BSNL નો સસ્તો પ્લાન! ફક્ત 49 રૂપિયામાં આખો મહિનો કોલિંગ, મળશે ઇન્ટરનેટ ડેટા પણ....

FILE PHOTO

ભારતની સરકારી ટેલીકોમ કંપની BSNLનો આ સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે. જેનો ભાવ આશરે 49 રૂપિયા છે. આ રિચાર્જ પ્લાનની ઓફર રજૂ કરે છે. પ્રાઇવેટ ટેલીકોમ કંપનીને ટક્કર આપવા માટે BSNLએ તેનાં ગ્રાહકો માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. જેમાં યૂઝરને ડેટાની સાથે કોલિંગની સુવિધા આપવામાં આવી છે. આ રિચાર્જ પ્લાનનો ભાવ 50 રૂપિયાથી પણ ઓછી છે. જાણો શું છે આ પ્રીપેડ રિચાર્જ પ્લાન.

  • Share this:

    BSNLનો 49 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન- BSNLનો આ ખુબજ સસ્તો પ્લાન છે જેનો ભાવ માત્ર 49 રૂપિયા છે. આ રિચાર્જ પ્લાનમાં યૂઝરને 28 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જ પ્લાનમાં યૂઝર 100 મિનિટનો ટોકટાઇમ અને 2 GB ડેટા 28 દિવસ માટે વેલિડિટીની સાથે આવે છે.

    JIOનો 129 રૂપિયાનો પ્લાન- રિલાયન્સ જિઓનો આ પ્લાન 129 રૂપિયામાં આવે છે જેમાં યૂઝરને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં 2 GB ડેટા અને 300 SMS 28 દિવસ માટે મળે છે. તેમાં ટોકટાઇમ મિનિટ્સની જગ્યાએ 28 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. આ સાથે જ JIO એપ્સનું મફતમાં સ્બસ્ક્રિપ્શન પણ યૂઝર્સને મળે છે.

    VI- 149 રૂપિયાનો પ્લાન- વોડાફોન અને આઇડિયાનો 149 રૂપિયાવાળા આ પ્લાનમાં યૂઝરને 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. જેમાં યૂઝને 2 GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. સાથે જ યૂઝરને 300 SMS 28 દિવસ માટે મળે છે. આ ઉપરાંત પ્લાનમાં Vi Movies & TV બેસિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
    Published by:Margi Pandya
    First published: