બહુ ઝડપથી તમામ લોકોનો મોબાઇલ નંબર બદલાઈ જશે!

પ્રતિકાત્મક તસવીર

ટ્રાઇનું માનવું છે કે 10 ડિજિટવાળા મોબાઇલ નંબરને 11 ડિજિટના કરવાથી દેશમાં વધારે મોબાઇલ નંબર ઉપલબ્ધ કરાવી શકાશે.

 • Share this:
  મુંબઈ : ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દેશમાં મોબાઇલ નંબર સ્કીમ બદલવા અંગે વિચાર કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે શુક્રવારે દેશમાં 11 ડિજિટ મોબાઇલ નંબર (11 digit mobile number)નો ઉપયોગ કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ટ્રાઇનું માનવું છે કે 10 ડિજિટવાળા મોબાઇલ નંબરને 11 ડિજિટના કરવાથી દેશમાં વધારે મોબાઇલ નંબર ઉપલબ્ધ કરાવી શકાશે.

  આ ઉપરાંત TRAI તરફથી ફિક્સ્ડ લાઇનથી કૉલ કરતી વખતે મોબાઇલ નંબરની આગળ '0' લગાવવાની વાત કહેવામાં આવી છે. હાલ ફિક્સ્ડ લાઇન કનેક્શનમાંથી ઇન્ટર-સર્વિસ એરિયા મોબાઇલ કૉલ્સ કરવા પર '0' લગાવવાની જરૂર પડે છે. જ્યારે મોબાઇલથી લેન્ડલાઇન પર '0' લગાવ્યા વગર જ કોલ કરી શકાય છે.

  ઓછા લેન્ડલાઇન બ્રૉડબેન્ડ અંગે કહી આ વાત

  આ ઉપરાંત દેશમાં ઓછા લેન્ડલાઇન બ્રૉડબેન્ડ અંગે ટેલીકૉમ રેગ્યુલેટર TRAI અને દૂરસંચાર વિભાગ વચ્ચે મતભેદ જોવા મળી રહ્યો છે. સીએનબીસી-આવાજને સૂત્રોના હવાલેથી સમાચાર મળ્યા છે કે TRAIએ દેશમાં ઓછા બ્રૉડબેન્ડ માટે દૂરસંચાર વિભાગને જવાબદાર ગણાવ્યો છે. તેમના વલણ વિરુદ્ધ PMOને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બ્રૉડબેન્ડની સંખ્યા વધારવાની ભલામણ અંગે દૂરસંચાર વિભાગ ધ્યાન નથી આપી રહ્યો.

  આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ દેશના લોકોને નામ લખ્યો પત્ર, મજૂરોને પડેલી મુશ્કેલી પર વ્યક્ત કર્યું દુઃખ

  ઓછા લૉન્ડલાઇન બ્રૉડબેન્ડ અંગે ટ્રાઇ, દૂરસંચાર વિભાગથી નરાજ છે. જેના પગલે DoT, TRAIની ભલામણો મંજૂર નથી કરી રહ્યો. નોંધનીય છે કે TRAI તરફથી 2017ના વર્ષમાં બ્રૉડબેન્ડ વધારવાની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ચાર વર્ષથી TRAIની ભલામણો લટકી રહી છે.  કેબલ ટીવીથી ઇન્ટરનેટની ભલામણ અટકી

  આ ઉપરાંત કેબલ ટીવીથી ઇન્ટરનેટ કનેક્શનની ભલામણ પણ લટકી રહી છે. સાથે જ પબ્લિક વાઈફાઈ હૉટસ્પૉટથી બ્રૉડબેન્ડ સેવાની ભલામણને મંજૂરી નથી આપવામાં આવી. TRAIએ PMOને પત્ર લખીને આ વાતની ફરિયાદ કરી છે. હાલ ભારતમાં માત્ર બે કરોડ લોકો પાસે લેન્ડલાઇન બ્રૉડબેન્ડ છે. નોંધનીય છે કે ભારતમાં 65 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: