સ્માર્ટફોન અને સ્માર્ટ TV બાદ બજારમાં આવ્યા છે સસ્તા સ્માર્ટ પંખા, મોબાઈલથી થશે સ્પીડ કંટ્રોલ

પ્રતિકાત્મક તસવીર

તમે તમારા મોબાઇલ અને અવાજથી સ્માર્ટ ફેનની ગતિને નિયંત્રિત કરી શકો છો. આ સિવાય તેને ચાલુ-બંધ કરવાનું પણ તમાર હાથમાં જ હશે

 • Share this:
  આજકાલના ટેક્નોલોજીના જમાનામાં દિવસે ને દિવસે સ્માર્ટ ઉપકરણોનું ચલણ વધ્યું છે. ખાસ કરીને હોમ એપ્લાયન્સિસ સેગમેન્ટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) અને સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.

  માર્કેટમાં સ્માર્ટ ટીવી(Smart TV) અને સ્માર્ટફોન( Smartphone)ની સાથે હવે સ્માર્ટ પંખા (Smart Fans) પણ હાજર છે. હવે તમને સવાલ થશે કે નવી ટેક્નોલોજી હશે તો ભાવ પણ ખૂબ વધુ હશે, પરંતુ તમને જણાવી દઈએ કે સ્માર્ટ ફેનની કિંમત ઓછી જ છે.

  તમે તમારા મોબાઇલ અને અવાજથી સ્માર્ટ ફેનની ગતિને નિયંત્રિત કરી શકો છો. આ સિવાય તેને ચાલુ-બંધ કરવાનું પણ તમાર હાથમાં જ હશે. જો તમે પણ તમારા ઘરે આ સ્માર્ટ ફેન લગાવવા ઈચ્છો છો, તો આવો તમને જણાવીએ સ્માર્ટ ફેનની કિંમત અને તેના ફીર્ચસ

  આ પણ વાંચો - સુરત: હવે કિન્નરના Videoએ વિવાદ સર્જ્યો, ભલ-ભલા કિન્નરને યુવતી સમજી થઈ જાય છે ફિદા

  Atomberg Efficio Smart Fan

  જાનદાર લુક ધરાવતા આ Atomberg Efficio Smart Fanને તમે ફ્લિપકાર્ટ પર ફક્ત 2599 રૂપિયામાં ખરીદી શકો છો. વ્યાજબી કિંમતે મળતા આ સ્માર્ટ ફેનને માત્ર રીમોટથી જ કન્ટ્રોલ કરી શકો છો, ફોનથી કન્ટ્રોલ નહીં કરી શકો. 5-સ્પીડ એટોમબર્ગ સ્માર્ટ ફેનમાં Blade sweep સાઈઝ 1200 mm હશે.

  Orient Remote Wendy Smart Fan 

  ઓરિયન્ટ કંપનીનો રીમોટ કંટ્રોલ સ્માર્ટ ફેન એમેઝોન પરથી ફક્ત 3400 રૂપિયામાં ખરીદી શકાય છે. 1200 mmની Blade Sweep સાઈઝ ધરાવતા આ ખ્યાતનામ કંપનીના સ્માર્ટ ફેન બ્લેક ગોલ્ડ કલરમાં ખૂબ જ સ્ટાયલિશ જોવા મળી રહ્યો છે. જોકે આ આ ફેન વોઈસ કમાન્ડ સપોર્ટ કરતું નથી.

  Orient Electric Ecotech Plus Smart Fan 

  ઓરિયન્ટ કંપનીનો આ બીજો સ્માર્ટ ફોન રીમોટથી જ કન્ટ્રોલ કરી શકશો. બ્રાઉન કલરના આ સ્માર્ટ ફોનમાં 5 સ્પીડ મોડ છે અને કિંમત પણ માત્ર 2660 રૂપિયા જ છે.

  આ પણ વાંચોLICની મોટી જાહેરાત: હવે મેચ્યોરિટી માટે ડોક્યુમેન્ટ દેશની કોઈપણ બ્રાન્ચમાં જમા કરી શકાશે, જાણી લો પ્રોસેસ

  Ottomate Smart Fan 

  લાવા ઇન્ટરનેશનલની સબ બ્રાન્ડ Ottomateના સ્માર્ટ સીલિંગ ફેનની કિંમત 3999 રૂપિયા છે. આ સ્માર્ટ ફેન બ્લૂટૂથ સપોર્ટ સાથે આવશે, જેની મદદથી તમે મોબાઈલ ફોન દ્વારા ફેનને ચાલુ કે બંધ કરી શકો છો.

  ફોનને ફેન સાથે કનેક્ટ કરવા માટે પ્લે સ્ટોરમાંથી Ottomate નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેમાં તમે તમારી પસંદગી અનુસારના મોડ્સ સિલેક્ટ કરી શકશો. એપમાંથી જ તમે ફેનની ગતિ 10 ગણી વધારી શકો છો.

  રસપ્રદ વાત એ છે કે આ ફેનને સ્માર્ટ ફેન એનું એક મેન્યુઅલ મોડ બનાવે છે. મેન્યુઅલ મોડ સેટ કર્યા પછી તમારા રૂમના તાપમાન અને ભેજના પ્રમાણને આધારે પંખાની સ્પીડ સેટ થશે.
  First published: