Home /News /tech /SOVA માલવેર: SBI અને PNB ગ્રાહકો સાવધાન! તમારું બેંક ખાતું ક્યાંક ખાલી ન થઈ જાય
SOVA માલવેર: SBI અને PNB ગ્રાહકો સાવધાન! તમારું બેંક ખાતું ક્યાંક ખાલી ન થઈ જાય
આ માલવેર SBI, PNB અને કેનેરા જેવી મોટી બેંકોને અસર કરી રહ્યો છે.
SOVA Malware: આ માલવેર તમારા ફોનમાંથી ઘણા પ્રકારનો ડેટા ચોરી શકે છે. તે તમારા ઓળખપત્રો ઉપરાંત, મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન ટોકન્સ સુધી કૂકીઝની નકલ કરી શકે છે.
ઈન્ટરનેટના વધતા ઉપયોગ સાથે આપણે ડિજીટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યા છીએ. આ સાથે ઇન્ટરનેટે નવા જોખમોને પણ આમંત્રણ આપ્યું છે. હેકર્સ લોકોને છેતરવા માટે ઘણા પ્રકારના વાઈરસનો ઉપયોગ કરે છે અને આ વાઈરસ ફિશિંગ મેસેજનો ઉપયોગ કરીને તમારા ફોનમાં ડાઉનલોડ કરવામાં આવે છે. બેંકના ગ્રાહકોને આવા જ વાયરસ વિશે ચેતવણી આપવામાં આવી રહી છે. આ માલવેરનું નામ SOVA છે.
આ માલવેર SBI, PNB અને કેનેરા જેવી મોટી બેંકોને અસર કરી રહ્યો છે. આ બેંકો તેમના ગ્રાહકોને મેસેજ દ્વારા SOVA માલવેર વિશે ચેતવણી આપી રહી છે. ત્યારે અહીંSOVA માલવેર અને તેનાથી બચવા માટે તમારે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે તે અંગે જાણકારી આપવામાં આવી છે.
SOVA વાયરસ શું છે?
SBI તેના ગ્રાહકોને SOVA વાયરસ વિશે મેસેજ કરી રહી છે, જેમાં બેંકે કહ્યું છે કે, SOVA એ એન્ડ્રોઇડ આધારિત ટ્રોજન માલવેર છે. તે ગ્રાહકોના વ્યક્તિગત ડેટાની ચોરી કરવા માટે નકલી બેંકિંગ એપ્સનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવી રહી છે. SOVA તમારા ઓળખપત્રો ચોરી રહી છે. ગ્રાહકો નેટ-બેંકિંગ એપ્સ દ્વારા પોતાના એકાઉન્ટમાં પ્રવેશ કરે એટલે આ માલવેર ગ્રાહકની માહિતીને રેકોર્ડ કરે છે. એકવાર તમે આ નકલી એપ્સ ઇન્સ્ટોલ કરી લો, પછી તેને દૂર કરવાની કોઈ રીત નથી.
પંજાબ નેશનલ બેંકની વેબસાઈટ અનુસાર, SOVA ટ્રોજન માલવેર અન્ય કોઈપણ એન્ડ્રોઈડ ટ્રોજનની જેમ, ફિશિંગ SMS દ્વારા યુજર્સના ડિવાઇસ પર મોકલવામાં આવે છે. આ નકલી એન્ડ્રોઇડ એપ ઇન્સ્ટોલ કર્યા પછી તે તમારા સ્માર્ટફોન પર ઇન્સ્ટોલ કરેલી અન્ય એપ્સની વિગતો કમાન્ડ એન્ડ કંટ્રોલ સર્વર (C2) ને મોકલે છે, જે હેકર્સ દ્વારા નિયંત્રિત હોય છે.
દરેક એપ્લિકેશન માટે આદેશ અને મેનેજમેન્ટ સર્વર માલવેરને સરનામાંની યાદી મોકલે છે અને XML ફાઇલમાં આ માહિતી એકત્રિત કરે છે. આ પછી, માલવેર સર્વર દ્વારા મેનેજ થાય છે.
જો સરળ ભાષામાં સમજીએ તો સૌથી પહેલા આ માલવેર ફિશિંગ SMS દ્વારા તમારા ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. ઇન્સ્ટોલેશન પછી આ ટ્રોજન તમારા ફોનમાં એપ્સની વિગતો હેકર્સને મોકલે છે. હવે હેકર ફોનની એપ્સ માટેના ટાર્ગેટ એડ્રેસની યાદી માલવેરને મોકલે છે. જ્યારે પણ તમે તે એપ્સનો ઉપયોગ કરો છો, ત્યારે માલવેર તમારા ડેટાને XML ફાઇલમાં સ્ટોર કરે છે જેને હેકર્સ દ્વારા એક્સેસ કરી શકાય છે.
આ માલવેર તમારા ફોનમાંથી ઘણા પ્રકારનો ડેટા ચોરી શકે છે. તે તમારા ઓળખપત્રો ઉપરાંત, મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન ટોકન્સ સુધી કૂકીઝની નકલ કરી શકે છે. જો હેકર્સ ઈચ્છે તો આ માલવેરની મદદથી તેઓ પોતાના ફોનમાં સ્ક્રીનશોટ પણ લઈ શકે છે. વીડિયો રેકોર્ડ પણ કરી શકે છે.
આ માલવેરથી કેવી રીતે બચવું?
જો તમારા સ્માર્ટફોનમાં આ માલવેર ઇન્સ્ટોલ કરેલું હોય તો તેને દૂર કરવું મુશ્કેલ છે. આનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે સાવચેત રહેવું. તેથી કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. એપ્સ ડાઉનલોડ કરવા માટે હંમેશા વિશ્વસનીય એપ સ્ટોરનો ઉપયોગ કરો. કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેની સમીક્ષાઓ તપાસો. એપ્સને પરમિશન આપતી વખતે સાવચેત રહો અને તમે એપ્સને કઈ વસ્તુઓ પરમિશન આપી રહ્યા છો તેના પર ધ્યાન આપો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર