Home /News /tech /Smart glasses : બજારમાં આવી ગયા સ્માર્ટ ચશ્મા, કોલ રિસીવ કરવાથી લઈ ઘણા કામ કરશે, આટલી છે કિમત

Smart glasses : બજારમાં આવી ગયા સ્માર્ટ ચશ્મા, કોલ રિસીવ કરવાથી લઈ ઘણા કામ કરશે, આટલી છે કિમત

નોઈસ સ્માર્ટ ગ્લાસ

Smart glasses : ઈલેક્ટ્રોનિક્સ નિર્માતા કંપની Noise એ એક નવા સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ કર્યા છે, જેમાં ઘણા આકર્ષક ફીચર્સ છે. આ નોઈસનું પહેલું સ્માર્ટ આઈવેર છે અને તે લિમિટેડ એડિશન ડિવાઈસ છે.

Tech News : આપણી લાઇફ હવે ચારેબાજુથી ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી ઘેરાઇ ગઇ છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વગર આપણુ કામ પણ અટકી જાય છે. ખાસ કરીને સ્માર્ટફોનને આપણે 1 મીનિટ પણ આપણાથી દુર નથી કરી શકતા. ત્યારે હવે સ્માર્ટફોન જેવુ જ કામ કરતાં સ્માર્ટ ચશ્મા (Smart Glasses) માર્કેટમાં આવી ગયા છે. જેમાં અદભૂત ફીચર્સ મળે છે.

Noise એ એક નવા સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ કર્યા

ઈલેક્ટ્રોનિક્સ નિર્માતા કંપની Noise એ એક નવા સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ કર્યા છે, જેમાં ઘણા આકર્ષક ફીચર્સ છે. આ નોઈસનું પહેલું સ્માર્ટ આઈવેર છે અને તે લિમિટેડ એડિશન ડિવાઈસ છે. તેની કિંમત 5,999 રૂપિયા છે અને તમે તેને Noiseની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકો છો.

આ સ્માર્ટ ચશ્મા સ્માર્ટફોનનું કામ કરશે

નોઈઝ i1 સ્માર્ટ ચશ્મા (Noise i1 Smart Glasses) ભારતમાં (India) બનાવવામાં આવ્યા છે અને મોશન એસ્ટીમેશન, મોશન કમ્પેન્સેશન અને મેગ્નેટિક ચાર્જિંગ જેવી ઘણી આકર્ષક સુવિધાઓ સાથે આવે છે. મલ્ટિ-ફંક્શનલ ટચ કંટ્રોલ્સ સાથે તમે સરળતાથી કૉલ રિસિવ કરી શકો છો. મ્યુઝિક કંટ્રોલ કરી શકો છો અને વૉઇસ આસિસ્ટન્ટને પણ એક્ટીવેટ કરી શકો છો.

Noise i1 સ્માર્ટ ચશ્માની અન્ય વિશેષતાઓ

Noise i1 સ્માર્ટ ગ્લાસીસ (Noise i1 Smart Glasses ) બ્લૂટૂથ વર્ઝન 5.1 પર કામ કરે છે. આ ચશ્મા પાણી અને સ્પ્લેશ પ્રતિરોધક પણ છે. શાનદાર ફીચર્સવાળા આ સ્માર્ટ ચશ્મામાં આપવામાં આવેલ બ્લુ લાઇટ ફિલ્ટરિંગ ટ્રાન્સપરન્ટ લેન્સ આંખો પર ભાર નહીં મૂકે અને તેને ખતરનાક યુવી રેજથી પણ બચાવશે. Noise i1 સ્માર્ટ ચશ્માનો ઉપયોગ એક જ ચાર્જ પર નવ કલાક માટે કરી શકાય છે, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે અને 15 મિનિટના ચાર્જિંગ પર 120 મિનિટનું મ્યુઝિક પ્લેબેક ઓફર કરે છે.

આ ડિવાઇસની કનેક્ટિવિટી રેન્જ 10 મીટર છે. તેને માત્ર 15 મિનિટ ચાર્જ કરી 120 મિનિટ સુધી ચલાવી શકાય છે. આ સ્માર્ટ આઇવેરમાં મલ્ટી-ફંક્શનલ ટચ કન્ટ્રોલ પણ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોTVS આવતા મહિને લોન્ચ કરશે નવી સ્પોર્ટ્સ બાઇક, કેવું હશે નવું મોડલ?

અહી ઉલ્લેખનિય છે કે, આજના સમયમાં માર્કેટમાં ઘણા એવા કમાલના ફિચર્સ આવ્યા છે, જેની મદદથી મોટાભાગના કામ સરળ થઇ શકે છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં સૌથી ખાસ સ્માર્ટફોન છે જેની મદદથી વાત કરવાથી લઇને વાત કરવા સુધી અનેક પ્રકારના ટાસ્ક કરી શકાય છે. હવે સ્માર્ટ ચશ્મા પણ આ કામ કરી શકશે.
First published:

Tags: Gujarati tech news, Smartphones