સ્ટીલબર્ડે લોન્ચ કર્યુ નવું હેલ્મેટ, ઉઠાવી શકશો મ્યુઝિક અને કોલનો આનંદ

આ હેલ્મેટ રાઇડરને વાહન ચલાવતી વખતે થનારી ઘટનાઓ વિશે સારી રીતે જાગૃત કરાવે છે.

News18 Gujarati
Updated: January 10, 2019, 11:43 AM IST
સ્ટીલબર્ડે લોન્ચ કર્યુ નવું હેલ્મેટ, ઉઠાવી શકશો મ્યુઝિક અને કોલનો આનંદ
આ હેલ્મેટ રાઇડરને વાહન ચલાવતી વખતે થનારી ઘટનાઓ વિશે સારી રીતે જાગૃત કરાવે છે.
News18 Gujarati
Updated: January 10, 2019, 11:43 AM IST
એશિયાની ટોચની હેલ્મેટ ઉત્પાદક Stilberd હાઇટેક ઇન્ડિયાએ SBA -1 એચએફ હેલ્મેટ લોન્ચ કર્યો છે. જેમા તમે રાઇડીંગ દરમિયાન કોલને અટેન્ડ કરી શકો છો. ,સાથે જ સંગીતનો આનંદ પણ ઉઠાવી શકો છો. આ મોડલ ખાસ કરીને એટલે બનાવવામાં આવ્યું છે જેને કોલ રિસીવ કરવામાં મુશ્કેલી પડે છે અને રાઇડ દરમિયાન મ્યુઝિક સાંભળવા માંગે છે. જેને દુનિયાનો ઇનોવેટિવ હેલ્મેટ કહી શકીએ.

સ્ટીબર્ડે બે વર્ષના સંશોધન અને વિકાસ બાદ આ હેલ્મેટને ડિઝાઇન કર્યુ છે. SBA -1 એચએફ બેટરી-રહિત છે અને શક્તિશાળી પ્રભાવ સાથે ઉચ્ચ ગુણવત્તાનો અવાજ પૂરો પાડે છે. આ હેલ્મેટ ફોનને ઔક્સ કેબલ દ્વારા કનેક્ટ કરવામાં આવે છે.

શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે સજ્જ હેલ્મેટ આ રીતે બહારના અવાજનું સંકલન કરી શકે છે. આ રાઇડરને વાહન ચલાવતી વખતે થનારી ઘટનાઓ વિશે સારી રીતે જાગૃત કરાવે છે.આ SBA -1 હૈન્ડ ફ્રી શહેરમાં રાઇડ માટે તૈયાર કરવામાં આવ્યો છે. જેમા અનેક સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે. જેમ કે સિંગલ ડાયરેક્શન માઇક્રોફોનના માધ્યમથી નોઇઝ કૈસિલેશન, કોલ કનેક્ટ અને ડિસ્કનેક્ટ માટે સમર્પિત છે.

સામાન્ય રીતે, ડ્રાઇવરને સવારી દરમિયાન ફોનમાં વાત કરતા પહેલા હેલ્મેટને નીચે લેવું પડતું હતું, સલામતીને ધ્યાનમાં રાખવી જરૂરી હતી અને તેને ધ્યાનમાં રાખીને આ હેલ્મેટને લોન્ચ કરવામાં આવ્યો છે. તેમા એવી સુવિધા છે કે રાઇડર એક બટન પર ક્લીક કરીને કોલ રિસીવ કરી શકે છે.
હેલ્મેટમાં લાગેલા માઇક્રોફોન સિંગલ એક્યુરેટર માઇક્રોફોન છે. આ માત્ર રાઇડરના અવાજ પર જ ટ્રાન્સમીટ થઇ જાય છે અને તેમા ટ્રાફિક વગેરેનો અવાજ સાંભળવામાં આવતો નથી. જે માત્ર ટ્રાફિક, હોર્ન અને એમ્બ્યુલન્સથી પરિચિત કરાવે છે.આ હાઇ ટેક અને સ્ટાઇલિશ મોડેલ લાલ, કાળા અને સફેદ કલરમાં અને 58 સે.મી.થી 60 સે.મી. સુધીના આકારમાં ઉપલબ્ધ છે. સ્ટીલબર્ડ એસબીએ -1 એચએફ હેલ્મેટ સ્ટિલબર્ડના તમામ આઉટલેટ્સ www.steelbirdhelmet.com પર 2589 રૂપિયામાં સસ્તી કિંમતે ઉપલબ્ધ છે.
First published: January 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...