Home /News /tech /આ છે ભારતનો પહેલો સ્પીકર વાળો હેલમેટ, ફોન સાથે થશે કનેક્ટ

આ છે ભારતનો પહેલો સ્પીકર વાળો હેલમેટ, ફોન સાથે થશે કનેક્ટ

હેલમેટ ઉત્પાદક કંપની સ્ટીલબર્ડે તેના ઇનોવેટિવ હેલમેટ એસબીએ -1 એચએફ (હેન્ડ્સ ફ્રી) બજારમાં ઉતાર્યા છે.

હેલમેટ ઉત્પાદક કંપની સ્ટીલબર્ડે તેના ઇનોવેટિવ હેલમેટ એસબીએ -1 એચએફ (હેન્ડ્સ ફ્રી) બજારમાં ઉતાર્યા છે.

    ટુ-વ્હીલર વાહન ચલાવતી વખતે લોકો વારંવાર ફોન પર વાત કરતા જોવા મળે છે. એટલુ જ નહીં, કેટલાક લોકો એવા પણ છે જેઓ હેલમેટની અંદર ફોન રાખી વાત કરે છે. સ્કૂટર ચલાવનાર એક હાથથી ફોન અને બીજા હાથથી સ્કૂટર ચલાવે છે. જે ખતરનાક સાબિત થાય છે. આ સમયે લોકોએ ઇયરફોનનો ઉપયોગ કરવો જોઇએ. તેથી હેલમેટ ઉત્પાદક કંપની સ્ટીલબર્ડે તેનો ઉકેલ કાઢ્યો છે, કંપનીએ તેની ઇનોવેટિવી હેલમેટ એસબીએ -1 એચએફ (હેન્ડ્સ ફ્રી) બજારમાં ઉતાર્યા છે. આ હેલમેટની અંદર સ્પીકર્સ છે, જેના કારણે તમે રાઇડ દરમિયાન કૉલ્સ અને સંગીતનો આનંદ લઈ શકો છો.

    હેલમેટ બનાવવામાં લાગ્યો બે વર્ષનો સમય

    સ્ટીલબર્ડના એમડી રાજીવ કપૂરે કહ્યું કે આ હેલમેટ તૈયાર કરવામાં બે વર્ષ લાગ્યાં છે. આ મોડેલ ખાસ કરીને એ લોકો માટે બનાવ્યું તે જેઓ રાઇડ દરમિયાન કૉલ કરે છે અને સાથે મ્યૂઝિકનો પણ આનંદ લઇ શકો છો.

    આ હેલમેટની પાછળ બે સ્પીકર લાગેલા છે અને બહારની તરફ 3.5 એમએમ જેક અને બાજુમાં કોલ રિસીવ અને કટ્ટ કરવા માટે બટન છે.



    ડિઝાઇન

    આ એક સંપૂર્ણ સાઇઝનો હેલમેટ છે, તેની ડિઝાઇન ખૂબ સ્ટાઇલીશ નથી, પરંતુ દરેક કેટેગરીના લોકો તેને પસંદ કરશે. તેનું ફિટિંગ અને ફિનિશિંગ વધાર્યું છે. વેન્ટિલેશન આપવામાં આવ્યું છે, જે ઉનાળામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તે ખૂબ ભારે નથી, તેને પહેરવા પર હળવો અનુભવ થાય છે. કંપનીએ સારી સામગ્રીનો ઉપયોગ કર્યો છે, એટલું જ નહીં આ હેલમેટને સરળતાથી ધોઈ શકશો.

    કિંમત અને કલર

    નવા એસબીએ -1 એચએફ (હેન્ડ્સ-ફ્રી) હેલમેટ લાલ, સફેદ અને કાળાં કલરમાં ઉપલબ્ધ છે. તે 580mm 600mm સાઇઝમાં આવે છે. સ્ટીલબર્ડ એસબીએ -1 એચએફ હેલમેટ કંપનીએ આઉટલેટ અને ઓનલાઇન ઉપલબ્ધ છે. કંપનીએ તેની કિંમત 2,589 રૂપિયા રાખી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Helmet, ટેક ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन