Home /News /tech /Smartphone Insurance માટે ICICI લોમ્બાર્ડે Airtel Payments Bank સાથે કર્યો કરાર, જુઓ ડિટેલ્સ

Smartphone Insurance માટે ICICI લોમ્બાર્ડે Airtel Payments Bank સાથે કર્યો કરાર, જુઓ ડિટેલ્સ

ICICI Lombardનો સ્માર્ટફોન ઇન્શ્યોરન્સ તમારા હેન્ડસેટને શરૂઆતથી જ સુરક્ષા પ્રદાન કરે છે.

Smartphone Insurance: ICICI લોમ્બાર્ડનું સ્માર્ટફોન ઈન્શ્યોરન્સ સોલ્યુશન અકસ્માતોના કારણે ફોન તથા તેની સ્ક્રીનને થયેલા નુકસાન સામે નાણાકીય રક્ષણ પૂરું પાડે છે.

    Smartphone Insurance: એરટેલ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો હવે Airtel Thanks એપ પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard) જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા સ્માર્ટફોન વીમો (Smartphone Insurance) ખરીદી શકે છે. આ સાથે એરટેલ પેમેન્ટ્સ બેંકે (Airtel Payments Bank) તેના ડિજિટલ પ્લેટફોર્મ પર અવેલેબેલ વીમા ઓફરને વધુ મજબૂત બનાવી છે. ગ્રાહકો હવે ઝડપથી પેપર પ્રોસીડિંગ વગર સુરક્ષિત ડિજિટલ પ્રક્રિયા દ્વારા વીમો ખરીદી શકે છે.

    ડિજિટલ યુગમાં સ્માર્ટ ડિવાઇસિસ, ખાસ કરીને સ્માર્ટફોનની માંગમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે. ICICI લોમ્બાર્ડનું સ્માર્ટફોન ઈન્શ્યોરન્સ સોલ્યુશન અકસ્માતોના કારણે ફોન તથા તેની સ્ક્રીનને થયેલા નુકસાન સામે નાણાકીય રક્ષણ પૂરું પાડે છે. ગ્રાહકો પોલિસીની મુદત દરમિયાન સ્માર્ટફોન વીમાના ભાગરૂપે વધુમાં વધુ બે દાવા ફાઇલ કરી શકે છે અને તેમાં ફ્રી પિકઅપ અને ડિલિવરીનો પણ સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: YouTubeએ ભારતીય યુઝર્સ માટે લોન્ચ કર્યા 2 જોરદાર ફીચર્સ, હેલ્થ ઇન્ફોર્મેશનમાં આ રીતે કરશે મદદ

    સ્માર્ટફોન વીમાનું પ્રીમિયમ કેટલું હશે?

    ગ્રાહકો 1299 રૂપિયાથી શરૂ થતા માસિક પ્રીમિયમ (Smartphone Insurance Premium) સાથે સ્માર્ટફોનની ખરીદ કિંમત જેટલી વીમાની રકમ મેળવી શકે છે. રૂ. 10,000 થી રૂ. 1 લાખ સુધીની કિંમતનો સ્માર્ટફોન ખરીદ્યા પછી ગ્રાહકો જાતે 10 દિવસ માટે આ વીમો મેળવી શકે છે. સ્માર્ટફોન સંબંધિત વિગતો સબમિટ કર્યા પછી ડિવાઇસ હેલ્થ ચેકઅપ વિના વીમો ઓટોમેટિક થઈ જાય છે.

    ‘યુઝર્સને મળશે આકસ્મિક નુકસાનથી સુરક્ષા’

    ICICI લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું કે, ‘હાલમાં દેશમાં 75 કરોડથી વધુ સ્માર્ટફોન યુઝર્સ છે. આ સંખ્યા 2026 સુધીમાં 1 અબજ સુધી પહોંચવાની અપેક્ષા છે જે સ્માર્ટફોન વીમા જેવા ઉત્પાદનની વધતી તકો અને વિશાળ ક્ષમતા દર્શાવે છે. અમે એરટેલ પેમેન્ટ બેંક સાથે એક સુરક્ષા યોજના રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે ગ્રાહકોને તેમના સ્માર્ટફોનના આકસ્મિક નુકસાન અથવા ચોરીના કિસ્સામાં વધારાની સુરક્ષા પ્રદાન કરશે. આ યુઝર્સને વીમા પોલિસીઓ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરશે.’

    આ પણ વાંચો: Microsoftની ખાસ ટ્રિક! Word પર ખાલી અથવા એક્સ્ટ્રા પેજને સરળતાથી કરી શકો છો ડિલીટ

    ‘શરૂઆતથી જ હોય છે સેફ્ટીની જરૂરિયાત’

    એરટેલ પેમેન્ટ્સ બેંકના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગણેશ અનંતનારાયણે કહ્યું, ‘આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણી લાઇફ લાઇન છે. કનેક્ટિવિટીથી લઈને ફોટોગ્રાફી અને બેંકિંગ સુધી સ્માર્ટફોન આજે લગભગ દરેક બાબતમાં આપણી મદદ કરે છે. તેના સમારકામની કિંમત સામાન્ય રીતે ખૂબ વધારે હોય છે. આવી સ્થિતિમાં આપણને શરૂઆતથી જ તેની સુરક્ષાની જરૂર છે. સ્માર્ટફોન વીમાની ઓફર માટે અમે ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સ સાથે પાર્ટનરશિપ કરીને ખુશ છીએ.’
    Published by:Nirali Dave
    First published:

    Tags: ICICI, ICICI Lombard, Insurance, સ્માર્ટફોન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन