Home /News /tech /SBIએ YONO Appથી ત્રણ લાખ સુધીની પેપરલેસ ટુ-વ્હીલર લોન આપવાની કરી શરૂઆત- જાણો વિગત

SBIએ YONO Appથી ત્રણ લાખ સુધીની પેપરલેસ ટુ-વ્હીલર લોન આપવાની કરી શરૂઆત- જાણો વિગત

એસબીઆઈ યોનો

SBI Easy Ride: આ લોન વધુમાં વધુ ચાર વર્ષ સુધી લઈ શકાશે અને તેના માટે વ્યાજનો દર 10.5%થી શરૂ થાય છે.

નવી દિલ્હી: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રનીબેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India)એ મંગળવારે પોતાની મોબાઇલ એપ્લિકેશન YONO મારફતે પ્રી-અપ્રૂવ્ડ ટુ-વ્હીલર લોન 'SBI Easy Ride'ની જાહેરાત કરી છે. જેમાં ગ્રાહકો બ્રાંચની મુલાકાત લીધા વગર જ ટુ-વ્હીલર લોન (Two wheeler loan) લઈ શકશે. ટુ-વ્હીલર લોન એપના માધ્યમથી જ મંજૂર થશે, આ માટે કોઈ જ પેપરવર્ક (Paperless loan)ની પણ જરૂર નહીં પડે. ઈઝી લોન સ્કીમ હેઠળ તમને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળે છે.

લઘુત્તમ લોન રકમ 20,000 રૂપિયા

એસબીઆઈના કહેવા પ્રમાણે વાહનની ઓન રોડ કિંમતના 85% રકમની લોન SBI YONO એપ મારફતે મેળવી શકાશે. આ લોન વધુમાં વધુ ચાર વર્ષ સુધી લઈ શકાશે અને તેના માટે વ્યાજનો દર 10.5%થી શરૂ થાય છે. આ માટે ઓછામાં ઓછી લોનની રકમ 20,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એપ મારફતે અરજી કર્યા બાદ બેંક તરફથી જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે બાદમાં આ લોન સીધી જ ગ્રાહકના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે.

SBIએ અનેક ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે કરી ભાગીદારી

બેંકના ચેરમેન દિનેશ ખારાએ આ મામલે જણાવ્યું હતું કે, "એસબીઆઈમાં અમે અમારા ગ્રાહકોને હંમેશા કંઈક હટકે, ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણેની પ્રોડક્ટ અને સેવાઓ આપવા માટે તત્પર હોઈએ છીએ. અમારા ગ્રાહકોને કોઈ જ અગવડતા વગર નવી સેવા મળી રહે તેનું અમે ધ્યાન રાખીએ છીએ."

એસબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે યોનો પ્લેટફોર્મમાં બેંક તરફથી અલગ અલગ 20 કેટેગરીમાં 110 ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરવામાં આવી છે. જેમાં Yono Krishi, Yono Cash અને PAPL સામેલ છે.

SBIના ગ્રાહકોને વધુ એક ફાયદો: ફક્ત 342 રૂપિયામાં મેળવો 4 લાખ રૂપિયાનો બમ્પર ફાયદો

કોરોના મહામારી (Corona Pandemic) બાદ સામાન્ય લોકોમાં વીમા કવચ (Insurance cover) અંગે ખૂબ જાગૃતિ આવી છે. એટલું જ નહીં, સરકાર પર સમાજના દરેક વર્ગના લોકોને ખૂબ ઓછી કિંમતમાં વીમો પૂરો પાડી રહી છે. આ જ કડીમાં સરકાર તરફથી બે સ્કીમ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana- PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana- PMJJBY) શરૂ કરવામાં આવી છે. આ બંને યોજનામાં તમને ચાર લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. અહીં ખાસ વાત એ છે કે આ માટે તમારે ફક્ત 342 રૂપિયા જ ચૂકવવા પડશે. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:

Tags: Bike, Loan, State bank of india, Yono, એસબીઆઇ