Home /News /tech /Explainer: ઇલેક્ટ્રિક વાહનો માટે સોલિડ સ્ટેટ બેટરી આવી રીતે આશીર્વાદરૂપ નીવડશે, જાણો દરેક વિગત

Explainer: ઇલેક્ટ્રિક વાહનો માટે સોલિડ સ્ટેટ બેટરી આવી રીતે આશીર્વાદરૂપ નીવડશે, જાણો દરેક વિગત

પ્રતિકાત્મક તસવીર

બેટરી દ્વારા સંચાલિત આ વાહનો પારંપરિક ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)માં ભાવ વધારા બાદ ચોતરફ ડીમાન્ડમાં છે.

આજકાલ ઇલેક્ટ્રિક વાહનોની માગમાં ખૂબ ઝડપથી વધારો થઇ રહ્યો છે. બેટરી દ્વારા સંચાલિત આ વાહનો પારંપરિક ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)માં ભાવ વધારા બાદ ચોતરફ ડીમાન્ડમાં છે. તેવામાં તમે ઘણી વખત સોલિડ-સ્ટેટ બેટરીનો ઉલ્લેખ સાંભળ્યો હશે. સોલિડ-સ્ટેટ બેટરીઓ વધુ પાવર સંગ્રહ કરીને, ઝડપી ચાર્જ કરીને અને લિક્વિડ લિથિયમ-આયન બેટરી કરતા વધુ સલામતી આપે છે અને પારંપરિક ઇંધણથી ચાલતા વાહનો સામે નવો વિકલ્પ પણ આપે છે. સોલિડ સ્ટેટ બેટરીઓમાં ઘન ઇલેક્ટ્રોલાઇટ્સના પાતળા લેયરનો ઉપયોગ કરે છે જે ઇલેક્ટ્રોડ્સ વચ્ચે લિથિયમ આયન્સનું પરિવહન કરે છે.

ઉપયોગ

હાલ સોલિડ-સ્ટે બેટરીનો ઉપયોગ પેસમેકર અને સ્માર્ટ ઘડિયાળોમાં કરવામાં આવે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ઇવી માટે આ બેટરીઓનું બજાર મોટા પાયે વિકસિત થવામાં 3થી 5 વર્ષનો સમયગાળો લાગી શકે છે.

ફાયદાઓ

આ બેટરીઓ લિક્વિડ લિ-આયન બેટરીઓ કરતા વધુ સુરક્ષિત અને વધુ સ્થિર હોવાની શક્યતા છે, જેમાં ઇલેક્ટ્રોલાઇટ ઊંચા તાપમાને અસ્થિર અને વધુ જ્વલનશીલ હોય છે. તેનાથી લી-આયન બેટરીનો ઉપયોગ કરનાર ઇલેક્ટ્રિક વાહનો આગ અને રાસાયણિક લીકેજ સામે વધુ સંવેદનશીલ બને છે. વધતી સ્થિરતાનો અર્થ ઝડપથી ચાર્જ થવું અને વધુ સુરક્ષા ઉપકરણોની જરૂરિયાતને ઘટાડવાનો છે.

મોટા પાયે ઉત્પાદન સામે અડચણ રૂપ કારણો

કાર ઉત્પાદકો અને ટેક્નોલજીકલ કંપનીઓએ એક લેબમાં એક વખતમાં સોલિડ લિ-આયન બેટરી સેલ્સનું નિર્માણ કર્યુ છે, પરંતુ અત્યાર સુધી મોટા પાયે તેનું ઉત્પાદન કરવામાં અસમર્થ રહ્યા છે. એક સોલિડ ઇલેક્ટ્રોલાઇટને સ્થિર હોય, કેમિકલી નિષ્ક્રિય હોય છતા પણ ઇલેક્ટ્રોડ વચ્ચે આયનોના સારા સંવાહક તરીકે કાર્ય કરી શકે તે રીતે ડિઝાઇન કરવી મુશ્કેલ છે. તેનું ઉત્પાદન ખર્ચાળ છે અને ઉપયોગ દરમિયાન સંકોચન અને વિસ્તારીત થવાથી ઇલેક્રોલાઇટ્સની બ્રાઇટલનેસના કારણે તૂટવાનો ખતરો રહે છે.

જાપાનની કંપની કરી રહી છે મોટા પાયે ઉત્પાદન

જાપાનની ટોયોટા મોટર કોર્પ સોલિડ-સ્ટેટ બેટરીનું મોટા પાયે ઉત્પાદન કરનારમાં સૌથી આગળ છે. તેણે કહ્યું કે, તેમાં શોર્ટ સર્વિસ લાઇફ હોય છે, છતાં પણ તેને ટૂંક સમયમાં બનાવવાનો ઇરાદો છે. ટોયોટાના ઇન હાઉસ રિસર્ચ સિવાય તેને પોતાના પ્રાઇમ પ્લેનેટ એનર્જી એન્ડ સોલ્યુશન ઇંક વેન્ચરની સાથે આ પાવરપેકને વિકસિત કરવા માટે જાપાનના પેનાસોનિક કોર્પની સાથે મળીને કામ કર્યુ છે.
Published by:kiran mehta
First published:

Tags: Electric vehicle, Gujarati tech news

विज्ञापन
विज्ञापन