Home /News /tech /10,000ના બજેટમાં આવતા આ સ્માર્ટફોન છે બેસ્ટ, બેટરી પણ છે દમદાર, જુઓ યાદી

10,000ના બજેટમાં આવતા આ સ્માર્ટફોન છે બેસ્ટ, બેટરી પણ છે દમદાર, જુઓ યાદી

Realme Narzo 30Aની તસવીર

Mobile news: 10 હજારના બજેટમાં આ સ્માર્ટ ફોન છે એકદમ બેસ્ટ.

જો તમે 6000 mAhની બેટરીવાળો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ અને તમારું બજેટ 10,000 રૂપિયા (Smart phones under 10,000 rs) હોય તો અમે તમને આજે કેટલાક શ્રેષ્ઠ સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ. અત્યારે બજારમાં GIONEE Max Pro, LAVA Z2 Max, Tecno Spark 7, Realme Narzo 30A, Infinix Hot 10s, Motorola Moto G10 Power, Realme C15, Tecno Spark 7, Infinix Smart 4 Plus અને Tecno Spark Power 2 Air જેવા ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે.

GIONEE Max Pro (રૂ. 7,099)

જિયોની મેક્સ પ્રો સ્માર્ટફોનમાં 6.52 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે અને તે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. જેમાં તેનો પ્રાઇમરી કેમેરા 13MP છે અને સેકન્ડરી કેમેરા 2MP છે. ફોનમાં સેલ્ફી માટે 8MP ફ્રન્ટ કેમેરા છે. જિયોની મેક્સ પ્રો ઓક્ટા-કોર પ્રોસેસર પર ચાલે છે અને 6000mAh બેટરી મળે છે.

Realme C12 (રૂ. 7999)

આ ફોનમાં રિઝોલ્યુશન 720 X 1600 પિક્સલ સાથે 6.50 ઇંચની ડિસ્પ્લે મળે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે. સ્માર્ટફોનમાં ઓક્ટા કોર મીડિયાટેક હેલિયો G35 પ્રોસેસર છે. તેમાં 3 GB રેમ અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોનમાં 6000mAhની બેટરી છે.

LAVA Z2 Max (રૂ. 7,799)

આ સ્માર્ટફોનમાં 7 ઇંચની ડિસ્પ્લે છે અને તે 2GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. આ સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપમાં 13MP + 2MPની સુવિધા મળે છે અને સેલ્ફી લેવા માટે 8MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવે છે. આ ફોનમાં મીડિયાટેક હેલિયો ચિપસેટ છે.

આ પણ વાંચો- WhatsApp પર વહેલી તકે આવી શકે છે Voice ટ્રાંસ્ક્રિપ્શન ફીચર, જાણો કેવી રીત કરશે કામ

Infinix Smart 5 (રૂ.8990)

ઇન્ફિનિક્સ સ્માર્ટ 5માં 720X1600 પિક્સલ સાથે 6.82 ઇંચની ડિસ્પ્લે અને 20.5:9નો એસ્પેક્ટ રેશિયો આપવામાં આવ્યો છે. ઓપરેટિંગ સિસ્ટમની દ્રષ્ટિએ આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે. પ્રોસેસરની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 2ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર પ્રોસેસર છે. જ્યારે સ્ટોરેજમાં 2 GB રેમ અને 32 GB ઇન્ટરનલ મળે છે.

Tecno Spark 7 (રૂ. 8,150)

ટેકનો સ્પાર્ક 7 6.53 ઇંચની એચડી+ ડિસ્પ્લે સાથે આવે છે. ફોન ફિંગરપ્રિન્ટ સેન્સર અને 16 MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપને સપોર્ટ કરે છે અને 6000 mAh બેટરી મળે છે.

Realme Narzo 30A (રૂ. 8,999)

આ ફોનમાં મીડિયાટેક હેલિયો G85 પ્રોસેસરની સાથે 6.5 ઇંચની મિની ડ્રોપ ડિસ્પ્લે છે અને તેમાં 6000mAhની બેટરી આપવામાં છે. આ સિવાય યુઝરને મેઇન સેન્સર અને મોનોક્રોમ લેન્સ સાથે 13MP કેમેરા પ્રાઇમરી અને 8MP સેલ્ફી કેમેરા મળે છે.

આ પણ વાંચો- Realme 8s 5Gનો આજે ભારતમાં પહેલો સેલ, મળશે રૂ. 1500નું શાનદાર ડિસ્કાઉન્ટ

Infinix Hot 10s (રૂ. 9,999)

આ સ્માર્ટફોન સારો વિકલ્પ છે. તેમાં 48 MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 8 MP સેલ્ફી કેમેરાની સાથે 6.82 ઇંચની સ્ક્રીન મળે છે. આ સિવાય ફોન મીડિયાટેક હેલિયો G85 પ્રોસેસરને સપોર્ટ કરે છે અને તેમાં 6000mAhની બેટરી છે.
First published:

Tags: Realme, Smart phone, Technology news