Home /News /tech /

Sonyએ લોન્ચ કર્યુ કપડામાં પહેરવાનું AC, સ્માર્ટફોનથી પણ નાની છે સાઇઝ

Sonyએ લોન્ચ કર્યુ કપડામાં પહેરવાનું AC, સ્માર્ટફોનથી પણ નાની છે સાઇઝ

પોર્ટેબલ એસી Reon pocketને નાની બેગમાં રાખી શકાય છે, બ્લૂટૂથ દ્વારા ફોનથી થાય છે કનેક્ટ

પોર્ટેબલ એસી Reon pocketને નાની બેગમાં રાખી શકાય છે, બ્લૂટૂથ દ્વારા ફોનથી થાય છે કનેક્ટ

    સોનીએ એક પ્રકારનું એસી બનાવ્યું છે જેને કપડાની સાથે પહેરી શકાય છે. આ પોર્ટેબલ એસીનું નામ રિઓન પોકટે છે જે ઠંડી હવા ફેંકી છે. તે કોઈ મોબાઇલ ફોનથી પણ નાનું અને હલકું છે. તેને એનર્જી બેટરીથી મળે છે અને તે બ્લૂટૂથ દ્વારા ફોનથી કનેક્ટ થઈને કામ કરે છે. બે કલાકના ચાર્જિંગ બાદ તેને 90 મિનિટ સુધી ચલાવી શકાય છે.

    પોકેટ સાઇઝનું આ ડિવાઇસ નાની બેગમાં રાખી શકાય છે કે પીઠ પર અને ગળાની પાસે પણ પહેરી શકાય છે. જરૂરિયાત મુજબથી એક એપ્લીકેશન દ્વારા તેને કન્ટ્રોલ કરી શકાય છે. તેમાં એક એલીમેન્ટ લાગેલું હશે જે ઠંડું કે ગરમ થઈ શકશે. આ પ્રકારના એલીમેન્ટ્સનો પ્રયોગ મોટાભાગે કાર કે વાઇન કૂલર્સમાં કરવામાં આવે છે કારણ કે તે ઓછો પાવર અને એનર્જી યૂઝ કરે છે. આ એલીમેન્ટના કારણે ડિવાઇસ નવી વિકસીત ટેકનીકનો પ્રયોગ કરે છે જેના કારણે તેને પહેરી શકાય છે.


    આ પણ વાંચો, Jio vs Airtel vs Vodafone: આ છે સૌથી સસ્તા પોસ્ટપેડ પ્લાન

    પરંતુ આ એસીને યૂઝ કરવા માટે એક ખાસ પ્રકારના 'અંદરના કપડા' પહેરવા પડશે જે સ્મોલ, મીડિયમ અને લાર્જ સાઇઝમાં ઉપલબ્ધ હશે. પરંતુ હજુ સુધી આ કપડા માત્ર પુરુષો માટે જ તૈયાર કરવામાં આવ્યા છે.

    યૂઝર ફ્રેન્ડલી બનાવવા માટે તેને લીથિયમ આયન બેટરીથી સંચાલિત કરવામાં આવી રહ્યું છે જેને માત્ર બે કલાકના ચાર્જિંગ બાદ આખો દિવસ ઉપયોગ કરી શકાય છે. તે વજનમાં ઘણું હલકું છે જે બ્લૂર્ટથ દ્વારા ફોનથી કનેક્ટ થઈ જાય છે.

    સોની રિઓનની કિંમત 14 હજાર 80 યેન એટલે કે 8990 રૂપિયા છે. તેને ફિટ કરવા માટે અંદર પહેરવાના કપડાની કિંમત 19 હજાર 30 યેન એટલે કે લગભગ 12 હજાર રૂપિયા છે. જોકે, હજુ આ ડિવાઇસ માત્ર જાપાનમાં ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો, હવે તમે પણ પાકિસ્તાનનું લડાકૂ વિમાન F-16 તોડી શકશો!
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Air conditioner, Sony, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन