પાવર બટન કામ ન કરતું હોય તો આવી રીતે ચલાવી શકો છો ફોન

પાવર બટન કામ ન કરતું હોય તો આવી રીતે ચલાવી શકો છો ફોન

પાવર બટન ખરાબ થવા છતાં તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો છો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: સ્માર્ટફોનનું પાવર બટન ખરાબ થઇ જતાં તેને ચલાવવું મુશ્કેલ બની જતું હોય છે. આને બનાવવા માટે તમારે ફોનના સ્ટોર પર જવું પડશે, પરંતુ અમે તમને અહીં જણાવી રહ્યાં છે કે કેવી રીતે પાવર બટન ખરાબ થવા છતાં તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો છો.

  ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરો

  આજકાલ મોટાભાગના સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવે છે. આ ફિંગરપ્રિન્ટ સ્કેનર સ્માર્ટફોનની ડિસ્પ્લે ઓફ હોય તો પણ કામ કરે છે. જો તમે ફિંગરપ્રિન્ટને કન્ફિગર કરી રાખ્યું છે તો તમે ફિંગરની મદદથી ડિવાઇસને અનલોક કરી શકો છો.

  જેસ્ચર બેસ્ડ ફીચર્સની લો મદદ

  આજકાલ તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વેકઅપ જેસ્ચર જેવા કે ટેપ ટૂ વેક, સ્વાઇપ ટૂ વેક, લિફ્ટ ટૂ વેક વગેરે ફીચર્સ હોય છે. સેટિંગમાં જઇને આ ફીચરને ઓન કરો અને સ્માર્ટફોનની સ્ક્રીનને એક્ટિવ કરવા માટે આનો ઉપયોગ કરો.

  થર્ડ પાર્ટી એપ્સનો પણ કરી શકો છો ઉપયોગ

  ગુગલ પ્લેસ્ટોર પર પાવર બટનથી માંડીને વોલ્યુમ બટન સુધી તમામ માટે એપ્સ છે. આ એપ્સની મદદથી તમે તમારા ફોનને કન્ટ્રોલ કરી શકો છો. ઉપરાંત ગ્રેવિટી સ્ક્રીન, Proximity actions અને અન્ય એપ્સ દ્વારા જેસ્ચર બેસ્ડ ફીચરનો પણ ઉપયોગ કરી શકો છો.

  આ પણ વાંચો: 'ફાની' વાવાઝોડામાં ફસાયેલા લોકોને બચાવવા માટે મદદ કરશે આ એપ

  ટ્રાયલ એન્ડ એરર મેથડ

  ઘણા સ્માર્ટફોન ચાર્જિંગ દરમિયાન નોટિફિકેશન આવતાં ડિસ્પ્લે ઓન કરે છે. આવી રીતે અલાર્મ પણ ફોનને ઓન કરે છે. ઘણા સ્માર્ટફોનમાં આ ફીચર હોય છે કે, ફોન ઓફ હોવા છતાં અલાર્મ વાગે છે અને ફોન ઓન થઇ જાય છે.
  Published by:Azhar Patangwala
  First published: