Home /News /tech /Sony આપી રહ્યું છે ઘરે બેઠા જ 38 લાખ રૂ. કમાવવાની તક, કરવું પડશે આ કામ

Sony આપી રહ્યું છે ઘરે બેઠા જ 38 લાખ રૂ. કમાવવાની તક, કરવું પડશે આ કામ

કંપનીનો હેતુ છે કે, રિસર્ચર્સ બગ અંગે રિપોર્ટ કરે જેથી તેને હેક થતા પહેલા જ રોકવામાં આવે.

કંપનીનો હેતુ છે કે, રિસર્ચર્સ બગ અંગે રિપોર્ટ કરે જેથી તેને હેક થતા પહેલા જ રોકવામાં આવે.

    ટેક જગતની અનેક કંપનીઓ તેમની સિસ્ટમમાં સમસ્યા શોધનાર માટે બગ બાઉન્ટી પ્રોગ્રામ (bug bounty program) આપે છે. આ પ્રોગ્રામ અંતર્ગત ઇનામની રકમ ઘણી મોટી હોય છે. આવી જ એક બગ બાઉન્ટી પ્રોગ્રામની જાણ થઇ છે. જ્યાં સમસ્યા શોધનારને 38 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. Sony એ પોતાના પ્લે સ્ટેશન નેટવર્ક (Play Station Network) અને પ્લે સ્ટેશન Play Station (PS4) ગેમિંગ કન્સોલ માટે એક બગ બાઉન્ટી પ્રોગ્રામ લોન્ચ કર્યો છે.

    આ પ્રોગ્રામ અંતર્ગત પ્લે સ્ટેશન સાથે જોડાયેલ ડિવાઇસીઝ કે વેબસાઇટમાં કોઇ ખામીની જાણકારી આપનારને 100થી 50 હજાર ડોલર (આશરે 38 લાખ ડૉલર) આપે છે. આવું કરવા પાછળ કંપનીનો હેતુ છે કે, રિસર્ચર્સ બગ અંગે રિપોર્ટ કરે જેથી તેને હેક થતા પહેલા જ રોકવામાં આવે.

    ZDnetના અહેવાલ મુજબ, સોનીનો આ બગ બાઉન્ટિ HackerOne દ્વારા સંચાલિત થઇ રહ્યો છે. હેકર વન એક પ્લેટફોર્મ છે જેના દ્વારા વિશ્વની ઘણી મોટી કંપનીઓ જેવી કે, ટ્વિટર, સ્નેપચેટ, પેપલ પોતાના બગ બાઉન્ટિ પ્રોગ્રામ હેઠળ તેમના પ્રોગ્રામમાં બગ શોધે છે. ઉપરાંત, સંશોધનકારોને પણ આ માટે પુરસ્કાર આપવામાં આવે છે. અગાઉ, સોની તેના બગ બાઉન્ટિ પ્રોગ્રામને પ્રાઇવેટ-ઇનવાઇટ ઓન્લી VRP અંતર્ગત ચલાવતી હતી, અને આ વર્ષે કંપનીએ તેને પબ્લિક કરી દીધો છે.

    આ પણ વાંચો - ઘરે બેઠા બેઠા જ રેશન કાર્ડમાં જોડો પરિવારનાં સભ્યનું નામ, એકદમ સરળ છે પ્રોસેસ

    સોનીએ આ બગ બાઉન્ટિ પ્રોગ્રામમાં સમાવિષ્ટ કરેલા ઉપકરણોમાં પ્લે સ્ટેશન 4 ગેમિંગ કન્સોલ, તેની ઓપરેટિંગ સિસ્ટમ, ઓફિસિઅલ પીએસ 4 એસેસરીઝ તેમ જ પ્લે સ્ટેશન નેટવર્ક અને સંબંધિત વેબસાઇટ્સ શામેલ છે.

    આ પણ જુઓ - 
    " isDesktop="true" id="993609" >

    બગ બાઉન્ટિ પ્રોગ્રામ્સ પ્રદાન કરતી 3 મોટી કંપનીઓ

    Sony બગ બાઉન્ટિ પ્રોગ્રામ લોન્ચ કરનારી ત્રણ મોટી કંપનીઓમાંની છેલ્લા નંબરે છે. વર્ષ 2016માં નિન્ટેન્ડો શરૂ કરનારી પ્રથમ કંપની હતી, ત્યારબાદ માઇક્રોસોફ્ટે જાન્યુઆરી 2020માં પોતાના Xbox ગેમિંગ પ્લેટફોર્મ માટે લોન્ચ કર્યું હતું.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन