Home /News /tech /

અલ્ટ્રા-લાઇટ ડિઝાઇન સૌથી આકર્ષક સ્માર્ટફોન- અન્સ્ટોપેબલ Oppo F17 Pro!

અલ્ટ્રા-લાઇટ ડિઝાઇન સૌથી આકર્ષક સ્માર્ટફોન- અન્સ્ટોપેબલ Oppo F17 Pro!

અલ્ટ્રા-લાઇટ ડિઝાઇન સૌથી આકર્ષક સ્માર્ટફોન- અન્સ્ટોપેબલ Oppo F17 Pro!

આ સ્માર્ટફોન મેજિક બ્લુ, મેટ બ્લેક અને મેટાલિક વ્હાઇટ જેવા કલર્સમા ઉપલબ્ધ છે

  તે દિવસો ગયા કે જ્યારે તમારા મોબાઇલ ફોનનો વજન એક ડિક્શનરી કરતા વધુ હતો અને તેમા થોડા ઘણા ફેન્સી ફીચરો હતા. ગ્લોબલ સ્માર્ટ ડિવાઇસ કંપની OPPO એ વારંવાર સાબિત કર્યું છે કે તે અન્ય કેટલાક સ્માર્ટફોન કરતાં ઘણા સારા ફીચર્સ વાળા સ્માર્ટફોન્સ આપી શકે છે અને અદભૂત રીતે રચાયેલ OPPO F17 Pro સાથે OPPO એ આ વાત ફરી એક વાર સાબિત કરી છે.

  અલગ પ્રકારના આ પ્રથમ ઇવેન્ટમાં, OPPO F17 Pro ને વિશ્વભરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું. નવીન સ્માર્ટફોન ઉપરાંત, OPPO એ પણ ઇવેન્ટમાં પણ લોન્ચના એક અનોખા માર્ગ પર જવાનું પસંદ કર્યું – તેમણે લોન્ચના ભાષણોથી અલગ આ નવો ડિવાઇસ, સંગીત સાથે લોન્ચ કર્યો!
  સ્માર્ટફોનના પ્રથમ મ્યુઝિકલ કોન્સર્ટ લોન્ચિંગમાં, F17 Pro ઇવેન્ટમાં રફતાર અને હાર્ડી સંધુ સહિત સંગીત ઉદ્યોગના કેટલાક જાણીતા નામો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ કાર્યક્રમના હોસ્ટ પ્રખ્યાત ટેલિવિઝન અભિનેતા રિત્વિક ધંજાની હતા.  લોન્ચ આઇડિયા ફક્ત નવો જ નહોતો, પરંતુ આનાથી ફરી એકવાર સાબિત થયું કે OPPO સૌથી અલગ રહેવાની હિંમત કેવી રીતે કરે છે. એક તરફ બ્રાન્ડ તેની નવીન ઓફર સાથે સ્માર્ટફોન માર્કેટને કબજે કરી રહ્યું છે, તો બીજી બાજુ, તે આવી પહેલ દ્વારા તેમના ગ્રાહકો સાથે સારા રિલેશન પણ બનાવી રહ્યું છે. OPPO F17 Pro એન્ડ્રોઇડ 10 પર ચાલે છે અને સાઇઝમાં 7.48 mm અને એક આશ્ચર્યજનક 164 ગ્રામના વજનનો છે! સ્પેક્સની વાત કરીએ તો, OPPO F17 Pro પ્રો બેસ્ટ ફીચર્સ સાથે આવે છે જે તમારા સ્માર્ટફોન અનુભવને સંપૂર્ણપણે અલગ લેવલ પર લઈ જાય છે. આ કારણોસર તમારે આ સ્લિમ, છતાં મજબૂત ફોન લેવો જ જોઈએ.

  સુંદરતા અને વિગતો ઉપર વધુ ધ્યાન આપે છે

  આ એક અદભૂત કોંબીનેશન છે! તમને લાગતું હશે કે આટલો સ્લિમ ફોન પકડવો અને વાપરવો સહેલું નથી. પરંતુ, OPPO F17 Proની ઈન્ડસ્ટ્રીમાં પહેલી વાર 220 ° રાઉન્ડેડ એજ ડિઝાઇન તકનીક હાઇ-ગ્લોસ અભિગમનો ઉપયોગ કરે છે જે ફોનની સ્લિમ સાઈડના દેખાવને સંતુલિત રાખે છે અને સાથે જ આરામદાયક ઇન-હેન્ડ અનુભવ પણ આપે છે.  આ સ્માર્ટફોન મેજિક બ્લુ, મેટ બ્લેક અને મેટાલિક વ્હાઇટ જેવા કલર્સમા ઉપલબ્ધ છે. અમને આ ફોનનો મેટાલિક વ્હાઇટ ખાસ કરીને ખૂબ ગમ્યો જે ફોનને અલગ રેડિએંટ ગ્લો આપે છે. આ કલર સ્માર્ટફોનને અનોખી ચમક આપે છે જે તમારી આખોને રિફ્રેશિંગ ફિલ આપે છે. આ ફોન જો તમારા હાથમાં હશે તો લોકોનું ધ્યાન તમારા ઉપર જ રહેશે. સાથે આનો મેટ બ્લેક કલર પણ આ સ્માર્ટફોનને પ્રીમિયમ લુક આપે છે. ટૂંકમાં કહીએ તો દરેક એંગલથી Oppo F17 Pro શાનદાર લાગે છે.

  તમારા સ્મિતને વધુ નિખારતો કેમેરો

  શ્રેષ્ઠ ફોનના કેમેરામાં તમે બેસ્ટ ફોટો પાડી શકો છો પછી ભલે તમારી પાસે કોઈ વાસ્તવિક ફોટોગ્રાફી તાલીમ ન હોય. અમે ચોક્કસ કહી શકીએ છીએ કે આ વર્ગમાં અમે ચેક કરેલ આ બેસ્ટ ફોન્સમાથી એક હોઈ શકે છે. OPPO F17 Pro નો કેમેરા 48 MP સેન્ટ્રલ કેમેરા, 8 MP વાઇડ લેન્સ અને બે, 2 MP મોનો સેન્સર સાથે સુપર્લેટીવ ક્વોડ સેન્સર-સેટઅપ સાથે આવે છે. આ સિવાય સેલ્ફી અને વિડિઓ કોલ્સ માટે 16 MP મેઇન કેમેરા અને 2MP ડેપ્થ કેમેરા સાથેનો ફ્રન્ટ ડ્યુઅલ પંચ હોલ કેમેરા પણ મળે છે.  આ ફોનનો 6 AI-પોટ્રેટ કેમેરા શ્રેષ્ટ ક્લારિટી અને ક્વોલિટીનાં ફોટા પાડવામાં મદદ કરે છે. આના ફ્રંટ કેમેરાના ડ્યુઅલ લેન્સના બોકેહ મોડ સાથે તમે સોશિયલ મીડિયા માટે પરફેક્ટ ક્રિયેટિવ સેલ્ફીઝ લઈ શકો છે. AI સુપર નાઇટ પોટ્રેટ ઓછી લાઇટિંગવાળી જગ્યા અથવા સ્ટ્રીટલેમ્પ હેઠળ અદભૂત સેલ્ફી આપે છે. સાથે જ, AI નાઇટ ફ્લેર પોટ્રેટ તમને ફ્લેરડ લાઇટ ઇફેક્ટ સાથે તેજસ્વી નાઇટ પોટ્રેટ શોટ લેવામાં મદદ કરે છે તેમજ ત્વચાના ટોનને વધારી શકે છે.

  તમે જાણો છો કે તમારી પાસે એક બેસ્ટ પ્રોડક્ટ છે જ્યારે કંપની પોતે તમારી માટે તેને વ્યક્તિગત બનાવ માટે પૂરતી કાળજી લે છે. તેની બીજી જનરેશનમાં, AI બ્યુટીફિકેશન 2.0, ભારતીય સૌંદર્ય પસંદગીઓ માટે કસ્ટમાઇઝ થયેલ છે. આનો અર્થ એ છે કે તમને દર વખતે વધુ નેચરલ ફોટો મળે છે.

  આખો દિવસ ચાલનારી વિશાળ બેટરી

  Oppo F17 Pro સાથે તમને ઝડપી જીવનશૈલી માટે એટ્લે ભવિષ્ય માટે તૈયાર ડિવાઇસ મળે છે. 30W VOOC 4.0 ફ્લેશ ચાર્જિંગ તકનીકનું સાથે તમે એક 5 મિનિટના ચાર્જથી 5-કલાકનો ટોક ટાઇમ મેળવી શકો છો. આટલું જ નહીં, F17 Pro ફક્ત 53 મિનિટમાં 100% થઈ જાય છે. ગેમર્સને ઝડપી ચાર્જ ટેક્નોલોજી ગમશે જે ફોનને વધુ ગરમ કર્યા વગર ઝડપથી ચાર્જ કરવાની મંજૂરી આપે છે. હા! આ ભાવે તમને આટલા બધા ફીચર્સ મળે છે!

  હવે તમારે મિત્રો સાથે લાંબા સમય ચાલતા કોલ્સ દરમિયાન અથવા મહત્વપૂર્ણ વર્ક કોન્ફરન્સ કોલ્સ દરમિયાન તમારા ફોનના બંધ પાડવાની ચિંતા કરવાની જરૂર નથી. સુપર પાવર સેવિંગ મોડ અને AI નાઈટ ચાર્જિંગ સાથે જોડાયેલ, તમને ગમશે કે તમે 4000mAh ની વિશાળ બેટરીમાંથી પણ કેટલું વધારે મેળવી શકો છો. મહત્તમ ચાર્જિંગ અને ઓપ્ટિમાઇઝ બેટરી આઉટપુટ સાથે, તણાવ મુક્ત ફોન વપરાશના સંપૂર્ણ નવા લેવલ માટે તૈયાર થાઓ.

  સુપર પાવર સેવિંગ મોડમાં ફોન વધુ બેટરી સેવ કરી રાખે છે. આ ડિસ્પ્લેને બ્લેક એન્ડ વ્હાઇટ સેટ કરે છે અને 6 'યુઝર પ્રીસેટ' એપ્લિકેશન ચલાવે છે જે ખાતરી કરે છે કે 5% બેટરી લાઇફ બાકી હોવા છતાં, તમને 14.6 કલાક સ્ટેન્ડબાય મળે છે અને તમે તમારી પસંદની એપ્લિકેશનો વાપરી શકો.

  દરેક સ્વાઇપમાં ફાસ્ટ પર્ફોર્મન્સ

  તમારે હવે એવા ફોનની ચિંતા કરવાની જરૂર નથી જે તમારી સાથે રહી શકશે નહીં તે નક્કી નથી. Oppo F17 Pro MediaTek Helio P95 AI પ્રોસેસિંગ યુનિટ સાથે આવે છે જે 2.2Ghz CPU ફ્રીક્વન્સી સાથે 8-Cores ધરાવે છે.
  આમાં 2 ARM Cortex-A75 પ્રાઈમ કોર્સ પણ છે જે 2.2GHZ સુધી ચાલી શકે છે. વપરાશકર્તાઓને 8GB ની મેમરીનો પાવર-કોમ્બો અને 128GB સ્ટોરેજ મળે છે, જેને 3-કાર્ડ સ્લોટ દ્વારા 256GB સુધી વધારી શકાય છે.
  આમા રહેલ Anti-Lag Algorithm એવ ડેટા શોધીને ક્લિયર કરે છે જે તમારા ફોનને ધીમો બનાવે છે. અને આટલું જ નહીં, જો રસાઈ કરતી વખતે તમારા હાથમાં લોટ લાગ્યો હોય કે પછી બાઇક રીપેર કરતી વખતે હાથમાં ગ્રીસ લાગ્યો હોય, અને તમને કોઈ ફોન આવે, તો ખાલી હવાઈ હાવભાવોની તમને જરૂર પડશે. ફોનથી 20-50 સેન્ટિમીટર દૂર હોવા છતાં, ફક્ત તમારો હાથ લહેરાવવાથી તમે ફોન ઉપાડી શકો છો.

  ડિસ્પ્લે

  આખી સ્ક્રીનનો પૂરેપૂરો ઉપયોગ કરીને, આ ફોન એક 6.4 ઇંચની ડ્યુઅલ પંચ-હોલ FHD+ સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે. 90% કરતા વધારે સ્ક્રીન-ટુ-બોડી રેશિયો સાથે, તે 2400 x 1080 પિક્સેલ્સનું હાઇ રીઝોલ્યુશન આપે છે. સ્ટ્રીમિંગ મીડિયા, મૂવીઝ અને તમારી મનપસંદ ગેમ્સ ક્યારેય આટલી વધુ સારી દેખાતી નહોતી. ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ અનલોક 3.0 આન ઝિપ્પી 0.3 સેકન્ડ અનલોક સમય સાથે આ ફોનને વધુ સારો બનાવે છે.

  અલ્ટ્રા-લાઇટ ડિઝાઇન સૌથી આકર્ષક સ્માર્ટફોન- અન્સ્ટોપેબલ Oppo F17 Pro!


  ColorOS 7.2 ના અનુભવનો આનંદ માણો

  મિનિમલિસ્ટ ડિઝાઇન અને સરળ ઇન્ટરફેસની સાથે આમાં તમને વધુ સારી ડિઝાઇન મળે છે. તમે હોમ સ્ક્રીન પર એપ્લિકેશનોની સાઇઝ, શેપને અરેંજ કરીને તમારો ફોન કેવો દેખાય છે તે કસ્ટમાઇઝ પણ કરી શકો છો. આમાં રહેલ મલ્ટિ-યુઝર મોડ તમને સ્વતંત્ર 'યુઝર સ્પેસ' સાથે કામ અને વ્યક્તિગત જીવનને અલગ રાખવામાં સહાય કરે છે જે તમારી ગોપનીયતા જાળવવા માટે પાસવર્ડથી સુરક્ષિત થઈ શકે છે.

  અદભૂત ડિઝાઇનર વોલપેપર્સ ઉપરાંત, તમે તમારી આંખોની ચિંતા કર્યા વિના તમારા ફોનનો ઉપયોગ કરી શકો છો. OPPO F17 Pro બિલ્ટ-ઇન ડાર્ક મોડ સાથે આખો દિવસ આંખને આરામ આપે છે જેમાં આઇ કેર મોડ શામેલ છે જે સરળ કસ્ટમાઇઝેશનને મંજૂરી આપે છે અને બેટરી વપરાશને લગભગ 38% ઘટાડે છે.

  ઉપકરણનું અદભૂત ઇકોસિસ્ટમ

  આ વર્ષની શરૂઆતમાં, OPPO એ IoT માં ઊંડા ઉતારીને ગ્રાહક કેન્દ્રિત, ભવિષ્ય માટે તૈયાર અદ્યતન ટેક ઇકોસિસ્ટમ બનાવવાની તેની યોજનાઓની જાહેરાત કરી. અને આ વખતે પણ, બ્રાંડે એક નહીં, પરંતુ બે આશ્ચર્યજનક ડિવાઇસ લોંચ કર્યા. હા, અમે OPPO ના ટ્રૂ વાયરલેસ હેડફોન, બ્રાન્ડ ન્યૂ W51 વિશે વાત કરી રહ્યા છીએ. આ તમારા OPPO સ્માર્ટફોનનો એક પરફેક્ટ પાર્ટનર બનશે અને આ ઘણા સારા ફીચર્સથી ભરેલ છે જે તમને ખરેખર ખૂબ ગમશે.  OPPO Enco W51 હાલમાં તેની પ્રાઇસ સેગમેન્ટમાં સૌથી શક્તિશાળી નોઇસ રીડક્ષન પર્ફોર્મન્સ પ્રદાન કરે છે, અને આ તેના હાઇબ્રીડ એક્ટિવ નોઇસ કેન્સલેશન ફીચર દ્વારા શક્ય બન્યું છે. આ સિવાય, આ નવા હેડફોન 24 કલાકનું મ્યુઝિક પ્લેબેક આપે છે, આ IP54 સર્ટીફાઇડ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે, તેમાં બાયનોરલ લો-લેટન્સી બ્લૂટૂથ ટ્રાન્સમિશન છે, અને તમારા મહત્વપૂર્ણ કોલ્સ માટે ટ્રિપલ-માઇક નોઇસ રીડક્ષન પણ આપે છે. OPPO ઉત્કૃષ્ટ વ્યાપક પ્રદર્શનનું ફક્ત વચન નહીં પરંતુ એવું પ્રદર્શન પણ આપે છે.

  તો જો તમે તમારો ફોન અને હેડફોન અપગ્રેડ કરવાનું વિચારતા હોવ તો આ બંને ડિવાઇસ તમારી લીસ્ટમાં ટોચ પર રહેવા જોઈએ.  OPPO F17 Pro રૂ. 22,990/- માં ઉપલબ્ધ છે, જ્યારે OPPO Enco W51 ની કિંમત XXX છે. જ્યારે Oppo Enco W51 તમે રૂ. 4,999/- માં ખરીદી શકો છો. આ ફોન 7 સપ્ટેમ્બર થી પ્રથમ વેચાણ માટે ઉપલબ્ધ થશે જે તમે ઓફલાઇન, Amazon અને બીજા અગ્રણી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદી શકશો.

  જો તમે આ ફોનનું ભવ્ય લોંચિંગ ઇવેન્ટ જોવાનું ચૂકી ગયા હોવ તો, તમે આ ઇવેંટ અહીં જોઈ શકો છો. નવા OPPO F17 Pro પર વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો.

  આ ભાગીદારીવાળી પોસ્ટ છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Oppo

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन