Home /News /tech /હવે તમે કારમાં સીટ બેલ્ટ એલાર્મને નહિ આપી શકો ચકમો, સરકારે એમેઝોનને કહ્યું- આવી પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરો

હવે તમે કારમાં સીટ બેલ્ટ એલાર્મને નહિ આપી શકો ચકમો, સરકારે એમેઝોનને કહ્યું- આવી પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરો

ઘણા લોકો કારમાં સીટ બેલ્ટ એલાર્મ બંધ કરવા માટે આ ઉપકરણનો ઉપયોગ કરે છે.

બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry)ના માર્ગ અકસ્માતમાં મોત બાદ સુરક્ષાને લઈને સરકારનું વલણ ખૂબ જ કડક થઈ ગયું છે. હવે સરકારે ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon)ને તેના પ્લેટફોર્મ પર કાર સીટ બેલ્ટ એલાર્મને અક્ષમ (Seat belt alarm dissable) કરતા ઉત્પાદનોનું વેચાણ તરત જ બંધ કરવા કહ્યું છે.

વધુ જુઓ ...
દિગ્ગજ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry)નું કાર અકસ્માત (Car Accident)માં મૃત્યુ થયા બાદ સરકાર વાહન સુરક્ષાને લઈને ઘણી સતર્ક થઈ ગઈ છે. આ અકસ્માત બાદ કારમાં સીટ બેલ્ટને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. આ ઘટનામાં, સરકારે વાહનોમાં સીટ બેલ્ટ એલાર્મ (Seat belt alarm dissable)ને ટાળતા ઉપકરણ પર પણ કડક કાર્યવાહી કરી છે.

સરકારે ઈ-કોમર્સ કંપની એમેઝોનને તેના પ્લેટફોર્મ પર સીટ બેલ્ટ એલાર્મને અક્ષમ કરતા ઉત્પાદનોનું વેચાણ તરત જ બંધ કરવા જણાવ્યું છે. આ સાથે આવા ઉપકરણોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીટ બેલ્ટ સંબંધિત નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે. તેથી, આવા ઉત્પાદનોનો ઉપયોગ બંધ કરવો જરૂરી છે, જે સીટ બેલ્ટને ઉપયોગી બનાવવાના માર્ગમાં અવરોધો ઉભા કરે છે.

ગડકરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, એમેઝોન સહિત ઘણી ઓનલાઈન વેબસાઈટ અને રિટેલ માર્કેટમાં એવા ઉપકરણો છે, જે સીટબેલ્ટ ન પહેરવા પર કારના એલાર્મને અક્ષમ કરી દે છે. તેમણે કહ્યું કે સુરક્ષા નિયમોને બાયપાસ કરવાનો આ એક શોર્ટકટ છે, જેના પર હાલમાં જ પ્રતિબંધ મૂકવો જોઈએ. અમેઝોનના પોર્ટલ પરથી લોકો ખુલ્લેઆમ આવી વસ્તુઓ ખરીદી રહ્યા છે. તેથી, અમે એમેઝોનને નોટિસ મોકલીને તેનું વેચાણ તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો: Kinetic Green Zing e-scooter ભારતમાં ઓછી કિંમતે થયું લોન્ચ, જુઓ ફીચર્સ

મંત્રાલયે અન્ય કંપનીઓને નોટિસ મોકલી


માર્ગ અને પરિવહન મંત્રાલયે ઉપભોક્તા બાબતોના મંત્રાલયને પત્ર લખીને તમામ ઈ-કોમર્સ કંપનીઓને કારમાં સીટ બેલ્ટ એલાર્મ બંધ કરતા ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવા જણાવ્યું છે. આ મામલા સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સરકાર માર્ગ સલામતીનો ભંગ કરવાના આવા પ્રયાસો પર તાત્કાલિક રોક લગાવવા માંગે છે.

આ પણ વાંચો: આ છે દેશમાં સૌથી વધુ વેચાતી મર્સિડીઝ કાર, જુઓ શું છે તેમની ખાસિયત?

મે મહિનામાં જ નોટિસ મોકલવામાં આવી છે


એવું નથી કે સાયરસ મિસ્ત્રીના અકસ્માત બાદ કારમાં સીટ બેલ્ટ એલાર્મને નિષ્ક્રિય કરનાર ઉપકરણને પ્રતિબંધિત કરવાની વાત શરૂ થઈ હતી, પરંતુ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ આ અંગે ઈ-કોમર્સ કંપનીઓને પહેલા જ નોટિસ પાઠવી હતી. મે મહિનામાં જ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે સીટ બેલ્ટ એલાર્મને ડિસેબલ કરવા અંગે ફરિયાદ કરી હતી. જો કે આવી મેટલ ક્લિપ્સ વેચવી એ કાયદાની વિરુદ્ધ નથી, પરંતુ સુરક્ષાના કારણોસર સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
First published:

Tags: Auto news, Car accident, Cyrus mistry

विज्ञापन