Instagram ના યૂઝર્સ માટે આવી રહ્યું છે આ મહત્વનું ફીચર, ફીડ પર થશે સીધી અસર

સોશિયલ મીડિયાના (Social media)યુગમાં સૌથી લોકપ્રિય અને ઉપયોગમાં લેવાતી ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ (Instagram) છે (પ્રતિકાત્મક તસવીર)

Instagram feature- લોકોનું આકર્ષણ જાળવી રાખવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા અવારનવાર નવા ફીચર (Instagram feature)ઉમેરવામાં આવે છે

  • Share this:
સોશિયલ મીડિયાના (Social media)યુગમાં સૌથી લોકપ્રિય અને ઉપયોગમાં લેવાતી ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ (Instagram) છે. હાલમાં વિશ્વભરમાં ઇન્સ્ટાગ્રામના લગભગ 1000 મિલિયન સક્રિય યૂઝર્સ છે. આ ફોટો શેરિંગ એપ્લિકેશન યુવાનો અને કિશોરો તેમજ મધ્યમ વયના લોકોમાં લોકપ્રિય છે. દર વર્ષે પ્લેટફોર્મ પરના યૂઝર્સમાં વધારો થઈ રહ્યો છે. લોકોનું આકર્ષણ જાળવી રાખવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા અવારનવાર નવા ફીચર (Instagram feature)ઉમેરવામાં આવે છે. જેથી વધુ એક ફીચર ઉમેરવાની તૈયારી ઈન્સ્ટાગ્રામ દ્વારા થઈ છે. જેને ફેવરિટસ ફીચર તરીકે ઓળખવામાં આવે તેવી શક્યતા છે. જેમાં યૂઝર્સ તેમની ફોલો લિસ્ટમાં પસંદગીના લોકોને ફેવરિટ માર્ક કરી શકશે.

શું છે આ ફીચર?

ઈન્સ્ટાગ્રામના યૂઝર્સ મોટાભાગે ઘણા લોકોને ફોલો કરતા હોય છે. જેના કારણે તેમની ટાઈમ લાઇન પર ઘણા ફોટા સામે આવે છે. પરિણામે જરૂરી ફોટા જોવાના રહી જાય છે. આવી સ્થિતિમાં ઇન્સ્ટાગ્રામના આ ફિચરની મદદથી યૂઝર જે લોકોના ફોટાને પ્રાધાન્ય આપવા માંગતા હોય તેને ફોલો લિસ્ટમાં ફેવરિટ માર્ક કરી શકે છે. જેના કારણે આવા લોકોના ફોટા પહેલા દેખાશે. અલબત, આ ફીચર ક્યારે આવશે તે અંગે હજુ કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. Alessandro Paluzzi નામના મોબાઈલ ડેવલપરે ઇન્સ્ટાગ્રામના ફીચરને જોયું હતું અને શેર કર્યું હતું.

આ પણ વાંચો - WhatsApp Update: વોટ્સએપમાં આપોઆપ ગાયબ થતા મેસેજ માટે હવે આટલા વિકલ્પ મળે તેવી શક્યતા

આ પ્રકારના ફીચર પર ઘણા સમયથી થઈ રહ્યું છે કામ

યૂઝરે પોસ્ટ કરેલું કન્ટેન્ટ કોણ જોઈ શકે અને કોણ નહીં તેના વિકલ્પ આપતા ફીચરને ઈન્સ્ટાગ્રામે ઘણા સમય પહેલા ટેસ્ટ કર્યું હતું. ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી માટે close friends ફીચર લાવ્યું હતું. જેની મદદથી ઇન્સ્ટાગ્રામના યૂઝર્સ ક્લોઝ ફ્રેન્ડ્સનું ગ્રુપ બનાવી પોસ્ટ કરેલી સ્ટોરીને એક્સક્લુઝિવ જોઈ શકે છે.

યૂઝર્સ સામાન્ય રીતે તમામ પ્રકારના એકાઉન્ટને ફોલો અને લાઈક કરે છે. જેના કારણે તેઓ જોવા ન માંગતા હોય તેવી ફિડ્સ પણ ટાઇમલાઈન પર મળે છે. આવી સ્થિતિમાં Favourites ફીચર યૂઝર્સ માટે ઉપયોગી બની શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્સ્ટાગ્રામ મસમોટા ફેરફારની તૈયારી કરી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ હવે ફોટો શેરિંગ સાઈટમાંથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વિકસિત થઈ રહ્યું છે. જેથી જ ચાઈલ્ડ પ્રોટેક્શનને લઈ પ્લેટફોર્મ દ્વારા જન્મ તારીખનો આગ્રહ પણ રાખવામાં આવી રહ્યો છે.
First published: