Jioના 98થી લઈને 2020 રૂપિયા સુધીના પાંચ પ્લાન, જાણો કયો પ્લાન સારો અને સસ્તો?

Jioના 98થી લઈને 2020 રૂપિયા સુધીના પાંચ પ્લાન, જાણો કયો પ્લાન સારો અને સસ્તો?
આ પ્લાનને જિયો એ ‘Affordable Pack’ ની કેટેગરીમાં શામેલ કર્યું છે

આ પ્લાનને જિયો એ ‘Affordable Pack’ ની કેટેગરીમાં શામેલ કર્યું છે. 98 રૂપિયા ના આ પ્લાનમાં.....

  • Share this:
    ચાલો આપને જણાવીએ Jio નો કયો પ્લાન સારો છે? 98થી લઈને 2020રૂપિયા સુધીના પાંચ પ્લાન

    jio 98 rupees plan-


    આ પ્લાનને જિયો એ ‘Affordable Pack’ ની કેટેગરીમાં શામેલ કર્યું છે. 98 રૂપિયા ના આ પ્લાનમાં જિયોથી જિયો નેટવર્ક પર ફ્રી કૉલિંગ (unlimited free calling) મળશે. આ પ્લાન સાથે 10 રૂ.નું ટૉપ-અપ પણ જોડવામાં આવ્યું છે, જે અન્ય નેટવર્ક પર કૉલ કરવા માટે મળશે. આ બાદ આ પ્લાનની કિંમત 108 રૂ. થઈ જાય છે. તેમજ જો જિયો સિવા. અન્ય કોઈ નેટવર્ક નેટવર્ક પર કૉલ કરશો તો, તો તે માટે 240 ICU મિનિટ મળશે.

    Reliance Jio 129 Rupees plan-
    Reliance Jioના આ પ્લાનમાં 28 દિવસોની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં કંપની દ્વારા 2 જીબી 4G ઈન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યા છે, જે આખા મહિના સુધી વેલિડ રહેશે. એટલે કે આ પ્લાનમાં યૂઝર્સને પ્રતિદિનના હિસાબે ડેટા આપનવામાં નહીં આવે. આ સાથે 129 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને આખા મહિના માટે કુલ 300 SMS પણ મળશે. તો જો તમે ઈન્ટરનેટનો વધુ ઉપયોગ ન કરતા હોવ, તો આ પ્લાન તમારા માટે ઘણો શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

    કૉલિંગની વાત કરીએ તો Reliance Jio ના આ પ્લાનમાં યૂઝર્સને કંપની તરપથી ઑન-નેટવર્ક એટલે કે Jioથી Jio નંબર પર વૉઈસ કૉલિંગ સંપૂર્ણ ફ્રી આપવામાં આવી રહ્યું છે. અને અન્ય નેટવર્ક માટે 1000 મિનિટ મળશે.

    Jio ના 98 થી લઈને 2020 રૂપિયા સુધીના પાંચ પ્લાન


    Reliance Jio 149 Rupees Plan-
    આ પ્લાનમાં જિયોથ જિયો અનલિમિટેડ કૉલિંગની સાથે દરરોજ 1 જીબી ડેટા ફ્રી મળે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે, તેનો અર્થ એ છે કે વેલિડિટી દરમિયાન કુલ 24 જીબી ડેટા યૂઝર્સને મળશે. જિયોથી જિયો પર કૉલિંગ અનલિમિટેડ રહેશે, અન્ય નેટવર્ક માટે 300 નૉન જિયો FUP મિનિટ મળશે. તેમજ રોજ 100 SMS પણ મળશે.

    Reliance Jio 599 Rupees Plan-
    આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળશે. આ દરમિયાન દરરોજ 2 જીબી ડેટા સાથે સાથે જિયોથી જિયો ફ્રી કૉલિંગ અને અન્ય નેટવર્ક પર 3000 નૉન જિયો FUP મિનિટ મળે છે. તેમજ આખી વેલિડિટી પીરિયડ દરમિયાન યૂઝર્સને કુલ 168 જીબી ડેટા મળશે. આ સાથે રોજ 100 SMS પણ મળશે.

    Jio નો કયો પ્લાન સારો?


    Reliance Jio 2020 Yearly Plan-
    2020 રૂપિયાના આ પ્લાનમાં 'અનલિમિટેડ' સર્વિસ મળશે. આ વેલિડિટી એક વર્ષની રહેશે. 2020 હેપી ન્યૂ યર ઑફરમાં રિલાયન્સ જિયો અનલિમિટેડ કૉલિંગ (જિયોથી જિયો ફ્રી કૉલિંગ અને અન્ય નેટવર્ક પર120000 નૉન જિયો FUP મિનિટ)ની સાથે, દર રોજ 1.5જીબી ડેટા અને 100 SMSની સુવિધા આપે છે. આ રીતે તેમાં 365 દિવસ માટે કુલ 547.5 GB ડેટા મળે છે. અન્ય પ્લાનની જેમ તેમાં પણ જિયો એપ્સનું સબ્સક્રિપ્શન સાથે આવે છે.

    વાછૂટના કારણે આવતી ગંધથી છૂટકારો જોઈએ છે? તો આ રીતે કરો દિવેલનો ઉપયોગ

    17 દિવસ ચાલે છે Xiaomiના આ સસ્તા ફોનની બેટરી, 8 જાન્યુઆરી સુધી મળશે મોટી છૂટ

    લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ

    હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે

    અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
    Published by:News18 Gujarati
    First published:January 05, 2020, 11:32 am

    ટૉપ ન્યૂઝ