Home /News /tech /સારા સમાચારઃ Hydrogen Fuelથી ચાલતી દેશની પહેલી કારનું સફળ ટ્રાયલ, પ્રદૂષણની નહીં રહે ચિંતા
સારા સમાચારઃ Hydrogen Fuelથી ચાલતી દેશની પહેલી કારનું સફળ ટ્રાયલ, પ્રદૂષણની નહીં રહે ચિંતા
કારની તસવીર
માનવામાં આવી રહ્યું છે કે આ ટેક્નિક બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે અત્યધિક કારગર સાબિત થશે. કારણે મોટા વાહનોને ચલાવવા માટે વધારે ઉર્જાની જરૂરત રહેશે.
નવી દિલ્હીઃ દેશમાં વાયુ પ્રદૂષણ (Air Pollution)ને લઈને છાસવારે વિવાદ સર્જાતો હોય છે. વાયુ પ્રદૂષણ માટે રસ્તાઓ ઉપર સતત વડી રહેલા વાહનોને જવાબદાર ગણાવવામાં આવે છે. આવી સ્થિતિમાં વાયુ પ્રદૂષણ અને ગ્રીન હાઉસ ગેસોના (Greenhouse Gases) ઉત્સર્જનને ઓછું કરવા માટે ઝડપથી ઉછી રહી છે. આવી સ્થિતિ વચ્ચે વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) અને કેપીઆઈટી ટેક્નોલોજીએ હાઈડ્રોજન ઈંધણ સેલથી (HFC) ચાલતી પહેલી પ્રોટોટાઈપ કારનું સફળ પરીક્ષણ કર્યું છે. શનિવારે રજૂ થયેલા નિવેદનમાં આ જાણકારી આપી હતી.
હાનિકારક ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઘટાડો થશે ઉલ્લેખનીય છેકે એચએફસી સંપૂર્ણ પણે દેશમાં વિકસિત કરવામાં આવેલા ઈંધણ સેલ સ્ટેક છે. એચએફસી ટેક્નોલોજી વિદ્યુથ ઉર્જા ઉત્પન્ન કરવા માટે હાઈડ્રોજન અને ઓક્સીજન વચ્ચે હવાથી રાસાયનિક પ્રક્રિયાઓનો ઉપોયગ કરે છે અને જીવાશ્મ ઈંધણના ઉપયોગને સમાપ્ત કરે છે. ઈંધણ સેલ ટેક્નોલોજ માત્ર પાણી છોડે છે. આ પ્રકારે અન્ય વાયુ પ્રદૂષણની સાથે હાનિકારક ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.
ઈંધણ સેલ સ્ટેકનો મતલબ ઉર્જા પેદા કરનારા બેક્ટેરિયાથી છે. તેમને એકત્ર કરવા માટે વધારે જગ્યાની જરૂર પડતી નથી. આને સાત સીટોવાળી કારમાં આસાનીથી ફિટ કરી શકાય છે. આ ટેક્ટિક 65-75 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર પણ કામ કરે છે. જે વાહન ચલાવતી વખતે પેદા થનારી ગરમીને સહન કરી શકે છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે CSIR અને KPITએ 10 કિલોવોટની ઈલેક્ટ્રિક બેટરી તૈયાર કરી છે. એચએફસી ટેક્નોલોજીનો ઉપયોગ જેમ જેમ વધશે તેમ તેમ પ્રદૂષણનું સ્તર ઓછું થશે. દુનિયા એક સાફ સુધરી જગ્યા બની જશે. પરીક્ષણ માટે બેટરીથી ચાલનારી ઈલેક્ટ્રિક કારમાં ઈંધણ સેલને ફિટ કરવામાં આવ્યા હતા.
નાની બેટરીથી મોટી માત્રામાં વિદ્યુત ઉર્જા માનવામાં આવી રહ્યું છે કે આ ટેક્નિક બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે અત્યધિક કારગર સાબિત થશે. કારણે મોટા વાહનોને ચલાવવા માટે વધારે ઉર્જાની જરૂરત રહેશે. એચએપસી ટેક્નોલોજી નાની બેટરીથી મોટા પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પાદન થશે.
કેપીઆઈટીના ચેરમેન રવિ પંડિતે કહ્યું કે આ ટેક્નોલોજીનો સારું ભવિષ્ય છે. આના સ્વદેશી વિકાસના કારણે પહેલા વધારે વ્યાવસાયિક રૂપથી વ્યવહારું થવાની ઉમ્મીદ છે. સીએસઆઈઆર-નેશનલ કેમિકલ લેબોરેટરીના નિદેશક અશ્વિની કુમાર નાંગિયાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દેશમાં પરિવહન વ્યવસ્થામાં ઈંધણના રૂપમાં હાઈડ્રોજન આધારિત અક્ષય ઉર્જાનો પ્રયોગ કરવામાં આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર