Home /News /tech /

કોરોના મહામારીમાં આશા અને ગુસ્સો ઠાલવવાનું કડી બન્યું સોશિયલ મીડિયા

કોરોના મહામારીમાં આશા અને ગુસ્સો ઠાલવવાનું કડી બન્યું સોશિયલ મીડિયા

Image credit: Reuters

સોશિયલ મીડિયા કોરોના મહામારી દરમિયાન લોકોની લાગણી ઠાલવાવનો ભાગ બની ગયું છે. ઘણા લોકો જાગૃતિ માટેની પોસ્ટ કરે છે. કેટલાક લોકો પોતાનો ગુસ્સો ઠાલવે છે. કેટલાક લોકો સોશિયલ મીડિયાનો આપાતકાલિન સ્થિતિમાં ઉપયોગ કરે છે.

નવી દિલ્હી: મહામારીમાં સોશિયલ મીડિયા (Social media)નો ઉપયોગ વધ્યો છે. એક તરફ સોશિયલ મીડિયા લોકોને મનોરંજન, વિગતો પૂરી પાડે છે. બીજી તરફ તેના કારણે જ ડરનો માહોલ ઊભો થાય છે. દિનચર્યા દરમિયાન દરેક વ્યક્તિને બેકગ્રાઉન્ડ મ્યુઝીક (Background music)નો અનુભવ થાય છે. આવું દરેકે નોંધ્યું છે. લોકોના મૃત્યુની ઘટના વચ્ચે ઇન્સ્ટાગ્રામમાં પોઝ (Instagram) આપવા કેટલાક લોકોને ઓરોર રનઅવેની જરૂર છે તેવી ફરિયાદ ઉઠે છે. એક યુવતી ફરિયાદમાં કહે છે કે, મારી મિત્ર હજી કોરોનામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. તે પશ્ચિમ બંગાળમાં તેના વૃદ્ધ માતાપિતા સાથે તેના ઘરે આઇસોલેટ છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં તેણે તેના સોશિયલ મીડિયાના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. અગાઉ તેને સોશિયલ મીડિયાની ટેવ પડી ગઈ હતી.

સોશિયલ મીડિયાના ઉપયોગની આદત અંગે યુવતી જણાવે છે કે, હું કંઈ પણ જાણ્યા વગર દિવસમાં ઓછામાં ઓછા દસ વખત ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કરતી. પરંતુ હવે જે સમજી વિચારીને ઉપયોગ કરું છું. હું કોઈના વિષે સોશિયલ મીડિયામાં ઓક્સિજન, દવા અથવા બેડની શોધમાં હોવાના મેસેજ, પોસ્ટ જોઉં છું ત્યારે હું પણ તેમના સ્થાને હોઈ શકું તેવો અહેસાસ થાય છે. મને ડર લાગે છે. હું જીવતી જ છું તે ચકાસવા ક્યારેક મોટેથી શ્વાસ લેઉં છું.

કોરોના મહામારી માનવ સંસ્કૃતિના ઇતિહાસ ઉપર છાપ છોડી રહી છે. મહામારી દરમિયાન જનતાને તેમની પોતાની વાત કહેવાની શક્તિ મળી છે. લાચારી, દુઃખ, હતાશા, એકાંત, વેદના, નુકસાન, તેમજ સ્થિતિસ્થાપકતા, સહનશક્તિ અને હિંમત સહિતનું સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત થાય છે. અગાઉના કપરા સમયમાં માહિતી માટે મહાન લેખકો, સંશોધકો અને સમાજશાસ્ત્રીઓ પર આધાર રાખવો પડ્યો હતો. પરંતુ તેઓ આજે જેમ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટની હારમાળા સર્જાય છે તેવું નહોતા કરતા.

આ પણ વાંચો: 1 મે, 2021: આજથી થશે પાંચ મોટા બદલાવ, LPG ગેસના ભાવથી લઈને આ પાંચ વસ્તુ બદલાશે

દિલ્હીના 30 વર્ષના મૃગાંકા સેને જાણવ્યું હતું કે, મહામારી વચ્ચે આપણી આરોગ્ય વ્યવસ્થા પૂરતી રીતે સક્ષમ ન હોવાની વાત સામે આવી છે. કોરોના સંક્રમણ લાગ્યા બાદ મોતની સંખ્યા વધી છે. સાથોસાથ સોશિયલ મીડિયામાં લોકોનો અવાજ પણ ઉઠ્યો છે. આ ઉપરાંત કોઈને બેડ, પ્લાઝમા અથવા ઓક્સિજનની જરૂર હોય તો પણ ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોનો સહારો લઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા ખૂબ કામ આવી રહ્યું છે. તેણે વધુમાં કહ્યું કે, હું એવા મિત્રોને જાણું છું જેમને અજાણ્યા લોકો કામમાં આવ્યા હતા. તેમની જરૂરિયાતની ઘડીભરમાં પુરી કરવામાં આવી હતી. ઘણા લોકોએ માનવતાને સંપૂર્ણ રીતે છોડી નથી. અલબત્ત સોશિયલ મીડિયા પર શેર કરેલી યાદીના નંબરો પર ફોન કરીને હું કલાકો સુધી બેસી રહું છું. આવા નંબર કાં તો અસ્તિત્વમાં નથી અથવા નકલી હોય છે.

તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર દયાના પ્રદર્શનનો ટ્રેન્ડ ખતરનાક બાબત છે. હું માનું છું કે, કોરોનાના સ્ત્રોતની વિગતો જે લોકો અવિરતપણે શેર કરી રહ્યાં છે, તેઓ મદદ કરવા માગે છે. પરંતુ, મદદ પણ જવાબદારીપૂર્વક કરવાની રહે છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે કોઈના પ્રિયજન જોખમ હોય છે ત્યારે તેઓ સારવાર મેળવવા માટે સોશિયલ મીડિયા પોસ્ટ પર વિશ્વાસ કરે છે. તેઓ બનાવટી યાદી પણ તપાસે છે. જેથી ખોટા નંબરની યાદી અપલોડ કરવી જોઈએ નહીં.

આ પણ વાંચો: Bank Holidays: મે મહિનામાં બેંક 12 દિવસ બંધ રહેશે, ઘરેથી નીકળતા પહેલા જાણી લો આખી યાદી

ગયા વર્ષે સોશિયલ મીડિયમાં સમાજની આબેહૂબ વાસ્તવિકતા અને ભયાનકતા બતાવી હતી. ગુજરાતના સમાજશાસ્ત્રી, ગૌરાંગ જાનીએ ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીનો પહેલો અનુભવ છે. સોશિયલ મીડિયાએ ભારતીયોને પોતાની વાત કહેવાની તક આપી છે. લોકો વાયરસને લગતા વૈજ્ઞાનિક અને તબીબી મુદ્દાઓ પર અધિકાર સાથે વાત કરી શકે છે. જોકે, સોશિયલ મીડિયા ઘણી બધી ખોટી માહિતી ઊભી કરે છે. સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવેલાં ઘણા સારા કામો વચ્ચે સ્વાસ્થ્ય વિશે ઘણી ખોટી માહિતી ઉપર પણ ધ્યાન દેવું જોઈએ.

લોકડાઉન ખુલતાંની સાથે જ ઘણા એવા પણ હતા જેઓ લાપરવાહીથી મુસાફરી કરતા હતા. લોકોએ કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું. ભવ્ય લગ્ન પાર્ટીઓ આપી હતી. રોગચાળો સમાપ્ત થઈ ગયો છે તેવું માનવું સત્યથી દૂર હતું.

આ પણ વાંચો: રાજકોટ: સિવિલમાં દાખલ વૃદ્ધા સાથે દુષ્કર્મ, પરિવારને ઝડપથી આવવાનું કહેતા હોય એવો ઓડિયો વાયરલ

મુંબઇમાં રહેતી મીડિયા પ્રોફેશનલ સ્નેહા શર્માએ જણાવ્યું હતું કે લોકડાઉન પછી તેના પિતરાઇ ભાઇએ જન્મદિવસ ઉજવ્યો હતો. આ જોયા બાદ તેણે તેનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કર્યું હતું. તે કોરોનાથી સાજો થયો છે. અગાઉ તેના લક્ષણો પણ ગંભીર હતા. તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જ્યારે મેં તેમને તેની જન્મદિવસની પાર્ટી સ્ટ્રીમ કરતા જોયા ત્યારે મેં તેની વર્તણૂક બેજવાબદાર હોવાનું નોંધ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં એક દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ, યુવક તરફડિયા મારતો રહ્યો, Live Video આવ્યો સામે

ભારતમાં લાખો લોકો પોતાના અનુભવ શેર કરે છે. લોકો સરકાર અથવા સંસ્થાઓ સામે અવાજ ઉઠાવે છે. જેઓ પ્રોટોકોલનું પાલન નથી કરતા તેમની સામે ચોક્કસપણે ક્રોધ અને ગુસ્સો દર્શાવે છે.

લોકોની ગેરવાજબી વર્તણૂકના વીડિયોઝ શેર કરવામાં આવે છે. જો કોઈ લગ્નના ફોટા પોસ્ટ કરે છે તો તેઓ બેજવાબદાર હોવાનું કહેવામાં આવે છે. એકંદરે સોશિયલ મીડિયા કોરોના મહામારી દરમિયાન લોકોની લાગણી ઠાલવાવનો ભાગ બની ગયું છે. ઘણા લોકો જાગૃતિ માટેની પોસ્ટ કરે છે. કેટલાક લોકો પોતાનો ગુસ્સો ઠાલવે છે. કેટલાક લોકો સોશિયલ મીડિયાનો આપાતકાલિન સ્થિતિમાં ઉપયોગ કરે છે. ઘણા લોકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જીવન બચાવવા માટે મદદરૂપ પણ થયું છે.
First published:

Tags: Corona Pandemic, Facebook, Mental health, Social media, Twitter

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन