Home /News /tech /મારુતિ અર્ટિગાને ટક્કર આપવા આવી રહી છે KIAની આ ખાસ કાર, જાણો ક્યારે લોન્ચ થશે, કેટલી છે કિંમત

મારુતિ અર્ટિગાને ટક્કર આપવા આવી રહી છે KIAની આ ખાસ કાર, જાણો ક્યારે લોન્ચ થશે, કેટલી છે કિંમત

કંપની ટૂંક સમયમાં Kiaનું Cageny વેરિઅન્ટ લોન્ચ કરવા જઈ રહી છે.

Kia will launch a new car to compete with Ertinga : Kia તેના ફ્લેગશિપ મોડલ કેરેન્સનું CNG વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ મોડલનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે દિવાળી પહેલા તેને માર્કેટમાં લોન્ચ કરશે. CNG કારની લોકોની માંગ સતત વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે, કંપનીઓ કંપની ફીટેડ CNG કિટ સાથે તેમના વાહનોના મોડલ પણ ઓફર કરી રહી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી : Kia તેના ફ્લેગશિપ મોડલ કેરેન્સનું CNG વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ મોડલનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે દિવાળી પહેલા તેને માર્કેટમાં લોન્ચ કરશે.

    CNG કારની લોકોની માંગ સતત વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે, કંપનીઓ કંપની ફીટેડ CNG કિટ સાથે તેમના વાહનોના મોડલ પણ ઓફર કરી રહી છે. તેમાંથી મારુતિ સુઝુકી અર્ટિગા સૌથી લોકપ્રિય કાર છે. હવે તેની સાથે સ્પર્ધા કરવા માટે Kia તેના ફ્લેગશિપ મોડલ કેરેન્સનું CNG વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ વેરિએન્ટનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે અને માનવામાં આવી રહ્યું છે કે દિવાળી પહેલા કંપની તેને માર્કેટમાં લોન્ચ કરી શકે છે.

    કેરેન્સનું પેટ્રોલ વર્ઝન લોકોને પહેલા પણ પસંદ આવ્યું હતું. તેનો દેખાવ અને ફીચર્સ સારા છે, પરંતુ હવે તેને વધુ સારી માઈલેજ સાથે CNG ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. લોન્ચ પહેલા જ આ કારને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

    કેવું છે એન્જિન?

    આ પણ વાંચો : Latest Smartphone: ધૂમ મચાવવાં આવ્યો દમદાર બેટરી વાળો 5G સ્માર્ટફોન, ફિચર્સ જોઇ દિવાના થયા લોકો

    - આ કારમાં 1.4-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.

    - આ એન્જિન 140 PS પાવર અને 242 Nm ટોર્ક જનરેટ કરે છે.

    - CNG મોડલમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ હશે.

    - આવનાર પેટ્રોલ વેરિઅન્ટમાં 7-સ્પીડ TCT ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ છે.



    19 વેરિઅન્ટ પહેલેથી જ ઉપલબ્ધ

    કુલ 19 વેરિઅન્ટ્સ સાથે કિયા કાર્સના પ્રીમિયમ, પ્રેસ્ટિજ, પ્રેસ્ટિજ પ્લસ, લક્ઝરી અને લક્ઝરી પ્લસ લેવલ છે. કારની પ્રારંભિક કિંમત 9.60 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 17.70 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર Carensના CNG વેરિઅન્ટની કિંમત લગભગ 12 લાખ રૂપિયા હશે. ત્યારે મારુતિ અર્ટિગા સીએનજીની કિંમત 10.50 લાખ રૂપિયાથી લઈને 11.60 લાખ રૂપિયા છે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन