આ યુવતી સ્માર્ટફોન વગર 10 મહિના રહી, હવે જીતી શકે છે રૂ. 71 લાખનું ઇનામ

ankit patel
Updated: October 13, 2019, 11:27 PM IST
આ યુવતી સ્માર્ટફોન વગર 10 મહિના રહી, હવે જીતી શકે છે રૂ. 71 લાખનું ઇનામ
સ્માર્ટફોન વગર રહેનારી યુવતી

29 વર્ષીય એલાના મગડેન નામની આ મહિલાએ એક અમેરિકન કંપની (American company)તરફથી આયોજીત Scroll Free for a Year નામની સ્પર્ધામાં ભાગ લીધો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારના સમયમાં સ્માર્ટફોન (Smartphone)દરેક માટે જરૂરી અંગ બની ગયું છે. જરૂરિયાતની વસ્તુ કરતા પણ વધારે આદત સ્માર્ટફોનની થઇ ગઇ છે. સ્માર્ટફોન વગર રહેવું એ કલ્પના બહાર બની ગયું છે. જો તમને સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવા માટે ઇનામ મળે તો શું તમે છોડશો? આવી જ એક સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેમાં એક વર્ષ માટે સ્માર્ટફોનથી દૂર રહીને એટલે કે ઉપયોગ ન કરીને 71 લાખ રૂપિયા ઇનામ જીતી શકાય છે.

અમેરિકાની એક મહિલા આ સ્પર્ધા જીતવાથી માત્ર એક કદમ દૂર છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની એક મહિલા છેલ્લા 10 મહિનાથી સ્માર્ટફોન વગર જીવી રહી છે. જો તેણે સ્માર્ટફોન વગર એક વર્ષ પૂરું કર્યું તો તેને ભારતીય રૂપિયા પ્રમાણે આશરે 71 લાખ રૂપિયાનું ઇમાન મળશે.

29 વર્ષીય એલાના મગડેન નામની આ મહિલાએ એક અમેરિકન કંપની (American company) તરફથી આયોજીત Scroll Free for a Year નામની સ્પર્ધામાં ભાગ લીધો છે. ત્યારબાદ સ્પર્ધાના નિયમ પ્રમાણે એક વર્ષ સુધી સ્માર્ટફોન વગર રહેવાનો પડકાર સ્વીકાર્યો હતો.

આ પણ વાંચોઃ-હવે કરોડો વેપારીઓ માટે સરળ થઇ જશે GST રિટર્ન ફાઇલ કરવું

આ પણ વાંચોઃ-પત્રકારે RTIમાં પૂછ્યો એક સવાલ, સામે મળ્યા 360 જવાબ

ત્યારબાદ એલાના પાસેથી તેનો iPhone લઇ લેવામાં આવ્યો હતો. આઇફોનના બદલામાં એક સાધારાણ બટનવાળો ફોન આપવામાં આવ્યો હતો. એલાના છેલ્લા 10 મહિનાઓથી સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરી રહી. જો તેમે સ્માર્ટફોન વગર ડિસેમ્બર સુધી ચલાવ્યું તો. કંપનીની સ્પર્ધા જીતી જશે. અને કંપની તેને 71 લાખ રૂપિયા આપશે.આ પણ વાંચોઃ-પ્રેમ સંબંધની આશંકાએ પત્નીની હત્યા કરીને પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન

ઉલ્લેખનીય છે કે, ઇનામની રકમ આપ્યા પહેલા કંપની એલાનાનો લાઇ ડિટેક્ટ ટેસ્ટ (Lie detector test)પણ કરાવશે. ત્યારબાદ તેમાંથી પાસ થયા પછી ઇનામની રકમ આપશે.
First published: October 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading