Home /News /tech /Snapchatએ લોન્ચ કર્યું ધમાકેદાર feature, બદલી શકશો યુઝરનેમ, શેર કરી શકશો રિયલ-ટાઈમ લોકેશન

Snapchatએ લોન્ચ કર્યું ધમાકેદાર feature, બદલી શકશો યુઝરનેમ, શેર કરી શકશો રિયલ-ટાઈમ લોકેશન

હવે તમે સ્નેપચેટમાં પોતાનું યુઝરનેમ બદલી શકો છો અને મિત્રોમાં રિયલ ટાઈમ લોકેશન શેર કરી શકો છો.

Snapchat new update features: Snapchatએ યુઝરનેમ બદલવાની સુવિધા શરુ કરી છે. જો તમે સ્નેપચેટ પર પોતાના જૂના Usernameથી બોર થઈ ગયા હો અને તેને બદલવા માગતા હો તો હવે નવું અકાઉન્ટ બનાવ્યા વગર જ યુઝરનેમ ચેન્જ કરી શકો છો.

Snapchat new update features: ફોટો શેરિંગ અને મેસેજિંગ મોબાઈલ એપ Snapchat પોતાના યુઝર્સ માટે સમયાંતરે નવા-નવા ફીચર્સ અપડેટ કરતું રહે છે. હાલમાં સ્પેન્ચેટે ઘણાં એવા ફીચર્સ અપડેટ કર્યા છે જે યુઝર્સને ઘણી સુવિધાઓ આપી રહ્યું છે. હવે તમે સ્નેપચેટમાં પોતાનું યુઝરનેમ બદલી શકો છો અને મિત્રોમાં રિયલ ટાઈમ લોકેશન શેર કરી શકો છો.

Snapchatએ યુઝરનેમ બદલવાની સુવિધા શરુ કરી છે. જો તમે સ્નેપચેટ પર પોતાના જૂના યુઝરનેમથી બોર થઈ ગયા હો અને તેને બદલવા માગતા હો તો હવે નવું અકાઉન્ટ બનાવ્યા વગર જ યુઝરનેમ ચેન્જ કરી શકો છો. અહીં ધ્યાન રાખો કે તમે વારંવાર યુઝરનેમ બદલી નહીં શકો. વર્ષમાં ફક્ત એક વખત યુઝરનેમ ચેન્જ કરી શકો છો.

આ રીતે બદલો પોતાનું યુઝરનેમ (How to Change Username on Snapchat)

યુઝરનેમ બદલવા માટે સ્નેપચેટ એપ પર પોતાની પ્રોફાઈલને ઓપન કરો. પ્રોફાઈલ માટે કેમેરાની ઉપર જમણી બાજુ બનેલા બીટમોજી (bitmoji) આઇકોન પર ક્લિક કરો. હવે સેટિંગમાં પહોંચવા માટે ગિયર આઇકન પર ક્લિક કરો. અહીં તમને Username સેક્શન દેખાશે. હવે Change Username પર ક્લિક કરો. અહીં તમારી પસંદનું યુઝરનેમ નાખો અને તેને કન્ફર્મ કરવા માટે Next બટન પર ક્લિક કરો.

આ પણ વાંચો: WhatsApp પેમેન્ટનો UPI પિન ભૂલી ગયા છો? જાણો Reset કરવાની રીત

આ રીતે તમે સરળતાથી સ્નેપચેટ પર પોતાનું યુઝરનેમ બદલી શકો છો.

શેર કરો રિયલ ટાઈમ લોકેશન (Snapchat Live Location Share)

Snapchatએ તાજેતરમાં જ અપકમિંગ ફીચર્સની જાહેરાત કરતી ટ્વીટ કરી છે કે, 'સુનિશ્ચિત કરો કે તમે અને તમારા મિત્રો ટેમ્પરરી લોકેશન-શેરિંગ વડે સુરક્ષિત રીતે ઘરે પહોંચી જાઓ'. આ સુવિધા iOS પર Find My app જેવી જ છે, જ્યાં જે યુઝર્સે ઓપ્ટ ઇન કર્યું છે તે ચોક્કસ સ્થાન જોઈ અને શેર કરી શકે છે. આ ફીચર એપ પર ફક્ત આપસી મિત્રો વચ્ચે જ ઉપલબ્ધ છે. આ ફીચર હેઠળ તમે 15 મિનિટ સુધી કે 1 કલાક સુધી પોતાનું લાઈવ લોકેશન શેર કરી શકશો.

આ પણ વાંચો: Google Chrome કે અન્ય Browser પર પાસવર્ડ સેવ કરવા જોઈએ કે નહીં? જાણો

તેનો ફાયદો એ છે કે યુઝર્સ કોઇપણ ઇમરજન્સીમાં પોતાનું લોકેશન પોતાના મિત્રો કે પરિવાર સાથે શેર કરી શકે છે. આ ઉપરાંત જો તમે કોઈ મિત્રને ત્યાં ગયા હો અને રસ્તો ભૂલી ગયા હો તો તમે તેને લોકેશન શેર કરી શકો છો. તે સરળતાથી તમને ટ્રેક કરીને સાચો રસ્તો બતાવી શકશે.
First published:

Tags: Gujarati tech news, Mobile and Technology, New-feature, Snapchat

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો