Home /News /tech /Summer Car Care: કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો પોતાની કારનું ધ્યાન, ક્યારેય નહીં થાય પ્રોબ્લેમ

Summer Car Care: કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો પોતાની કારનું ધ્યાન, ક્યારેય નહીં થાય પ્રોબ્લેમ

લાંબા સમય સુધી વધારે તાપમાનના સંપર્કમાં આવવાથી તમારી કારને નુકસાન થઈ શકે છે.

Summer Car Care: જો તમે અવારનવાર આકરા તડકામાં ટ્રાવેલ કરો છો કે બહાર કાર પાર્ક કરો છો તો તમારે કારનું વધુ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, ગરમીને લીધે તમારી કારમાં અનેક પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે. અહીં જણાવેલી ટિપ્સ ફોલો કરીને તમે પોતાની કારને બિલકુલ સુરક્ષિત રાખી શકો છો.

વધુ જુઓ ...
  Summer Car Care: ભારતના કેટલાય પ્રદેશો લૂની ચપેટમાં છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ ખૂબ વધારે છે. આવી કાળઝાળ ગરમીમાં તાપનો સામનો કરવો માત્ર આપણા માટે જ નહીં, પરંતુ વાહનો માટે પણ એક પડકાર છે. એવામાં તડકામાં કારને પાર્ક કરવી અને ભરબપોરે ટ્રાવેલ કરવાથી આપણી કાર પર નકારાત્મક અસર પડી શકે છે. લાંબા સમય સુધી વધારે તાપમાનના સંપર્કમાં આવવાથી તમારી કારને નુકસાન થઈ શકે છે.

  જો તમે અવારનવાર આકરા તડકામાં ટ્રાવેલ કરો છો કે બહાર કાર પાર્ક કરો છો તો તમારે કારનું વધુ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, ગરમીને લીધે તમારી કારમાં અનેક પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે. અહીં જણાવેલી ટિપ્સ ફોલો કરીને તમે પોતાની કારને બિલકુલ સુરક્ષિત રાખી શકો છો.

  આ પણ વાંચો: આ છે સૌથી વધુ માઇલેજ આપતી 5 સસ્તી ડીઝલ કાર, જુઓ પૂરી લિસ્ટ

  તડકામાં પાર્ક કરતી વખતે રાખો ધ્યાન

  કારને હંમેશા છાયામાં પાર્ક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ એવું શક્ય ન હોય, તો વિન્ડોને થોડી નીચે રાખો, જેથી ક્રોસ-વેન્ટીલેશન થાય અને કેબિનથી ગરમ હવા સરળતાથી નીકળી શકે. આ ઉપરાંત તડકામાં કાર પાર્ક કરતી વખતે તમે સન શેડનો ઉપયોગ પણ કરી શકો છો.

  એસીની સર્વિસ કરાવો

  ગરમીમાં કાર માલિકોની એક સામાન્ય ફરિયાદ રહે છે કે તેમની કારના એર કંડિશનરને કેબિન ઠંડી કરવામાં બહુ સમય લાગે છે. તમારી એસી ગમે તેટલી પાવરફુલ કેમ ન હોય, કારમાં રહેલી ગરમીને કારણે તેમાં સમય લાગે છે, ખાસ કરીને જ્યારે સીધા તાપમાં તેને પાર્ક કરવામાં આવી હોય. તેનાથી બચવા માટે તમે જ્યારે કારમાં બેસો, તો પહેલા બારીઓને નીચે રોલ કરો.

  આ પણ વાંચો: Photos માં જુઓ નવી Nexon EV Max ની ખૂબસૂરતી! આકર્ષક, લક્ઝરી ફીચર્સ ધરાવે છે આ SUV

  ટાયર પ્રેશર મેઇન્ટેન કરો

  તમારે સમયાંતરે પોતાની કારનું ટાયર પ્રેશર ચેક કરાવવું જોઈએ. કારણ કે, ગરમીના દિવસોમાં ટાયરમાં જો પ્રેશર વધુ રહેશે તો ટાયર ફાટવાની શક્યતા વધુ રહેશે. તો ગરમીમાં ટાયર પ્રેશર ઓછું રાખવું જોઈએ. કાર ચલાવતી વખતે ટાયર્સ અને સડક વચ્ચે ઘર્ષણ થાય છે, તેનાથી હીટ જનરેટ થાય છે. જો તમારા ટાયરનું પ્રેશર વધુ હશે તો તેનાથી ટાયર ફાટી શકે છે.

  કૂલન્ટ ચેક કરતા રહો

  કૂલન્ટ કારને ઠંડી રાખવાનું કામ કરે છે. એટલા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઉનાળામાં કારમાં કૂલન્ટની માત્રા યોગ્ય હોવી જોઈએ. ઘણીવાર લોકો કૂલન્ટને બદલે રેડિયેટરમાં પાણીનો ઉપયોગ કરે છે, જે થોડા સમય માટે સારું છે, પરંતુ જો લાંબુ અંતર કાપવાનું હોય, તો તે નુકસાનકારક બની શકે છે.

  રેડિએટર ફેન ચેક કરતા રહો

  કારના રેડિએટર સાથે લગાવેલા ફેનને પણ ચેક કરો. કારણ કે ઘણી વખત ફેન ન ચાલે તો કાર વધુ ગરમ થઈને બંધ થઈ જાય છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Auto, Auto news, Car Bike News, Cars, Gujarati tech news, Summer tips, Technology news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन