ગૂગલે આજે જેનું ડૂડલ બનાવ્યું છે તે બાર્ટોલોમીઓ એસ્ટેબન મુરિલ્લો કોણ છે?

News18 Gujarati
Updated: November 29, 2018, 12:21 PM IST
ગૂગલે આજે જેનું ડૂડલ બનાવ્યું છે તે બાર્ટોલોમીઓ એસ્ટેબન મુરિલ્લો કોણ છે?
બાર્ટોલોમીઓ એસ્ટેબન મુરિલ્લોનું ડૂડલ

બાળપણમાં અત્યંત ગરીબ સ્થિતિમાં પસાર કરનારા મુરિલ્લોના પિતાજી વ્યવસાયે નાઈ એટલે વાળંદ હતા.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગૂગલે આજે સ્પેનિશ ચિત્રકાર બાર્ટોલોમીઓ એસ્ટેબન મુરિલ્લો નું ડુડલ બનાવીને તેને યાદ કર્યા છે. આજે મુરિલ્લો ની 400મી જયંતિ છે. આ ચિત્રકાર ડિસેમ્બર,1617માં સ્પેનના સવિલે શહેરમાં જન્મ્યો હતો અને તમને યાદ હશે કે તેનું પ્રખ્યાત ચિત્ર "ટુ વિમેન એટ અ વિન્ડો" ની હંમેશા ચર્ચા થતી રહે છે. મુરિલ્લો નું આ ચિત્ર જ ગૂગલે ડુડલ તરીકે દર્શાવ્યું છે. આ ચિત્ર તેણે 1655માં બનાવ્યું હતું.

બાળપણમાં અત્યંત ગરીબ સ્થિતિમાં પસાર કરનારા મુરિલ્લોના પિતાજી વ્યવસાયે નાઈ એટલે વાળંદ હતા. તેણે તેના કાકા પાસેથી પેઈટીંગની તાલીમ લીધી હતી. તે પેઈટીંગ બનાવીને મેળામાં જઈને વેંચી આવતો। તેનું અનુકરણ કરીને ઘણા ચિત્રકારોએ મેળામાં ચિત્રો વેચવાનું શરુ કરેલું। જુવાન થતા સુધી તેને આ રીતે મેળામાં ચિત્રો વેંચવાનું ચાલુ રાખ્યું.

પ્રારંભે ધાર્મિક ચિત્રો બનાવીને તેણે લોકોની વાહવાહી લૂંટવાની સાથે ભારે સફળતા મેળવી અને 1645માં તેણે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી। ત્યારબાદ તો તે રોજિંદી જિંદગીના ચિત્રો બનાવવા લાગ્યા.

આ પણ વાંચોઃ ગૂગલની નોકરી છોડી બની ગઈ સાધ્વી, લાખોનો પગાર છોડી કેમ અપનાવ્યું વૈરાગ્ય?

એક તબક્કે મુરિલ્લો એટલા તો પ્રસિદ્ધ થઇ ગયા કે સ્પેનના રાજાએ તેમના આર્ટ વર્ક ઉપર પાબંદી લગાવી દીધી। મુરિલ્લો એ ક્યારેય સ્પેનની બહાર પગ મુક્યો નહોતો। 1682માં મહાન ચિત્રકારનું નિધન થયું.

મુરિલ્લોના મોટાભાગના ચિત્રો સેન્ટ પિટ્સબર્ગ મ્યુઝિયમમાં જોવા મળે છે. તેમનું વિશ્વવિખ્યાત ચિત્ર "ટુ વિમેન એટ અ વિન્ડો" વૉશિંગ્ટનની નેશનલ આર્ટ ગેલેરીમા છે.
First published: November 29, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading