Home /News /tech /

Tech Tips and Tricks: આ ટ્રિક્સથી તમારો સ્માર્ટફોન રહેશે સુરક્ષિત, આજે જ અપનાવી જુઓ

Tech Tips and Tricks: આ ટ્રિક્સથી તમારો સ્માર્ટફોન રહેશે સુરક્ષિત, આજે જ અપનાવી જુઓ

સ્માર્ટફોનને રાખો સુરક્ષિત (પ્રતીકાત્મક તસ્વીર)

Smartphone Tips and Tricks: આજે મોબાઈલ ફોનથી જ બધા કામ થઈ રહ્યા છે ત્યારે હેકિંગ (Hacking)નું જોખમ ઘણું વધી ગયું છે. તેનાથી બચવા માટે તમારે ફોનને સુરક્ષિત રાખવો (Smartphone Security) પડશે.

    Smartphone Tips and Tricks: આજકાલ આપણી તમામ પ્રકારની જરૂરી જાણકારી ફોનમાં જ હોય છે, અને એવામાં હંમેશા ડર રહે છે કે ક્યાંક કોઈ જાણકારી બીજા પાસે ન પહોંચી જાય. આવું એટલા માટે કારણ કે, હેકિંગનું જોખમ ઘણું વધી ગયું છે. તેનાથી બચવા માટે તમારે ફોનને સુરક્ષિત રાખવો (Smartphone Security) પડશે, અને તેની સિક્યોરીટીનું ધ્યાન રાખવું પડશે. આજે અમે તમને કેટલીક સરળ ટ્રિક્સ (Smartphone Tricks) જણાવી રહ્યા છે જેને અપનાવીને ફોનની સેફ્ટી વધારવામાં મદદ મળી શકે છે.

    સોફ્ટવેર અપડેટનું હંમેશા ધ્યાન રાખો

    ફોનને કોઇપણ પ્રકારની હેકિંગ કે એરરથી બચાવવા માટે સોફ્ટવેરનું અપડેટ (Software Update) થવું બહુ જરૂરી છે. સ્માર્ટફોન કંપનીઓ ફોન માટે સમય-સમય પર અપડેટ જારી કરે છે, જેમાં ફોનની સિક્યોરિટી પેચ અને નવા ફીચર્સ રજૂ કરવામાં આવે છે. ફોનમાં આવતી સિક્યોરિટી અપડેટ કે ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ આ વાતને સુનિશ્ચિત કરે છે કે તમારો ફોન સૌથી સિક્યોર વર્ઝન પર ચાલતો રહે.

    આ પણ વાંચો: Samsungએ Galaxy Z Fold, Z Flip Foldable નામમાંથી ‘Z’ અક્ષર કર્યો દૂર! યુદ્ધ છે તેનું કારણ

    સિક્યોર એપ્સ યુઝ કરો

    પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર વિવિધ પ્રકારની હજારો એપ્સ હોય છે. એટલે સુરક્ષાને ધ્યાનમાં રાખતાં આપણે સિક્યોર એપ્સનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં એન્ક્રિપ્શન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

    એન્ક્રિપ્શન તમારા ડેટાને સિક્યોર રાખે છે અને કોઇપણ અન્ય વ્યક્તિ તમારી ચેટને એક્સેસ નથી કરી શકતું. જણાવી દઈએ કે એપલનો iMessage અને ફેસબુકનું વોટ્સએપ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને સપોર્ટ કરે છે.

    આ પણ વાંચો: 2 હજારથી પણ ઓછી કિંમતમાં આવી ધાંસુ Smarthwatch, મળશે 100થી વધુ વોચ ફેસ

    બધી એપને એક્સેસ આપવાથી બચો

    તમારા લોકેશનથી લઈને કોન્ટેક્ટ્સ સુધી, એપ્સ તમારા ફોનથી બહુ બધો ડેટા લે છે. જો તમે ઈચ્છો છો કે તમારો ડેટા અન્ય કોઈ પાસે ન જાય તો તેની શ્રેષ્ઠ રીત એ છે કે તમે એ પ્રકારની એપ્સ ડાઉનલોડ કરવાથી બચો, જે તમારી પાસેથી પર્સનલ ડિટેલ્સનું એક્સેસ માગતી હોય.

    આ ઉપરાંત, એ એપ્સને ફોનમાંથી એકદમ ડિલીટ કરી દો જેનો તમે ઉપયોગ નથી કરતા કારણકે, એપ ડેટા એક્સેસ કરવા સાથે ફોનના સ્ટોરેજને પણ રોકે છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે.)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Security, Tech tips and Tricks, Tips and tricks, સ્માર્ટફોન

    આગામી સમાચાર