ડાર્કવેબ પર ફક્ત 219 રૂપિયામાં વેચાઇ રહ્યો છે ચોરી થયેલો તમારો ફેસબૂક ડેટા

ડાર્કવેબ પર ફક્ત 219 રૂપિયામાં વેચાઇ રહ્યો છે ચોરી થયેલો તમારો ફેસબૂક ડેટા
પ્રતિકાત્મક તસવીર

ડાર્કવેબનાં બજારમાં ડ્રીમ માર્કેટ જેવી વેબસાઇટ પર આ અકાઉન્ટનો ડેટા વેચાઇ રહ્યો છે

 • Share this:
  નવી દિલ્હી: ફેસબુક યૂઝર્સનો ડેટા કેટલો અસુરક્ષિત છે તેનો અંદાજો આપ છેલ્લા કેટલાંક મહિનામાં લગાવી શકો છો. ફેસબુકે એડ માટે થર્ડ પાર્ટી કંપનીઓને તેમનો ડેટા તો વેચ્યો જ હતો. કંપનીએ ગત અઠવાડિયે આ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે 5 કરોડ ફેસબુક યૂઝર્સનાં અકાઉન્ટ હેક થયા છે. હવે સમાચાર છે કે ચોરી થયેલાં ફેસબુક અકાઉન્ટ એટલે કે ફેસબુક અકાઉન્ટનો ડેટા ડાર્કવેબ પર વેચાઇ રહ્યો છે.

  ઇન્ડિપેન્ડન્ટની ખબર પ્રમાણે, ડાર્કવેબ પર આપના ચોરી થયેલા ફેસબુક અકાઉન્ટ અને તેનાં ડેટાનો ભાવ 3થી 12 ડોલરની વચ્ચે છે એટલે કે 219થી 880 રૂપિયા સુધી  ઇન્ડિપેન્ડેટમાં આવેલા સમાચાર પ્રમાણે, ડાર્કવેબમાં બજારમાં ડ્રીમ માર્કેટ જેવી વેબસાઇટ પર આ અકાઉન્ટ વેચાઇ રહ્યાં છે. અહીં ફેસબુક યૂઝર્સનો ડેટા એટલાં ઓછા ભાવે ઉપલબ્ધ છે. રિપોર્ટ મુજબ માનીયે તો ડ્રીમ માર્કેટ એમોઝોન અને ઇબે જેવી સાઇટની જેમ જ રેટિંગ સિસ્ટમથી પોતાનાં વેન્ડર્સને વેરિફાય કરે છે પણ આપ આ ડિજિટલ કરન્સી એટલે કે બિટકોઇન કે ક્રિપ્ટોકરન્સીથી જ ખરીદી શકો છો.

  આ પણ વાંચો- WhatsApp યૂઝર્સ માટે ખરાબ સમાચાર, આવી રહેલા આ નવા ફિચર્સ મુકી શકે છે મુશ્કેલીમાં
  આ પણ વાંચોપાંચ કરોડ ફેસબુક યુઝર્સનાં એકાઉન્ટ હેક, કંપનીએ માંગી માફી

  ડાર્કવેબ ઇન્ટરનેટની તે બાજુ છે જેને ખાસ સોફ્ટવેર દ્વારા જ એક્સેસ કરવામાં આવે છે. અહીં ડેટાની આપ-લે, ડિજિટલ કરન્સીનું ચલણ અને કાળા ધંધા પુષ્કળ થાય છે.

  આ પણ વાંચો-  હવે WhatsApp પર વાયરસનો ખતરો, લિક થઇ શકે તમારો પર્સનલ ડેટા
  આ પણ વાંચો- આગામી ચાર વર્ષમાં શરૂ થઇ જશે 5G સેવા, ન્યૂ ટેલિકોમ પોલિસીને મળી મંજૂરી

  આ ફેસબુક યૂઝર્સનો ડેટા વેચાવાની ખબર આવ્યા બાદ સિક્યોરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે, ગુનેગારો તેમનાં ફાયદા માટે આઇડેન્ટિટી થેફ્ટ કે યૂઝર્સને બ્લેકમેલ કરવા જેવા અપરાધ કરે છે. એમ પણ આ સમયે સાઇબર ક્રાઇમની દુનિયામાં લોકોનો ડેટા જરાં પણ સુરક્ષિત નથી. અને ખુબજ સહેલાઇથી ઉપલબ્ધ છે. આ મામલે હજુ સુધી ફેસબુક તરફથી કોઇ જ ટિપ્પણી કરવામાં આવી નથી.
  Published by:News18 Gujarati
  First published:October 04, 2018, 15:04 pm

  ટૉપ ન્યૂઝ