Home /News /tech /

Amazon પર જ મળશે  OnePlus 6T ફોન, આવી હોઇ શકે છે કિંમત

Amazon પર જ મળશે  OnePlus 6T ફોન, આવી હોઇ શકે છે કિંમત

ફાઇલ તસવીર

ચીની કંપની OnePlusના નવા સ્માર્ટફોન OnePlus 6Tને લઇને છેલ્લા દિવસોમાં ચર્ચાનું બજાર ગરમ છે.

    ચીની કંપની OnePlusના નવા સ્માર્ટફોન OnePlus 6Tને લઇને છેલ્લા દિવસોમાં ચર્ચાનું બજાર ગરમ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, OnePlus ટૂંક સમયમાં નવો ફ્લેગશિપ સ્માર્ટફોને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરશે. Amazon ઇન્ડિયાની વેબસાઇટ ઉપર આ ફોનના તાજેતરના પ્રોમો લિસ્ટિંગ પહેલા જ એ વાતની પુષ્ટી થઇ છે કે, આ સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં આવનાર છે. OnePlus 6Tની લિસ્ટિંગને એમેઝોન ઇન્ડિયાના હોમપેજમાં ટોપ ઉપર લગાવવામાં આવશે. જેમાં નોટિફી મીનો ઓપ્શન આપવામાં આવશે. આ ઓપ્શન દ્વારા યુઝર્સ પોતાને રજિસ્ટર કરાવી શકે છે. જેનાથી તેમને જાણ થઇ જશે કે ભારતમાં આ સ્માર્ટફોનનું વેચાણ ક્યારે શરુ થશે.

    કેટલી હશે OnePlus 6Tની કિંમત બેનરમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, OnePlus 6T ટૂંક સમયમાં આવી રહ્યો છે. Amazon Exclusive ડિવાઇસ હશે. ઇચ્છુક લોકો પોતાના Amazon Accountsમાં લોગિંન કર્યા બાદ નોટિફી મી ઓપ્શન ઉપર ક્લિક કરીને રજિસ્ટર કરી શકાશે. મળતી માહિતી પ્રમાણે OnePlus 6Tને 17 ઓક્ટોબરના દિવસે લોન્ચ કરી શકાય છે. આ સ્માર્ટફોનની કિંમત આશરે 550 ડોલર (રૂ.39,839) રહેવાની આશા છે. OnePlus 6ને 34,999 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લોન્ચ કર્યો હતો. 6GB રેમ અને 64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત છે.

    OnePlus 6Tના રિયરમાં હોઇ શકે છે ત્રણ કેમેરામાહિતી પ્રમાણે OnePlus 6Tના રિયરમાં ત્રણ કેમેરા હોઇ શકે છે. ત્રણે કેમેરા એક સીધી લાઇનમાં હશે. લીક રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે એક નાનો નોચ પણ હોઇ શકે છે. OnePlus 6T સ્નેપડ્રેગન 845 ચિપસેટથી પાવર્ડ હોઇ શકે છે.  આ સ્માર્ટફોનમાં 8GB સુધી રેમ અને 256GBનો ઇન્ટરનલ સ્ટોરેજ હોઇ શકે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Amazon india, Oneplus 6t, વેબસાઇટ

    આગામી સમાચાર