માત્ર નખની તસવીરથી જાણી શકાશે કે તમારા શરીરમાં કેટલું છે લોહી

પ્રતિકાત્મક તસવીર

સંશોધકો કહે છે કે આ એક એવી એપ્લિકેશન છે જે લોહીને તપાસવા સક્ષમ છે.

 • Share this:
  હવે તમારે લોહીની અછત વિશે જાણવા માટે ક્યાંય જવું પડશે નહીં. માત્ર તમારા સ્માર્ટફોન દ્વારા જ તમે જાણી શકો છો કે તમારા શરીરમાં કેટલું લોહી છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ એક એવી એપ્લિકેશન વિકસાવી છે. જેમા લોહીની ઉણપ એટલે કે જે એનિમિયા વિશે સચોટ માહિતી પ્રદાન કરે છે.

  આ એપથી ખાસ વાત એ છે કે તેના માટે કોઇપણ પ્રકારના લોહની તપાસ કરવી નહીં પડે, પરંતુ નખનો એક ફોટો એપમાં લોડ કરવો પડશે. એપ તે ફોટોની મદદથી લોહીમાં રહેલું હિમોગ્લોબિનને સાચી-સાચી માત્રામાં બતાવશે. એપને અમેરિકાના ઇમોરી વિશ્વવિદ્યાલયના વિજ્ઞાનિકોએ તૈયાર કરી છે.

  ચીફ સંશોધક વિલ્બર લામે જર્નલને કહ્યું કે તે એક એવી એપ્લિકેશન છે જે એટલો જ આંકડો બતાવશે જેટલી લોહીની તપાસ કરશે. પણ માત્ર તફાવત એટલો છે કે લોહીના ટીપાને બહાર કાઢવા ન પડે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ એપ્લિકેશન માત્ર માહિતી પ્રદાન કરે છે અને કોઈ પણ પ્રકારનો રોગ શોધી શકશે નહીં. તેમણે આગળ જણાવ્યું હતું કે આ ટેકનીકી એટલી સરળ છે કે કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકશે, આ ગર્ભવતી મહિલા અને ખેલાડીઓના મામલામાં વધુ મદદરૂપ થશે.

  આ પણ વાચો: લગ્ન બાદ પ્રિયંકાએ લોન્ચ કરી DATING APP, મહિલાઓ રહેશે સુરક્ષિત?

  એનિમિયાથી 2 અબજ લોકો છે પ્રભાવિત

  લોહીનો અભાવ એટલે કે એનેમિયાની બિમારીથી પૂરી દુનિયામાં લગભગ બે અબજ લોકો આ રોગથી પીડાય છે. તેની તપાસ માટે લોહીની તપાસને કંપલીટ બ્લડ ગણતરી અથવા સીબીસી પણ કહેવામાં આવે છે. આ એપ્લિકેશનથી અનેક લોકોના ફોટાઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું અને ફોટાની તુલનામાં તેમા લોહીની ઉણપ સાચી માત્રામાં ખબર પડી.
  Published by:Bhoomi Koyani
  First published: