વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા અને 6 જીબી + 128 જીબી 23,999 રૂપિયા રાખવામાં આવી છે. રેડમી કે 20 પ્રોની 6 જીબી + 128 જીબીની કિંમત 27,999 અને 8 જીબી + 256 જીબીની કિંમત 30,999 રુપિયા છે.



આ પણ વાંચો : પાવરફૂલ બેટરી અને મોટી સ્ક્રીન સાથે લોન્ચ થયો Vivo Y90, કિંમત છે 6990 રપિયા

ફોનની ખરીદી પર ગ્રાહકો આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન માટે 1000 રૂપિયાની છૂટનો લાભ લઈ શકે છે.
Loading...

Redmi 7A

શિયોમીનો લેટેસ્ટ ફોન રેડમી 7 એ ના 16 જીબી વેરિઅન્ટ્સને 5,999 રૂપિયામાં અને 32 જીબી વેરિએન્ટની કિંમત 6,199 રૂપિયા હશે. હાલમાં આ બંને સ્માર્ટફોનમાં 200 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી છે.



Reame 3i

રિઅલમી 3 આઇના બજેટ ફોનની વાત કરીએ તો ફ્લિપકાર્ટના સુપર ફ્લેશ સેલ પર તેના 3 જીબી + 32 જીબી વેરિએન્ટને 7,999 રૂપિયા અને 4 જીબી + 64 જીબી વેરિએન્ટ્સને 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ગ્રાહકો ડાયમંડ બ્લુ અને ડાયમંડ રેડ કલર વિકલ્પમાં ખરીદી શકશે.



Realme X
રિયાલિટી X ની કિંમત 4GB + 128GB વેરિએન્ટ માટે 16,999 રૂપિયા અને 8GB + 128GB વેરિએન્ટ્સ માટે 19,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો આ સ્માર્ટફોનને પોલર વ્હાઇટ અને સ્પેસ બ્લૂ કલરના વિકલ્પમાં ખરીદી શકે છે.
First published: July 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...