Home /News /tech /OnePlus 6Tમાં હશે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર, લીક ફોટા ઉપર થયો ખુલાસો
OnePlus 6Tમાં હશે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર, લીક ફોટા ઉપર થયો ખુલાસો
વનપ્લસ 6ટીની ફાઇલ તસવીર
ચીની સ્માર્ટફોન નિર્માતા વનપ્લસ પોતાના ખુબજ લોકપ્રિય OnePlus 6 સ્માર્ટફોનનું નવું અપડેટ વર્ઝન OnePlus 6T ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે લોન્ચ કરી શકે છે.
ચીની સ્માર્ટફોન નિર્માતા વનપ્લસ પોતાના ખુબજ લોકપ્રિય OnePlus 6 સ્માર્ટફોનનું નવું અપડેટ વર્ઝન OnePlus 6T ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે લોન્ચ કરી શકે છે. CNETએ મંગળવારે મોડી રાત્રે રિપોર્ટમાં કહ્યું હતું કે, "ફોનના ડબ્બાની નિચેના ભાગમાં એક નાનું ફિંગરપ્રિન્ટ આઇકોન આપવામાં આવ્યો છે. જેની સાથે અનલોક ધ સ્પીડ લખ્યું છે. જેનાથી સંકેત મળે છે કે OnePlus 6Tમાં તેની ડિસ્પ્લેની સાથે ફિંગરપ્રિન્ટ સેંન્સર પણ હશે."
OnePlusનો આગામી સ્માર્ટફોનની તસવીર ચીનની સોશિયલ મીડિયા વેબસાઇટ Weibo ઉપર આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, ડિવાઇઝમાં નાનું નોચ હશે.
રિપોર્ટમાં કહ્યું છે કે, સેન્સરના ડિસ્પ્લેની સાથે જ ઇન્ટીગ્રેટ કરવાથી ફોનને અનલોક કરવું ખુબ જ સરળ થઇ જાય છે. કારણ કે સ્ક્રીન ઉપર ટેપ કરી ફોનને અનલોક કરી શકાશે. સાથે જ ફોન વધારે સુવ્યવસ્થિત હશે.
અત્યારે સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ખુબ જ ઓછા ડિવાઇઝમાં જોવા મળે છે. જેમાં વીવો એક્સ 20 પ્લસ યુડી, વીવો એક્સ 21 અને વીવો નેક્સ અને ઓપ્પો આર 17 સ્માર્ટફોન્સનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર