Smartphone hidden features: બહુ ઓછા લોકો તેમના સ્માર્ટફોનમાં રહેલા હિડન ફીચર્સ (hidden features) વિશે જાણે છે. આ હિડન ફીચર્સના વિવિધ ઉપયોગ છે. તેનો ઉપયોગ કરવાથી તમે તમારી પ્રાઇવસી અને અન્ય ચીજો સુરક્ષિત રાખી શકો છો.
Smartphone hidden features: સ્માર્ટફોન આવ્યા બાદ આપણી લાઈફસ્ટાઈલ (lifestyle) ઘણી બદલાઈ ગઈ છે. આજે લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેના ઉપયોગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ફિલ્મ જોવી હોય કે કોઈના ખાતામાં પૈસા મોકલવાના હોય, આજે લગભગ દરેક કામ મોબાઈલ ફોનના માધ્યમથી સરળતાથી થઈ જાય છે. તો બીજી તરફ બજારમાં દરરોજ ફોનના નવા-નવા વર્ઝન લોન્ચ થતાં રહે છે, જેમાં નવા ફીચર્સ ઉમેરાતા જાય છે. પણ બહુ ઓછા લોકો તેમના સ્માર્ટફોનમાં રહેલા હિડન ફીચર્સ (hidden features) વિશે જાણે છે. આ હિડન ફીચર્સના વિવિધ ઉપયોગ છે. તેનો ઉપયોગ કરવાથી તમે તમારી પ્રાઇવસી અને અન્ય ચીજો સુરક્ષિત રાખી શકો છો.
જરૂરી ડેટા હાઈડ કરવો
આજકાલ લગભગ બધા સ્માર્ટફોનમાં ફોટો, વિડીયો કે અન્ય કોઈ જરૂરી ફાઈલને હાઈડ કરવાનું ફીચર અવેલેબલ હોય છે. જો કે, આ ફીચર મોબાઈલમાં હિડન (Hidden) રહે છે. તેને એક્ટીવેટ કરવાની રીત દરેક કંપનીના ફોન પ્રમાણે અલગ હોય છે. આ ફીચરને ઇનેબલ કરીને તમે વિડીયો, ફોટો કે અન્ય જરૂરી ચીજો હાઈડ કરી શકો છો. તેનાથી પ્રાઈવસી જળવાઈ રહેશે.
ગૂગલનું આ ફીચર આજકાલ દરેક એન્ડ્રોઇડ ફોનમાં આવે છે. આ હિડન ફીચરનો ઉપયોગ કરવા માટે પોતાના મોબાઈલ ફોનમાં 0.5 સેકન્ડ માટે પાવર બટન દબાવીને રાખવાનું છે. એ પછી ગૂગલ અસિસ્ટન્ટ એક્ટીવેટ થઈ જશે. હવે તમે તેને કોઇપણ નિર્દેશ આપીને મોબાઈલ સંબંધિત કામ કરાવી શકો છો.
સ્ક્રીનશોટ
મોબાઈલ ફોનના આ હિડન ફીચર વિશે મોટાભાગના લોકો જાણે છે. આ ફીચરની મદદથી તમે પાવર અને વોલ્યુમ ડાઉન બટનને એકસાથે પ્રેસ કરીને સ્ક્રીનશોટ (screenshot) લઈ શકો છો. આ ઉપરાંત સ્ક્રીન પર થ્રી ફિંગર સ્લાઇડ દ્વારા પણ સ્ક્રીનશોટ લઈ શકાય છે.