મુંબઈ: સોની એક્સપીરિયા પ્રો-આઈ (Xperia Pro-I)ને મંગળવારે લૉંચ કરવામાં આવ્યો હતો. સોનીના નવા ફ્લેગશિપ સ્માર્ટફોનમાં ફેઝ-ડિટેક્શન ઓટોફોકસ સાથે 1 ઇંચનું એક્સમોર આરએસ સીએમઓએસ સેન્સર (Exmor RS CMOS sensor)આપવામાં આવ્યું છે. આ ફોનમાં ઈમેજ ક્ષમતાઓ પર સોનીએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગૂગલ પીક્સલ 6 અને આઈફોન 13 સિરીઝ સાથે સીધી સ્પર્ધા
સોની એક્સપીરિયા પ્રો-1ની સીધી ટક્કર ગૂગલ પીક્સલ 6 (Google Pixel 6) અને એપલ આઈફોન 13 સિરીઝ (Apple iPhone 13 series) સાથે થશે. સોનીના આ સ્માર્ટફોનમાં આઈ (I)નો મતલબ ઈમેજિંગ છે. તેમાં જમણી બાજુએ ખાસ શટર બટન અને ઝેઈસ ટેસર કેલિબ્રેટેડ ઓપ્ટિક્સની સુવિધા આપવામાં આવી છે.
ભારતીય બજારમાં વેચાણ થશે?
હાલ ભારતીય બજારમાં સ્માર્ટફોન કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે અને આ સ્પર્ધામાં સોની ઘણા સમયથી ખોવાય ગયું છે. ત્યારે વૈશ્વિક ફલક પર લૉંન્ચિંગ બાદ હવે ભારતીય બજારમાં જોવા મળશે કે કેમ? તે બાબતે મોટો પ્રશ્ન છે.
ફોનની કિંમત
સોની એક્સપીરિયા પ્રો-Iની કિંમત 1,799.99 ડોલર (આશરે 1.35 લાખ રૂપિયા) છે. જ્યારે સોની વ્લોગ મોનિટર 199.99 ડોલર (આશરે 15,000 રૂપિયા)માં મળશે. સોની એક્સપીરિયા સ્માર્ટફોન અને વ્લોગ મોનિટર રિટેલ સ્ટોર્સ મારફતે ડિસેમ્બરમાં વેચાણ માટે મૂકાશે.
આ ફોન f/2.0થી f/4.0 સુધીના અલગ અલગ એપાર્ચર્સને સપોર્ટ કરે છે. આ સાથે યૂઝર્સ HDR પર ડિટેઇલ્સ સાથે એકદમ ચોખ્ખી તસવીરો લેવા માટે સક્ષમ છે. ફોનમાં 16 MM અલ્ટ્રાવાઈડ 12MP કેમેરા અને 50MM 12MP ટેલિફોટો કેમેરા (3D iToF સેન્સર સાથે) સેન્સર, રિયલ ટાઇમ આઈ એએફ (હ્યુમન, એનિમલ), રિયલ-ટાઇમ ટ્રેકિંગ, સિનેઅલ્ટા સિનેમેટોગ્રાફી પ્રો, વિડીયોગ્રાફી પ્રો, ઇન્ટેલિજન્ટ વિન્ડ ફિલ્ટર, ઓપ્ટિકલ સ્ટેડીશોટ વિથ ફ્લોલેસ આઈ, સ્ટેડીશોટ વિથ ઇન્ટેલિજન્ટ એક્ટિવ મોડ (5-એક્સિસ સ્ટેબિલાઇઝેશન) જેવા અત્યાધુનિક ફીચર્સ પણ મળશે.
વીડિયો
સોનીનો આ ફ્લેગશિપ સ્માર્ટફોન 4K રિઝોલ્યુશન પર 21:9 વીડિયો ફોર્મેટમાં અને 120 ફ્રેમ પર સેકન્ડમાં વીડિયો રેકોર્ડ કરે છે. આ ફોન સિનેમેટોગ્રાફી પ્રો મોડ સાથે આવે છે. તેમાં સોનીનું વ્લોગ મોનિટર સેકન્ડરી ડિસ્પ્લે તરીકે કામ કરે છે.
આ ફોનમાં 888 SoC પ્રોસેસર મળે છે. 12GB રેમ અને 512 GBની સ્ટોરેજ સુવિધા આપવામાં આવે છે. OLED ડિસ્પ્લે સાથે 120Hz રિફ્રેશ રેટ, 3840x1644 રેઝોલ્યુશન મળે છે. સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 પર ચાલે છે. જ્યારે સ્ક્રીન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ દ્વારા સુરક્ષિત છે અને પાછળ ગોરિલા ગ્લાસ 6 મળે છે. તેમાં 4.500એમએએચની બેટરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર