Home /News /tech /

ચેતવણીરૂપ કિસ્સોઃ ચાર વર્ષની બાળકીના કાંડા ઉપર અચાનક ફાટી Smartwatch, ગંભીર રીતે બળી ગઈ ચામડી

ચેતવણીરૂપ કિસ્સોઃ ચાર વર્ષની બાળકીના કાંડા ઉપર અચાનક ફાટી Smartwatch, ગંભીર રીતે બળી ગઈ ચામડી

સ્માર્ટવોટ બેટરીમાં બ્લાસ્ટ, પ્રતિકાત્મક તસવીર

Smartwatch blast: આ ઘટના ચીનમાં બની છે. અહીં ચાર વર્ષની બાળકીના કાંડા ઉપર સ્માર્ટફોનની બેટરી ફાટવાથી તેને થર્ડ ડિગ્રી બર્નનો સામનો કરવો પડ્યો હતો. બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ હતી. અહીં ઘટના બાદ તેની સ્કિન ગ્રાફ્ટ કરવી પડી હતી.

  Smartwatch blast: તમને લાગે છે કે બેટરી ટેકનિક (Battery technique) એટલી વિકસીત થઈ ગઈ છે કે તેમાં બ્લાસ્ટ (Blast in battery) થવો ભૂતકાળ બની ગયો છે. પરંતુ દુર્ભાગ્યથી આ મામલો બધા પ્રકારના ડિવાઈસ માટે નથી. કારણ કે અત્યાર સુધી આપણે માત્ર સ્માર્ટફોનમાં બેટરી ફાટવાના કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ આ સમચારા સ્માર્ટફોનવોચ અંગે છે. તાજેતરમાં બનેલી આ ઘટનામાં સ્માર્ટફોનની બેટરી ફાટી (blast in smartwatch battery) હતી. જેના કારણે હવે સ્માર્ટફોન ચાહકોમાં ભય ફેલાયો છે. આ ઘટના ચીનમાં બની છે. અહીં ચાર વર્ષની બાળકીના કાંડા ઉપર સ્માર્ટફોનની બેટરી ફાટવાથી તેને થર્ડ ડિગ્રી બર્નનો સામનો કરવો પડ્યો હતો.

  બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ હતી. અહીં ઘટના બાદ તેની સ્કિન ગ્રાફ્ટ કરવી પડી હતી. પીડિતાની ઓળખ ચીની પ્રાંત ફૂઝિયાનના ક્કાનઝોઉ શહેરની યિયી હુઆંગના રૂપમાં થઈ છે. યાહૂ ન્યૂઝ ઓસ્ટ્રેલિયા અનુસાર આ ઘટના આ મહિનાની શરુઆતમાં બની હતી. જ્યારે આ નાની બાળકી પિતરાઈ ભાઈ સાથે રમી રહી હતી.

  ત્યારે તેની દાદીએ જોરથી ધમકાવી હતી. અને ત્યારબાદ આ બુમ સંભળાઈ હતી. દાદીએ તપાસ કરતા જોયું તો બાળકીના કાંડામાંથી ધૂમાડો નીકળતો હતો અને દાદી સમજી ગઈ કે બાળકીના હાથમાં બાંધેલી સ્માર્ટવોચમાં વિસ્ફોટના કારણે ધૂમાડો નીકળે છે. વિસ્ફોટના કારણે તેના હાથની પાછળના ભાગમાં થર્ડ ડિગ્રી બર્ન થયું હતું. જેથી સ્કિન ગ્રાફ્ટની પ્રક્રિયા કરાવવી પડી હતી.

  આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

  આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

  આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

  વળતરની થઈ રહી છે વાતચીત
  ઘટનાના બધા વિવરણ અત્યારે સુધી સાર્વજનિક થયા નથી. જેમાં સ્માર્ટવોચ નિર્માતાનું નામ પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે હુઆંગ ઘટનાના વળતરને લઈને નિર્માતા સાથે વાતચીત ચાલી રહી છે. આ ઘટના એક ચોંકાવનારી છે. આ ઘટના આપણને યાદ અપાવે છે કે કોઈપણ ખરાબ પરિસ્થિતિમાં બેટરી કેટલી ખતરનાક હોય છે.  ઉલ્લેખનયી છે કે આપણે ભૂતકાળમાં અન્ય અનેક ડિવાઈસની સાથે આવી ઘટના ઘટતા જોઈ કે સાંભળી હશે. સ્માર્ટવોચ વાસ્તવમાં આ યાદીનો ભાગ ન્હોતી પરંતુ આ ઘટના બાદ તેનો પણ સમાવેશ થયો છે. અને તે કેટલીક ખતરનાક સાબિત થઈ શકે છે એ પણ સમજાય છે.
  Published by:ankit patel
  First published:

  Tags: સ્માર્ટફોન

  આગામી સમાચાર