Home /News /tech /

Electricity Bill: આજે જ બંધ કરી દો ઘરની આ ત્રણ ડિવાઈસ, વીજળીનું બિલ થઈ જશે અડધું

Electricity Bill: આજે જ બંધ કરી દો ઘરની આ ત્રણ ડિવાઈસ, વીજળીનું બિલ થઈ જશે અડધું

આજે અમે તમને વીજળીનો ખૂબ જ વપરાશ કરતાં ઉપકરણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ (પ્રતિકાત્મક તસવીર)

Electricity Bill: જો તમે પણ વીજળીના બિલથી પરેશાન છો અને તમારું વીજળીનું બિલ ઓછું કરવા માગો છો તો કેટલીક પદ્ધતિઓ અમલમાં મુકીને તમે તમારું વીજળીનું બિલ ઘટાડી શકો છો

વીજળીના મોટા બિલ લોકો માટે માથાના દુ:ખાવા સમાન હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરનું વીજળીનું બિલ (Electricity Bill) ઓછામાં ઓછું આવે. પરંતુ ઘરમાં વીજ ઉપકરણો (devices)ના સતત ઉપયોગને કારણે આ શક્ય બનતું નથી. જો કે, કેટલીક પદ્ધતિઓ અમલમાં મુકીને તમે તમારું વીજળીનું બિલ ઘટાડી શકો છો.

જો તમે પણ વીજળીના બિલથી પરેશાન છો અને તમારું વીજળીનું બિલ ઓછું કરવા માગો છો, તો આજે અમે તમને વીજળીનો ખૂબ જ વપરાશ કરતાં ઉપકરણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપકરણોને બંધ કર્યા પછી, તમે તમારા ઘરની વીજળીનું બિલ ઘટાડી શકો છો. આટલું જ નહીં, તેમના બંધ થવાથી તમને કોઈ ફરક પડશે નહીં, તો ચાલો તમને જણાવીએ કે તમે તમારું વીજળીનું બિલ કેવી રીતે ઘટાડી શકો છો.

ઇલેક્ટ્રિક ગીઝર (Electric geyser)


ઘરમાં લગાવવામાં આવેલ ઈલિક્ટ્રિક ગીઝર ખૂબ જ વીજળી વાપરે છે. તેથી વીજળી બચાવવા માટે તમારે ગીઝરને બદલે કોઈ અન્ય વિકલ્પ શોધવો જોઈએ. ગેસથી ચાલતું ગીઝર એક સારો વિકલ્પ બની શકે છે. ગેસ ગીઝર ઇલેક્ટ્રિક ગીઝરની જેમ જ કામ કરે છે. આ ઉપરાંત તે વીજળીની બચત પણ કરે છે.

આ પણ વાંચો - નવા લૂકમાં ભારતમાં લોન્ચ થશે મારૂતિ સુઝુકીની સ્વિફ્ટ હેચબેક, જાણો સંભવિત ફીચર્સ

નોન-ઇન્વર્ટર એર કન્ડીશનર (Non-Inverter AC)


એસી એ ઘરમાં સૌથી વધુ વીજળીનો વપરાશ કરતા ઉપકરણોમાંનું એક છે. પણ તમે તેને કાઢી શકતા નથી. આ સ્થિતિમાં, વીજળી બચાવવા માટે તમે નોન-ઇન્વર્ટર એસીને બદલે ઇન્વર્ટર એસીનો ઉપયોગ કરી શકો છો. વીજળી બચાવવા માટે ઇન્વર્ટર એસી શ્રેષ્ઠ છે. તેનાથી તમે લગભગ 15 ટકા વીજળી બચાવી શકો છો. એસી ખરીદતી વખતે પણ હંમેશા ઇન્વર્ટર એસી ખરીદવાનો જ આગ્રહ રાખવો. જે તમને વધુ રાહત આપશે.

રસોડામાં લાગવેલ ચીમની (Kitchen Chimneys)


રસોડામાં સામાન્ય રીતે ચીમનીનો ઉપયોગ થાય છે. જો કે તે પણ સૌથી વધુ વીજ વપરાશ કરતા ઉપકરણની યાદીમાં પણ સામેલ છે. ઉનાળાની ઋતુમાં ચીમનીનો ઉપયોગ ખૂબ જ વધી જાય છે અને તે વીજળીનો પણ ઘણો વપરાશ કરે છે. અત્યારે માર્કેટમાં એવી ઘણી પ્રોડક્ટ્સ છે, જેનો ઉપયોગ ચીમનીના સ્થાને કરી શકાય છે. તેમજ વીજળીની પણ બચત કરી શકાય છે.
First published:

Tags: Electricity bill, Mobile and tech, Tech

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन