ટૂંક સમયમાં તમારો મોબાઇલ નંબર થઇ જશે 13 આંકડાનો, જાણો કેમ?

ર્તમાનમાં 10 આંકડાનાં મોબાઇલ નંબર છે તેને ઓક્ટોબર મહિના સુધીમાં 13 અંકનો કરવામાં આવશે

ર્તમાનમાં 10 આંકડાનાં મોબાઇલ નંબર છે તેને ઓક્ટોબર મહિના સુધીમાં 13 અંકનો કરવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હી: 1 જૂલાઇ 2018 બાદ આપ નવો મોબાઇલ નંબર લો છો તો આપનો નંબર 10ની જગ્યાએ 13 આંકડાનો હશે. કેન્દ્રિય સંચાર મંત્રાલયએ તમામ રાજ્યોને આ મામલે નિર્દેશ જાહેર કરી દીધા છે. BSNL દ્વારા પણ આ મામલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

  અધિકૃત સોર્સિસની માનીયે તો, ગત દિવસોમાં દિલ્હીમાં થયેલી બેઠકમાં આ સંબંધમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં કહેવામાં આવ્યું છે કે, દસ અંકોનાં લેવલમાં હવે નવાં મોબાઇલ નંબર બને તે શક્ય નથી. આ કારણે જ દસથી વધુ અંકોની સીરીઝ શરૂ કરવા અને બાદમાં તામમ મોબાઇલ નંબરને 13 અંકનાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  આ સંબંધમાં તમામ સર્કલનાં ફોન નંબર સેવા આપતી કંપનીઓને આ મામલે આદેશ જારી કરી દેવામાં આવ્યાં છે કે તેઓ તેમનાં તમામ સિસ્ટમને આ મુજબ અપડેટ કરી દે. BSNL (ઇન્દોર)નાં એક વરિષ્ઠ વ્યક્તિ સુરેશ બાબૂ પ્રજાપતિએ જણાવ્યું કે, ડિસેમ્બર 2018 સુધી તમામ જુના મોબાઇલ નંબર આ પ્રક્રિયા હેઠળ અપડેટ કરવામાંઆવશે.

  બદલાઇ જશે તમારો મોબાઇલ નંબર
  સોર્સિસની માનીયે તો વર્તમાનમાં 10 આંકડાનાં મોબાઇલ નંબર છે તેને ઓક્ટોબર મહિના સુધીમાં 13 અંકનો કરવામાં આવશે. આ માટે આંકડા અપડેટ કરવાની શરૂઆત થઇ ગઇછે. જે 31 ડિસેમ્બર 2018 સુધી પૂર્ણ કરી
  દેવામાં આવશે. જોકે હજુ સુધી નક્કી નથી થયુ કે વર્તમાન ચાલૂ મોબાઇનંબરમાં બદલાવ કેવાં પ્રકારનો હશે. નંબરોમાં ત્રણ ડિજિટ આગળ કે પાછળ ક્યાં જોડવામાં આવશે.

  મોબાઇલનાં સોફ્ટવેરમાં પણ થશે અપડેશન
  મોબાઇલ હેન્ડસેટ બનાવનારી કંપનીઓને પણ નિર્દેશ કરી દેવામાં આવ્યાં છે કે તેઓ તેમનાં સોફ્ટવેરને પણ 13 અંક માટે અપડેટ કરી લે. જેથી ગ્રાહકને કોઇજ પ્રકારની પરેશાની ન સહન કરવી પડે.
  Published by:Margi Pandya
  First published: