'હવા' માં ચાર્જ થઇ જશે તમારો સ્માર્ટફોન, આવી રહી છે નવી ટેક્નોલોજી

News18 Gujarati
Updated: September 3, 2019, 4:06 PM IST
'હવા' માં ચાર્જ થઇ જશે તમારો સ્માર્ટફોન, આવી રહી છે નવી ટેક્નોલોજી
નવા અપગ્રેડમાં ફોન કોઈ પણ ડિવાઇસને કનેક્ટ કર્યા વિના 'ઓવર ધ એર' ચાર્જ કરી શકશે.

નવા અપગ્રેડમાં ફોન કોઈ પણ ડિવાઇસને કનેક્ટ કર્યા વિના 'ઓવર ધ એર' ચાર્જ કરી શકશે.

  • Share this:
આ દિવસોમાં પ્રીમિયમ સ્માર્ટફોનમાં વાયરલેસ ચાર્જિંગનો ટ્રેન્ડ છે. આ સ્માર્ટફોન યુઝર્સને ચાર્જ કરવામાં ઘણી સુવિધા આપે છે. હવે વાયરલેસ ચાર્જિંગની ટેકનીકને અપગ્રેડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવા અપગ્રેડમાં ફોન કોઈ પણ ડિવાઇસને કનેક્ટ કર્યા વિના 'ઓવર ધ એર' ચાર્જ કરી શકશે, એટલે કે સ્માર્ટફોનને કોઈપણ ડિવાઇસ સાથે કનેક્ટ કરવાની જરૂર રહેશે નહીં. વાયરલેસ ચાર્જિંગમાં પણ ફોન ચાર્જિંગ પેડથી કનેક્ટ કરેલો હોવો જરૂરી છે.

કેવું હશે ઓવર ધ એર ચાર્જિંગ

હાલની વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી વિશે વાત કરીએ તો વાયરલેસ ચાર્જિંગ પેડ ઇન્ડક્શન કૂકટોપ તરીકે કાર્ય કરે છે જેમાં ઇન્ડક્શન કોઇલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર બનાવે છે અને ફોનની પાછળના પેનલ પરનો રિસીવર તેમાંથી એનર્જી સ્થાનાંતરિત કરે છે.

આ પણ વાંચો:  SBIની નવી સર્વિસ, 2 લાખ રુપિયાનો વીમો અને તે પણ મફત?ચાર્જિંગ પેડ્સની પણ જરૂર રહેશે નહીંચાર્જિંગ પેડમાંથી વાયરલેસ ચાર્જ કરવું એ ખૂબ અસરકારક વિકલ્પ છે, પરંતુ કેટલીકવાર યૂઝર્સને ચાર્જિંગ પેડ કેરી કરવામાં સમસ્યા હોય છે. આ નવી ટેકનીક ચાર્જિંગ પેડ્સની જરૂરિયાતને પણ દૂર કરશે. હવે કંપનીઓ આવા ફોન કેસ બનાવી રહી છે જેનો ઉપયોગ સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે થઈ શકે છે.ઓવર ધ એર ચાર્જિંગ

કેસ નિર્માતા કંપની સ્પિગન વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી વેન્ડર ઓસિયાના સાથે મળીને ઓવર ધ એર ચાર્જિંગ કેસ વિકાસ કરી રહી છે. ત્યારબાદ ફોન ચાર્જ કરવા માટે ચાર્જિંગ પેડ, એડેપ્ટર અથવા પ્લગની જરૂર રહેશે નહીં. આ કેસ રેડિયો વેવ ટ્રાન્સમિટ કરીને જે ઉપકરણ સુધી પહોંચીને કરન્ટમાં કન્વર્ટ થઇ જશે અને ફોનની બેટરી ચાર્જ કરશે.

3 ફૂટ દૂરથી ચાર્જ થશે ફોન

આ કેસથી 3 ફૂટ દૂરથી સ્માર્ટફોન ચાર્જ થઈ શકે છે. આ કેસ ઓછી માત્રામાં પાવર પહોંચાડશે, જેથી 30 થી 60 મિનિટમાં ફોન ચાર્જ કરવામાં આવશે. આ ટેકનિકી ફક્ત એ જ ફોનમાં કામ કરશે જેમા પીએફ આધારિત રિસીવર ઉપલબ્ધ હશે. આ ટેકનીક વર્ષ 2020 સુધીમાં બજારમાં આવે તેવી અપેક્ષા છે.
First published: September 3, 2019
વધુ વાંચો
अगली ख़बर