દિગ્ગજ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ પ્રોડક્શન કંપની (Electronics gedgets Production Company) સોનીનું યર એન્ડ સેલ (Sony Year End Sale) ચાલી રહ્યું છે. જેમાં ગ્રાહકોને કંપનીના બ્રાવિયા સ્માર્ટ ટીવી (Bravia Smart TV) અને ઓડિયો પ્રોડક્ટ્સ (Sony Audio Products) પર ડિસ્કાઉન્ટ, કેશબેક તેમજ બ્રાવિયા (Bravia) ના કેટલાક નિશ્ચિત મોડલ્સ પર કંપની દ્વારા 2 વર્ષની વોરંટી પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કંપની તેની ટ્રુ વાયરલેસ ઇયરબડ્સ (Sony true wireless earbuds), હેડફોન અને બ્લૂટૂથ સ્પીકર્સ જેવી ઓડિયો પ્રોડક્ટ્સ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે. કંપની પોતાની આ ઓફર તેના ઓફલાઈન સ્ટોર તેમજ ઓનલાઈન સ્ટોર અને એમેઝોન (Amazon), ફ્લિપકાર્ટ (Flipcart) પર આપી રહી છે. આ સેલ 3 જાન્યુઆરી સુધી ચાલશે.
કંપનીના યર એન્ડ સેલમાં, કંપની તેના બ્રાવિયા સ્માર્ટ ટીવીના કેટલાક નિશ્ચિત કરેલા સિલેક્ટેડ મોડલ્સ પર ઇન્સ્ટન્ટ કેશબેક ઓફર સાથે 30% સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે. આ સિવાય કંપની કેટલાક બ્રાવિયા સ્માર્ટ ટીવી મોડલ્સ પર 2 વર્ષની વોરંટી પણ આપી રહી છે. મહત્વનું છે કે આ વોરંટી કંપનીની વેબસાઈટ પર લિસ્ટેડ સ્માર્ટ ટીવી પર જ આપવામાં આવી રહી છે.
કંપની Sony Bravia XR-65A8OJ IN5 પર ઓફર આપી રહી છે. આ મોડલની કિંમત હાલ બજારમાં 2,65,990 રૂપિયા છે, જ્યારે તેની રિટેઈલ કિંમત 3,39,900 રૂપિયા છે. આ સિવાય 1,09,900 રૂપિયામાં મળતા Bravia KD-55X8OJ અત્યારે સેલમાં આ મોડલ માત્ર 87,390 રૂપિયામાં ઉપલબ્ધ છે.
કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, ગ્રાહકોને 4 હેડફોન મોડલ પર ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. આ હેડફોન્સ એક્ટિવ નોઈઝ કેન્સલેશનના ફીચર સાથે આવે છે. આમાં, કંપનીનો WH-1000XM4 હેડફોન શામેલ છે. આ હેડફોનની રિટેઈલ કિંમત 29,990 રૂપિયા છે પણ સેલમાં આ હેડફોન 24,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સિવાય 24,990 રૂપિયામાં મળતા કંપનીના WH-H910N હેડફોન સેલમાં માત્ર 9,990 રૂપિયામાં ઉપલબ્ધ છે.
આ ઉપરાંત અગાઉ રૂ. 14,990માં વેચાતા WH-CH710N હેડફોન અત્યારે સેલમાં માત્ર રૂ. 9,990માં ઉપલબ્ધ છે. આ સાથે જ રૂ. 19,990ની કિમતના WH-XB900N હાલ સેલમાં માત્ર રૂ. રૂ. 9,990ની કિંમતમાં ઉપલબ્ધ છે.
ટ્રુ વાયરલેસ ઈયરબર્ડ ઓફર શું છે
સ્માર્ટ ટીવી અને હેડફોન સિવાય પણ કંપની તેના ટ્રુ વાયરલેસ ઇયરબડ્સ પર પણ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આમાં કંપનીનું WF-1000XM3 TWS સામેલ છે જેની કિંમત 19,990 રૂપિયા છે, જો કે હાલની આ સેલમાં તે માત્ર 9,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સિવાય સોનીના WF-SP800N TWS ઇયરબડ્સ પણ સેલમાં સામેલ છે જેની કિંમત 18,990 રૂપિયા હતી, આ ઈયરબડ્સ સેલમાં માત્ર 10,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત 11,990 રૂપિયામાં મળતા કંપનીના WF-XB700 ઇયરબડ્સને સેલમાં માત્ર 6,990 રૂપિયામાં ખરીદી શકો છો. તેમજ 16,990 રૂપિયાના WF-H800 ઇયરબડ્સ તમે આ સેલમાં માત્ર 6,990 રૂપિયામાં ખરીદી શકો છો.
કંપની આ સેલમાં તેના બ્લૂટૂથ સ્પીકર્સ પર પણ જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેમાં કંપની તેના મોડલ SRS-XB13 વાયરલેસ બ્લૂટૂથ સ્પીકર ઓફર કરી રહી છે જેની કિંમત 4,990 રૂપિયા છે, જો કે હવે ગ્રાહકો તેને આ સેલમાં માત્ર 3,590 રૂપિયામાં જ ખરીદી શકે છે. આ સિવાય પણ કંપનીના વાયરલેસ બ્લૂટૂથ હેડફોન મોડલ WH-CH510 અને WI-XB400, જેની કિંમત 4,990 રૂપિયા છે, તેને આ સેલમાં અનુક્રમે 2,990 રૂપિયા અને 2,790 રૂપિયામાં ખરીદી શકાય છે. સાથે જ કંપનીના WI-C400 મોડલ જેની કિંમત 3,990 રૂપિયા છે, જે આ સેલમાં માત્ર 2,990માં મળી રહ્યાં છે. આ સિવાય કંપનીનું WI-C310 મોડલ, જેની કિંમત 3,290 રૂપિયા છે, તેને ગ્રાહકો આ સેલમાં માત્ર 1,999 રૂપિયામાં ખરીદી શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર