Home /News /tech /

શું તમે ટોયલેટમાં ફોન લઇને જાવ છો? તો ચેતી જજો

શું તમે ટોયલેટમાં ફોન લઇને જાવ છો? તો ચેતી જજો

સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માટે સમય નક્કી કરો,દિવસમાં ચોક્કસ સમયે તમારા ફોનનો ઉપયોગ કરશો નહીં.

સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માટે સમય નક્કી કરો,દિવસમાં ચોક્કસ સમયે તમારા ફોનનો ઉપયોગ કરશો નહીં.

    સ્માર્ટફોન્સમાં ફાયદા તો હોય છે, પરંતુ અમે તેના નુકસાન વિશે આપણે વારંવાર સાંભળીએ છીએ. તમે લોકો સાથે વાર્તાલાપથી વધારે સમય સોશિયલ મીડિયા અથવા વીડિયો ગેમ્સને આપો છો. તો, વારંવાર નોટિફિકેશનનો ઉપયોગ કરો છો. ટેક્સ્ટ અને ઇમેઇલ જોયા વગર રહી શકતા નથી. છતા તમે તેને સ્વયં સ્વીકરાતા નથી, તો તેનો અર્થ એ છે કે તમે સ્માર્ટફોનના ગુલામ બન્યા છો. આનાથી તમારુ કૌટુંબિક જીવન,તમારું વ્યક્તિત્વ અને તમારા પોતાના શરીરને પ્રભાવિત કરી શકે છે, આને ટાળવા માટેના કેટલાક રસ્તાઓ છે, જેનાની તમે સ્માર્ટફોનની ગુલામીથી છુટકારો મેળવી શકો છો.

    1- સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માટે સમય નક્કી કરો -

    કારણ કે તમે હંમેશાં મોબાઇલ પર વ્યસ્ત છો, તે હવે જરુરી છે કે તમે નક્કી કરો કે, દિવસમાં, તમે સ્માર્ટફોનનો કેટલી વખત ઉપયોગ કરશો. તમે આ નિયમિત અનુસરો.

    દિવસમાં ચોક્કસ સમયે તમારા ફોનનો ઉપયોગ કરશો નહીં. જેમ કે ડ્રાઇવિંગ, મીટિંગ્સમાં, જિમમાં, રાત્રિભોજન અથવા બાળકો સાથે રમવાના સમયે અને તમારા ફોનને બાથરૂમમાં તો ક્યારેય ન લઇ જાવ. તેના રેડીએશન તમેને નુકસાન પહોચાડી શકે છે.

    રાત્રે સૂતા સમયે તમારો ફોન અથવા ટેબ્લેટને પલંગ પર ન રાખો-

    મોબાઇલ ફોન સ્ક્રીનની રોશની તમારી ઊંઘને ​​બગાડી શકે છે. સૂવાના સમયના બે કલાક પહેલા મોબાઇલ ફોન છોડી દેવો જોઇએ.કારણકે મોબાઇલ બ્લાસ્ટ થવાની પણ શક્યતાઓ રહેલી છે.

    સ્માર્ટફોન પર સમય પસાર કરવાને બદલે, કેટલાક સ્વાસ્થ્ય માટે સારી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરો. બાળકો સાથે રમવુ, ધ્યાન, મિત્રો અથવા પરિવાર સાથે બેસીને વાતો કરવી.

    નીની રમતો પર આધાર રાખો

    ઑફિસની બહારની ચા પીવાના અથવા સહકાર્યકરો સાથે ડિનર પાર્ટી દરમિયાન ફોન પર પ્રતિબંધ મૂકવો. જે ફોનનો ઉપયોગ કરશે તેને આગળનું બિલ ચૂકવવું પડશે.

    તમારા ફોનમાંથી સોશિયલ મીડિયા એપ્લિકેશન કાઢી નાખો. સોશિયલ મીડિયા એપનો માત્ર ડેક્સટોપ પર ઉપયોગ કરો.

    કંઇક છુટી જશે એ માટે તમે વારંવાર મોબાઇલ ફોનને ચેક કરો છો. આ ડરમાંથી બહાર નીકળો. સ્માર્ટફોન વગર પણ દુનિયા ચાલી રહી છે અને તે ચાલુ રહેશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Internet, Use, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन