શું તમે પણ શર્ટ-પેન્ટના ખિસ્સામાં સ્માર્ટફોન રાખો છો? તેનાથી થતી બીમારી જાણી લો

News18 Gujarati
Updated: November 22, 2019, 1:38 PM IST
શું તમે પણ શર્ટ-પેન્ટના ખિસ્સામાં સ્માર્ટફોન રાખો છો? તેનાથી થતી બીમારી જાણી લો
પ્રતિકાત્મક તસવીર

તમે તમારો સ્માર્ટફોન આ જગ્યાએ રાખો છો તો ચેતી જાવ.

  • Share this:
મોબાઇલ વગર ઘરની બહાર નીકળવું અશક્ય છે. આપણો સ્માર્ટફોન હવે આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયો છે. અને જરૂરથી આપણે હંમેશા મોબાઇલ આપણી સાથે લઇને જ નીકળીએ છીએ. પણ અનેકવાર સ્માર્ટફોનને સતત સાથે રાખવાના ચક્કરમાં આપણે સ્માર્ટફોનને તેવી જગ્યાએ મૂકી દઇએ છીએ જેના કારણે આપણને ગંભીર બિમારીઓ પણ થઇ શકે છે. તેવામાં તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેથી તમે તમારું સ્વાસ્થય સાચવી શકો. જો તમે તમારો સ્માર્ટફોન આ જગ્યાએ રાખો છો તો ચેતી જાવ અને આજે જ આમ કરવાનું ટાળો.

પેન્ટના ખિસ્સામાં
ફોનને ક્યારેય પણ પેન્ટની પાછળવાળા ખિસ્સામાં ના મૂકવો જોઇએ. તેનાથી રેડિએશનનો ખતરો વધે છે. અને આ કારણે પગમાં દુખાવો રહેવાનું રિસ્ક પણ વધે છે. વધુમાં ફોન ચોરાઇ જવાની સંભાવના પણ વધે છે. સાથે જ ફોન પાછળના ખિસ્સામાંથી બેસતી વખતે પડી જવાનો કે તૂટી જવાની સંભાવના પણ રહેલી છે.

શર્ટના ખિસ્સામાં
કેટલાક રિપોર્ટ મુજબ પેન્ટ કે ટ્રાઉઝરની આગળવાળા ખિસ્સા કે શર્ટના આગળના ખિસ્સામાં પણ કલાકો સુધી સ્માર્ટફોન ન રાખવો જોઇએ. ખાસ કરીને પુરુષો આવી કરતા હોય છે. અને આ કારણે તેમના સ્પર્મ કાઉન્ટની ક્વોલિટી પર અસર પડે છે. શર્ટની પોકેટમાં પણ સ્માર્ટફોન રાખવાના કારણે હદયને નુક્શાન પહોંચી શકે છે. વળી તેમાંથી નીકળતા રેડિયેશનના કારણે હદય પ્રભાવિત કરે છે. માટે શ્રેષ્ઠ તે જ રહેશે કે તમે સ્માર્ટફોનને કોઇ પર્સમાં રાખો જે તમારા શરીરથી દૂર પણ રહે અને તમે રેડિએશનથી બચી પણ શકો છો.

રસોડામાંવળી અનેક મહિલાઓને ફોન રસોડામાં ગેસ સ્ટવની પાસે રાખવાની આદત હોય છે. પણ આમ કરવામાં બેટરી બ્લાસ્ટ થવાનો રિસ્ક વધી જાય છે. અનેક વાર ફોન ફાટવાની ઘટના કાને પડતી હોય છે. ત્યારે સ્ટવ કે ગરમ વસ્તુઓની પાસે ફોન રાખવો બિલકુલ પણ હિતાવહ નથી.

બાળકો

બાળકોને પણ કલાકો સુધી ફોન રમવા માટે આપવો યોગ્ય નથઈ. કારણ કે રિસર્ચમાં બહાર આવ્યું છે કે બાળકો પાસેથી ફોન રાખવાથી તેમનામાં હાઇપરએક્ટિવિટી અને ડિફિસિટ ડિસઓર્ડર જેવી બિમારી થવાની સંભાવના થઇ શકે છે.

વધુમાં તમે પ્રયાસ કરો કે મોબાઇલ ફોન તમે શરીરથી બની શકે તેટલો દૂર રાખો. જરૂર ન હોય ત્યારે એરોપ્લેન મોડમાં ફોન રાખો. અને વાત કરવા માટે સ્પીકર કે પછી ઇયરફોનની મદદ લો. વળી ચાર્જિંગ પર હોય ત્યારે ફોનમાં વાત ના કરો. અને લો બેટરી વખતે પણ ફોનથી વાત કરતા બચો.
First published: November 22, 2019, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading