Home /News /tech /શું તમે TV ખરીદવાનું વિચારી રહ્યા છો? આ રહી બેસ્ટ 4K ટીવીની કિંમત અને ફીચર્સ સાથેની યાદી
શું તમે TV ખરીદવાનું વિચારી રહ્યા છો? આ રહી બેસ્ટ 4K ટીવીની કિંમત અને ફીચર્સ સાથેની યાદી
4K ટીવી (પ્રતીકાત્મક તસવીર)
4K TVs in India: જો તમે હાલ ટીવી ખરીદવા (TV Purchase)નો વિચાર કરી રહ્યા હોય અને સારા ટીવી (Best TV) તલાશમાં હોય તો તમારે એક વખત આ લીસ્ટ પર જરૂર નજર કરવી જોઇએ.
મુંબઈ: જો તમે હાલ ટીવી ખરીદવા (TV Purchase)નો વિચાર કરી રહ્યા હોય અને સારા ટીવી (Best TV) તલાશમાં હોય તો તમારે એક વખત આ લીસ્ટ પર જરૂર નજર કરવી જોઇએ. અમે તમને અમુક બેસ્ટ 4K (Best 4K TVs in India) ટીવી વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેના ફીચર્સ (Features) પણ દમદાર છે. તો ચાલો નજર કરીએ ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ 4K ટીવીના લીસ્ટ પર.
LG G1
4K રીઝોલ્યુશન અને OLED ડિસ્પ્લે ધરાવતા LG G1 સ્માર્ટ TV હવે ભારતમાં ઉપલબ્ધ છે. તે HDR 10, HLG અને ડોલ્બી વિઝન સહિત તમામ HDR ફોર્મેટને સપોર્ટ કરે છે. તે ડોલ્બી એટમોસને પણ સપોર્ટ કરે છે. આ ટીવીના 55, 65 અને 77 ઇંચના સ્ક્રિન સાઇઝ વેરિએન્ટ પણ ઉપલબ્ધ છે. 65 ઇંચ સ્ક્રિન સાઇઝવાળા ટીવીની કિંમત રૂ. 3,99,990 છે.
SONY A80J
A80J OLED ટીવી એ સોનીનું 2021નું ફ્લેગશિપ ટીવી છે. ટીવી સોનીના XR કોગ્નિટિવ પ્રોસેસરથી સંચાલિત છે. આ ટીવી HDR માટે બ્રાઇટ પેનલ, ગેમિંગ માટે શ્રેષ્ઠ છે. અને HDRના તમામ ફોર્મેટ સપોર્ટ કરશે. 65 ઇંચના ટીવીની કિંમત રૂ. 2,63,900 છે.
LG C1
LG C1 અને LG G1ના સ્પેસિફિકેશન્સ મોટા ભાગે એકસરખા છે. પરંતુ આ બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત OLED પેનલ છે. G1માં Evo OLED પેનલ છે, ત્યારે તમને C1માં OLED પેનલ મળે છે. C1માં Alpha 9 Gen 4 AI પ્રોસેસર 4K પ્રોસેસર પણ છે અને HDR 10, Dolby Vision IQ અને Dolby Atmos પણ સપોર્ટ કરે છે. આ ટીવી 48-55 અને 65 ઇંચ એમ 3 વેરીએન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં 65 ઇંચ વેરીએન્ટની કિંમત 2,27,999 છે.
Sony A8H
આ OLED TVમાં સૌથી સારી પિક્ચર ક્વોલિટી જોવા મળશે. Sony A8Hમાં નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો, ડિઝ્ની+હોટસ્ટાર, વૂટ સહિત અનેક સ્ટ્રીમિંગ સર્વિસ અને ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ મળશે. Sony A8Hમાં 30W સાઉન્ડ આઉટપુટ પણ મળશે. 65 ઇંચના આ ટીવીની કિંમત એમેઝોન પર રૂ. 2,32,990 છે.
LG CX
4K રીઝોલ્યુશન ધરાવતા આ ટીવી તમને 48 ઇંચથી લઇને 77 ઇંચ સુધીના વેરિએન્ટમાં મળી રહેશે. ટીવી LGના a9 Gen 3 પ્રોસેસરથી સજ્જ છે અને તમારી ગેમિંગ જરૂરિયાતો માટે NVIDIA G-SYNC અને AMD FreeSync સાથે આવે છે. 55 ઇંચના ટીવી વેરિએન્ટની કિંમત રૂ. 1,35,317 છે.
Samsung Q95T
Q95T એ 4K QLED ટીવી છે જે 100% કલર વોલ્યુમ અને ડાયરેક્ટ ફુલ એરે 16x ધરાવે છે. તે ઑબ્જેક્ટ ટ્રેકિંગ સાઉન્ડ સિસ્ટમથી સજ્જ છે. તે સેમસંગના એક કનેક્ટ બોક્સ સાથે આવે છે, જે તમને તમારા મનોરંજન રૂમમાં ક્લટર-ફ્રી સેટઅપ આપે છે. તમારી કનેક્ટિવિટી જરૂરિયાતો માટે, ટીવીમાં 4 HDMI પોર્ટ અને 2 USB પોર્ટ છે. 55 ઇંચના ટીવી વેરીએન્ટની કિંમત રૂ. 1,41,989 છે.
Sony X90J
Sony X90J માં સોનીનું લેટેસ્ટ Cognitive XR પ્રોસેસર છે. X90J ડિમિંગ ઝોન સાથે ફૂલ-એરે બેકલાઇટિંગ ધરાવે છે. ટીવી ડોલ્બી વિઝન, HDR અને HLG સહિત તમામ લોકપ્રિય HDR ફોર્મેટ અને Dolby Atmosને સપોર્ટ કરે છે. ટીવીમાં 4 HDMI પોર્ટ છે જેમાંથી HDMI 3 અને 4 HDMI 2.1, 120Hz, VRR અને ALLM પર 4K સહિત સપોર્ટ કરે છે. 55 ઇંચના વેરીએન્ટની કિંમત રૂ. 1,20,490 છે.
સેમસંગનું અન્ય એક QLED ટીવી Q80T છે. Q90T અને Q80T વચ્ચેનો તફાવત એ છે કે Q90Tની સાથે તમને ડાયરેક્ટ ફુલ એરે 16X મળશે અને Q80Tની સાથે તમને ડાયરેક્ટ ફુલ એરે 8X મળશે. Q80માં પણ Q90T જેવા જ સ્માર્ટ અને UI ફીચર્સ છે. આ ટીવી એક સિમ્પલ યુનિવર્સલ રીમોટલ કન્ટ્રોલ સાથે આવે છે. 55 ઇંચના આ 4K ટીવી વેરીએન્ટની કિંમત રૂ. 1,17,790 છે.
જો તમે કોઇ મોટી સ્ક્રિનવાળા 4k ટીવીની શોધમાં છો તો Mi QLED TV 75 તમારા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તે એન્ડ્રોઇડ 10 પર ચાલે છે જે ગૂગલ પ્લે સ્ટોર, ક્રોમકાસ્ટ બિલ્ટ-ઇન અને ગૂગલ આસિસ્ટન્ટની ઍક્સેસ કરવાની સુવિધા ધરાવે છે. Android TV UI ઉપરાંત યુઝર્સને PatchWall UI નો વિકલ્પ પણ આપે છે. ટીવીના હાઇલાઇટિંગ ફિચર્સ પૈકી એક HDMI 2.1 છે. ટીવી પરના ત્રણેય HDMI પોર્ટ HDMI 2.1થી સજ્જ છે. જોકે, ટીવી VRR ને સપોર્ટ કરતું નથી કે તે 120Hz પર 4K ને પણ સપોર્ટ કરતું નથી. ટીવી ગૂગલ આસિસ્ટન્ટ એનેબલ રિમોટ કંટ્રોલ સાથે આવે છે. 75 ઇંચના આ ટીવીની કિંમત ફ્લિકાર્ટ પર રૂ. 1,27,999 છે.
ફિલિપ્સનું આ 50-ઇંચનું ટીવી એન્ડ્રોઇડ ટીવી પર ચાલે છે અને જ્યારે કલર રીપ્રોડક્શન અને સ્કિન ટોનની વાત આવે છે ત્યારે તે શ્રેષ્ઠ પેનલ પરફોર્મન્સ આપે છે. ટીવીમાં 4HDMI પોર્ટ અને 2USB પોર્ટ આવે છે. આ ટીવા 55, 65 અને 70 ઇંચના વેરીએન્ટ પણ ઉપલબ્ધ છે. 50 ઇંચના વેરીએન્ટની કિંમત રૂ. 46,500 છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર