Home /News /tech /

સોનીએ ભારતમાં વાયરલેસ હેડફોન લોંચ કર્યા, 30 કલાક ચાલશે બેટરી; સાઉન્ડ પણ જોરદાર

સોનીએ ભારતમાં વાયરલેસ હેડફોન લોંચ કર્યા, 30 કલાક ચાલશે બેટરી; સાઉન્ડ પણ જોરદાર

સોની વાયરલેસ હેડફોન

Sony WX-1000XM5: સોનીએ ભારતમાં વાયરલેસ હેડફોન લોંચ કર્યાં છે. નવા હેડફોન WH1000XM4નુ સક્સેસર છે. ભારતમાં WH-1000XM5 વાયરલેસ હેડફોનની કિંમત 34,990 રીખવામાં આવી છે, અને આ હેડફોન કાળા અને સિલ્વર રંગમાં ઉપલબ્ધ છે.

    નવી દિલ્લી: સોનીએ ભારતમાં WX-1000XM5 વીયરલેસ હેડફોન લોન્ચ કર્યા છે. નવા હેડફોન WX-1000XM4નું સક્સેસર છે. કંપનીએ આ નવા ડિઝાઈનકર્યા છે. આમાં ખુબ જ સારી આવજ ક્ષમતા આપવા આવી છે. કંપનીએ મે મહિનાથી આંતરરાષ્ટીય માર્કેટમાં લોન્ચ કર્યા હતા. જ્યારે હવે તે ભારતમાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે, આ હેડફોનમાં બેટરી 30 કલાક જેટલી ચાલશે.

    WX-1000XM5 વાયરલેસ હેડફોનની કિંમત ભારતમાં 34,990 રૂપિયા જેટલી રાખવામાં આવી છે, જ્યારે આ કાળા અને સિલ્વર કલરના વિકલ્પમાં ઉપલબ્ધ રહેશે. જો તમે હેડફોનને આજથી શરૂ થતા એડવાન્સ બુકિંગમાં બુક કરશો, તો આ તમને 26.990 રૂપિયામાં મળશે. 1000XM5ની ખરીદી 8 ઓક્ટોબરની શરૂ થશે. આ હેડફોનને સોનીએ પ્રમાણીત ઓનલાઈન સ્ટોર, રિટેલ સ્ટોર, તેના ઑફલાઈન ભાગીદારો અને ભારતના મુખ્ય ઈ-કોમર્સ પરથી ખરીદી શકાશે.

    હેડફોનની નવી ડિઝાઈન


    WX-1000XM5માં એક નવી ડિઝાઈન છે. જેમાં પતળા હેડફોન અને મરોડી શકાય તેવા ઈયક કપ છે. જમણા કાન પરમાં હેડફોનને ટચ કરી કંટ્રોલ કરી શકાશે. જેનો ઉપયોગ અવાજ અને પ્લેબેકને કંટ્રોલ કરવા માટે થશે. આ હેડફોન નવા V1 પ્રોસેસર સાથે આવશે. ખુબ જ સરસ અવાજ કેસલિંગ ઑફર કરવા માટે કંપની તેમાં 8 માઈક આપી રહી છે.

    30 મિમીના ડ્રાઈવર


    આમાં 30 મિમીના ડ્રાઈવર આપવામાં આવ્યા છે જે નેચરલ અવાજ આઉટપુટ અને હાઈ frequency રિસ્પોંસ પ્રદાન કરે છે. હેડફોનમાં વાયરલેસ જોડાણ માટે બ્લૂટૂથ 5.2 આપવામાં આવ્યા છે. આમાં SBC, AAC, LDAC ઑડિયો ફોર્મેટનનો સાથ મળએ છે. સરસ અવાજ ક્ષમતા માટે કંપનીએ તેમાં DSEE Extreme પણ આપ્યું છે.

    આ પણ વાંચો: iPhone: માત્ર રૂ. 11,499માં ઘરે લાવી શકો છો આ લોકપ્રિય iPhone

    30 કલાક ચાલશે બેટરી


    કંપનીએ દાવો કર્યા છે કે, હેડફોન એક વખત ચાર્જ કર્યો પછી 30 કલાક સુધી ચાલશે. તે બાદ હેડફોનમાં ઝડપી ચાર્જ કરતુ ચાર્જર પણ મળે છે, જે 3 મિનીટના ચાર્જીગ પર 3 કલાક ચાલે તેટલી ક્ષમતા વાળું છે. હેડફોનને ચાર્જ કરવા માટે USB ટાઈપ-C પોર્ટ આપવામાં આવ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gadget, Sony, ટેકનોલોજી, મોબાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन