ચેતજો : ઉનાળામાં ફૂડ પોઇઝનિંગનો શિકાર થવાનો છે ખતરો, આટલી બાબતોનું રાખો ધ્યાન

ચેતજો : ઉનાળામાં ફૂડ પોઇઝનિંગનો શિકાર થવાનો છે ખતરો, આટલી બાબતોનું રાખો ધ્યાન
પ્રતિકાત્મક તસવીર સૌજન્ય : શટરસ્ટોક્સ

આ માટે ૠતુ આધારિત ખોરાકમાં બદલાવ કરવા જોઈએ. હેલ્થલાઈનના મત મુજબ સામાન્ય રીતે વાસી અથવા બગડી ચૂકેલા ખોરાકના કારણે લોકો બેક્ટેરિયા, વાયરસ પેટમાં જાય છે

  • Share this:
ઉનાળાની શરૂઆત સાથે ફૂડ પોઇઝનિંગનું જોખમ પણ વધી રહ્યું છે. તાપમાનમાં વધારાના કારણે અનેક ખાદ્ય પદાર્થ બગડી જાય છે. જેથી તેમાં ઘણી પ્રકારના જીવાણું ઝડપથી ઉભા થાય છે. જેના પરિણામે ફૂડ પોઇઝનિંગ થાય છે, એટલે કે ખોરાક ઝેરી થઈ જાય છે.

ઉનાળામાં બહારના ખોરાકની ગુણવત્તા અને તાજગીનું ધ્યાન રાખવું જોઈએ. દેશમાં ઘણા પરિવાર એવા છે કે, જેઓ વાસી ખાદ્ય પદાર્થોને ફેંકવાની જગ્યાએ ખાઈ લેવામાં આવે છે. જેથી ફૂડ પોઇઝનિંગ થઈ જતું હોય છે.આ માટે ૠતુ આધારિત ખોરાકમાં બદલાવ કરવા જોઈએ. હેલ્થલાઈનના મત મુજબ સામાન્ય રીતે વાસી અથવા બગડી ચૂકેલા ખોરાકના કારણે લોકો બેક્ટેરિયા, વાયરસ પેટમાં જાય છે. તેનાથી ફૂડ પોઇઝનિંગ થાય છે. આવા કિસ્સામાં ઝાડા, પેટમાં દુઃખાવો, ઉલટી, તાવ, નબળાઈ, ચક્કર આવવા જેવી સમસ્યાઓ ઉદભવે છે. ઉનાળો આવતા જ આ તકલીફો શરૂ થાય છે.

• આ બાબતોનું રાખો ધ્યાન

રાંધેલો ખોરાક વારંવાર ગરમ કરીને ખાવો નહી. આવું કરવાથી પેટમાં નુકસાન થાય છે.

ઘરમાં પાળેલા જાનવરોને તમારા ખોરાકથી દૂર રાખો. જાનવરોના રહેલા બેક્ટેરિયા ભોજન અને પાણીને દૂષિત કરી નાખે છે.

શક્ય હોય ત્યાં સુધી વાસી ખોરાક ટાળો.

ઉનાળામાં ખોરાકને ઢાંકીને રાખો અને ફ્રિજમાં ખોરાક સંગ્રહિત કરો.

ફૂગ અથવા બેક્ટેરિયા સૂકા મસાલા અને અનાજમાં વિકસી શકે છે તેથી તેમની જાળવણી પર ધ્યાન આપો.

નાસ્તા, સ્નેક્સ, બિસ્કીટને ફક્ત એર ટાઇટ બોક્સમ રાખો. ભીના હાથથી તેને અડશો નહીં.

ડબ્બામાં રખાયેલા ખોરાકની એક્સપાયરી ડેટ તપાસતા રહો. જૂનાં મસાલા ખરાબ થઈ શકે છે માટે એક્સપાયરી ડેટનું ધ્યાન રાખો.

લોટ અને ચણાના લોટને એર ટાઈટ ડબ્બામાં રાખો. બાંધેલા લોટને ફ્રીઝમાં બંધ કરીને રાખો.

રોટલી બનાવતી વખતે સમાન વધે તો તેને સ્ટોર કરશો નહીં. ભેજને લીધે, બાકીનો લોટ ખરાબ થઈ શકે છે.

ટામેટાં, તડબૂચ, નારંગી, દહીં, દૂધ વગેરે ફ્રિજમાં સંગ્રહિત કરો.

ઉનાળાની ઋતુમાં દહીં અને ખાંડને બહાર ખાવાનું ટાળો.

છરીને સાફ કરીને સાફ ઉપયોગ કરો. ભોજન પહેલાં અને પછી સાબુથી હાથ ધોવા જોઈએ.

ફ્રિજમાં કાચા માંસને રાંધેલા ખોરાકથી દૂર રાખો. જેના બેક્ટેરિયા રાંધેલા ખોરાકને અસર કરી શકે છે.

ચોપિંગ બોર્ડ એટલે કે કાપવાની જગ્યા, વેલણ જેવી લાકડામાંથી બનેલી વસ્તુઓની સાફસફાઈ રાખવી જોઈએ. સૂકવવા જોઈએ નહિંતર ભેજના કરને ફૂગ લાગી જશે.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય જ્ઞાન ઉપર આધારિત છે. News18 આની પુષ્ટિ કરતું નથી. જાણકારી ઉપર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતોનો સંપર્ક કરો.)
Published by:News18 Gujarati
First published:April 05, 2021, 18:16 pm

ટૉપ ન્યૂઝ